Book Title: Vastupal Tejpalni Janeta Kumardevina Punarlagna Pachalno Itihas Author(s): Subodhchandra Jain Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 2
________________ માતર રરરકાર ક>v< Xxxsexshabdasa [૮૯] તેણે સુંદર શુકને જોયાં. ચાર પક્ષીએને તારણના આકારમાં બેઠેલાં જોયાં, દેવચકલીને સુંદર અવાજ કરતી જોઈ અને તેને મનમાં થયું' કે, · ચાલે, જ્યાં જઈશું, ત્યાં કંઈક ધન મળશે જ.' અને તેથી મનના ઉલ્લાસથી તેણે પ્રયાણ આગળ વધાર્યું. ચાલતાં ચાલતાં તે માલાસણ ગામમાં આવ્યા. ત્યાં ગામમાં પ્રવેશ કરતાં પણ શુભ શુકન થયા. તેને મનમાં આનંદ વ્યાપ્યા અને તેથી સર્વ પ્રથમ જિનાલયમાં જઈ ત્રિલેાકેશ્વર ભગવાન જિનેન્દ્રના ભાવપૂર્ણાંક દન કર્યાં. ગામમાં ભાડાના મકાનની તપાસ કરી અને ચેાખાવટી પાડામાં એક નાનકડું ઘર ભાડે લીધું અને દુઃખના દિવસેા ધીમેધીમે પસાર કરવા લાગ્યા. તે ધર્મશીલ હતા. પરંતુ માનવીને કરેલાં કર્મો છોડતા નથી, એ ન્યાયે પૂર્વીકૃત કર્માંના ચેગે તેનામાં લપટપણું હતું. રાસકાર લખે છે : • દાહિલા દહાડા તે નિ`મે, લંપટપણું મન સાથે રમે.’ આમ છતાંય મનમાં ધર્માંની વાસના હતી. ધ વિના સુખ નથી, એ તેના ચિત્તમાં અંકાયેલુ હતુ, એટલે જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે ધકૃત્યા કરવા તરફ તેને એક વિશેષ હતા. એક વખતની વાત છે. પાટણથી વિહાર કરતાં કરતાં આચાય હરિભદ્રસૂરિ માલાસણ ગામમાં પધાર્યા. ગુરુ જ્ઞાની હતા, સમર્થ ઉપદેશક હતા. આસરાજને હરિભદ્રસૂરિના પિર ચયથી ધર્માંના રંગ વધુ લાગ્યો અને તેણે પૌષધ, પ્રતિક્રમણ, ગુરુ પાસે અભ્યાસ, નવ તત્ત્વાનુ જ્ઞાન વગેરે મેળવવા પ્રયત્ન શરૂ કર્યાં. આસરાજ ભલે દરદ્ર હતા, પણ તે વિનયવત, ચતુર અને ગુરુના ભક્ત હતા. એક દિવસ તેણે રાત્રિના પૌષધ લીધેા હતેા અને આજની રાત તેણે શકય તેટલા અપ્રમાઢમાં ગાળવાના નિય કર્યાં હતા. પ્રાણી જો જિનેશ્વર ભગવંતની આજ્ઞાને સમજતા હોય, તેા રાત્રિ પૌષધ એ પ્રમાદ કરવા માટે નહિ, પરંતુ શકય તેટલે અપ્રમાદ કેળવવા માટે છે, તે તેને સમજાવવુ પડતું નથી. આસરાજ પણ નિદ્રા ત્યજીને, આળસ ખંખેરીને ઉષાશ્રયના એક ખૂણામાં જિને દ્ર ભગવાનના અપરંપાર ગુણાનુ` મનમાં ચિંતન કરતા ખેડે છે. આ તરફ રાત વધવા લાગી એટલે શ્રાવકે પ્રતિક્રમણ પૂર્ણ કરી, ગુરુની ચરણસેવા કરી, પોતપાતાના સ્થાનકે રવાના થયા. આચાર્ય હરિભદ્રસૂરિને ખખ? નથી કે, મકાનમાં શ્રી આર્ય કલ્યાણૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8