Book Title: Vastupal Tejpalni Janeta Kumardevina Punarlagna Pachalno Itihas
Author(s): Subodhchandra Jain
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ વસ્તુપાળ-તેજપાળની જનેતા કુમારદેવીના પુનર્લગ્ન પાછળનો ઈતિહાસ – શ્રી સુબોધચંદ્ર જૈન ગુજરાતના ઈતિહાસરૂપી આકાશમાં ઝળહળતા તારક શા ચમકતા, મહા બુદ્ધિમાન, વીર શિરોમણિ, પરમધાર્મિક શ્રી વસ્તુપાળ અને તેજપાળની બંધવ બેલડીથી કંઈ જ અપરિચિત નથી. જુદા જુદા ચરિત્રકારોએ તેમના જીવનચરિત્રને, તેમનાં સોની પરંપરાને, તેમના વીરત્વ તથા બુદ્ધિ કૌશલ્યને પોતપોતાના ગ્રંથમાં સેંધી તેમને બિરદાવ્યાં છે. પરંતુ સાથે ઈતિહાસમાં એ પણ નોંધાયું છે કે, તેઓ વિધવા માતાની કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલા રત્ન હતા. અને તે પણ તે કાળમાં છે, જે કાળમાં આવું કૃત્ય તે અતિઘણાસ્ય દદુકૃત્ય હતું. આટલે સુધીની વાત તે જનસમાજથી પરિચિત છે, પણ વસ્તુપાળ – તેજપાળની માતા કુમારદેવીએ જાતે પુનર્વિવાહ કર્યો હતે, પોતાની ઈચ્છાથી કર્યો હતો, સંગોએ તેમ કરવા તેને ફરજ પાડી હતી કે બીજુ કંઈ ન બનવાનું બનવા પામ્યું હતું ? તે અંગેને ઈતિહાસ હજી મોટે ભાગે અંધકારમાં દટાયેલ છે. વિક્રમ સંવત ૧૭૨૧માં પંડિત રંગવિજયગણિના શિષ્ય કવિ મેરુવિજયજીએ કર્ણાટકમાં આવેલા વિજાપુર નગરમાં વસ્તુપાળ-તેજપાળને રાસ ર છે. તેમાં ઉપર્યુક્ત વિગતની અતિ ચર્ચા કરવામાં આવી છે. તે વિગતને રાસકારના શબ્દોમાં અનુવાદરૂપે રજૂ કરું છું : - પાટણ નામનું શહેર. ત્યાં સેમરાજ નામને વાણિક વસતો હતે. પ્રાગ્વાટ તેને વંશ. ત્રણ ત્રણ પેઢીથી તેનું ઘર જ્ઞાતિમાં આગેવાન તરીકે પંકાતું હતું. તેને પુત્ર આસ રાજ. આસરાજના કર્મસંગે લક્ષ્મી પગ કરીને ચાલી ગઈ. ચાલી ગઈ એટલું જ નહિ, પણ પેટ ભરવાના પણ સાંસા પડે તેવી સ્થિતિ ઊભી થઈ. પાટણમાં સૌની સામે નિર્ધન બનીને વસવા કરતાં, પાટણ છોડીને કોઈ નાના ગામમાં વસવાને તેણે નિર્ણય કર્યો, અને એક દિવસ ડી ઘરવખરી લઈ, તેણે પાટણ છોડ્યું. પ્રયાણ કરી નગર બહાર જતાં જ કઈ મળી આર્ય કરયાણા ગૌણસ્મૃતિગ્રંથો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8