Book Title: Varsanu Vitaran
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ વારસાનું વિતરણ [ ૭૧૩ લેખકનો આ ઇતિહાસ શાળા-મહાશાળામાં ચાલતા ઈતિહાસ કરતાં જુદે પડે છે, કેમ કે એ માત્ર રાજાને ન સ્પર્શતાં સમગ્ર પ્રજાજીવન વ્યાપી સંસ્કારને સ્પર્શે છે, અર્થાત્ પ્રસ્તુત ઈતિહાસ સંસ્કૃતિનો ઈતિહાસ છે. આમુખમાં લેખકે જોડના કથનને આધારે સંસ્કૃતિનો અર્થ દર્શાવી તેનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે ખાસ ધ્યાન ખેંચે છે. પહેલા પ્રકરણમાં કન્વેના ઉપરથી ફલિત થતી આર્યોની અિહિક જીવનપરાયણ પુરુષાર્થી, તેમ જ સાદી અને નિબંધન જીવનચર્યાનું તાદશ ચિત્ર રજૂ થયેલ છે. તેમ જ આર્યોને દેશના જે મૂળનિવાસીઓના સંપર્કમાં આવવું પડે છે તે મૂળનિવાસીઓને સ્પષ્ટ પરિચય આપવામાં આવ્યો છે. સિંધુસંસ્કૃતિના લેકે, દાવિડિયો અને કોલ, સંથાલ આદિ જને, જે બધા આ દેશના આદિવાસીઓ, તેમનાં મૂળ સ્થાને કયાં હતાં અને શોધખોળે તે ઉપર શું અજવાળું નાખ્યું છે–વગેરે વિસ્તૃત પરિચય કરાવી લેખકે આ અને અનાર્યો એ બંને વર્ગ વચ્ચે થયેલ સંધર્ષ અને છેવટે થયેલ સમન્વયની પૂર્વભૂમિકા રજૂ કરી છે. બીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યોનું મિલન, તેના પુરસ્કત કેણ કોણ હતા તે, સમન્વય માટે ચાલેલી ગડમથલે અને સધાયેલ સમન્વયનાં ઈષ્ટ પરિણામે- એ બધું સુરેખ રીતે દર્શાવવામાં આવ્યું છે. પ્રકરણ ત્રીજામાં આર્ય-અનાર્યના એ સમન્વયકારી મિલનને પડઘો પાડતા રામાયણને લેખકે તલસ્પર્શી મનોરમ પરિચય કરાવ્યો છે. રામાયણના કર્તા વાલમીકિ કેળા લૂંટારા હતા, જ્યારે મહાભારતના કર્તા વ્યાસ એ પરાશર ઋષિ અને માછણના કૃષ્ણવર્ણ પુત્ર હતા. આ બંને આર્ય-અનાર્યના મિલનના સૂચક છે, અને એમના ગ્રંથે પણ એ મિલન જ સૂચવે છે. સાચા અર્થમાં વ્યાસ અને વાલ્મીકિ ગમે તે હેય. કદાચ આર્યઅનાર્થનું મિલન સૂચવવા ખાતર જ એ બેની એવી જાતિઓ ગ્રંથકારે ચીતરી હેય, જેથી જાતિમદમાં ઝૂલતા આને ગર્વ ગળે ને દીનતામાં રાચનાર અનાર્યોને પાને ચઢે, તેમ જ રામાયણને અને મહાભારતને બધા એકસરખી રીતે સ્વીકારે વાલ્મીકિ પિતે અનાર્ય હોવાથી જ તેમણે અનાર્યના એક એક વર્ગની મદદ દ્વારા જ રામનો મહિમા વધ્યાની વાત ગાઈ છે. અનાર્યોની મદદ વિના રામ ન છતત, ન રામ બનત. એટલે એ સ્પષ્ટ છે કે જેણે ગ્રંથકાર તરીકે કાળી વાલ્મીકિને નિર્દેશ્યા તેને ઉદ્દેશ અનાર્યોનું બળ દર્શાવવાને, આર્યોને માન આપવાને અને એ રીતે બંનેનું અક્ય સાધવાને હતે. મંદોદરી વિભીષણને પરણે, તારા દિયરને પરણે, રાવણ અને વિભીષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8