Book Title: Varsanu Vitaran
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૨ ] દર્શન અને ચિંતન જીવન જીવે, પણ તેણે ચારે વર્ણને લગતાં કર્મોની આવડત કેળવવી જોઈએ. એ વિના જેમ સમાજ બહારથી સુરક્ષિત નથી થવાને, તેમ તે ઊંચનીચપણના મિથ્યા અભિમાનથી પણ મુક્ત નથી થવાને. ગાંધીજીની આ અનુભવસિદ્ધ વિચારસરણી આખા દેશમાં થોડાં પણ સમજદાર માણસોએ ઝીલી અને દેશના અનેક ખૂણાઓમાં એને લગતી સાધના પણ શરૂ થઈ. સૌરાષ્ટ્રમાં આવી સાધનાનું એક જાણીતું કેન્દ્ર છે—ગ્રામ દક્ષિણામૂર્તિ. તેના મુખ્ય સૂત્રધાર છે વવૃદ્ધ વિદ્વાન શ્રી. નાનાભાઈ ભટ્ટ. તેમણે સાધનાની જે પરંપરા વિકસાવી છે તેને પિતાનામાં મૂર્ત કરનાર ‘દર્શક’ નામે જાણીતા શ્રી. મનુભાઈ પળી એ જ આ “વારસા'ના લેખક છે. ઈતિહાસયુગ અને તે પહેલાંના યુગો, એમ એકંદર લગભગ ૫૦૦૦ વર્ષોને માનવજાતે જે વારસો મૂક્યો છે, ને જે ખાસ કરી ભારત સાથે સંબંધ ધરાવે છે તેની ક્રમવાર સુસંબદ્ધ રીતે રજૂઆત આ પુસ્તકમાં થયેલી છે. લેખકે શરૂઆત બહુ પ્રાચીન સમયથી કરી છે, પણ એની સમાપ્તિ ઈ. સ.ના સાતમા સૈકામાં થયેલ હર્ષવર્ધનની સાથે જ થાય છે. હર્ષવર્ધનથી માંડી આજ સુધીનાં ૧૦૦–૧૩૦૦ વષીને, “પૂર્વગના લેખકોની પેઠે, પ્રસ્તુત લેખક પણ સ્પર્યા નથી. ખરી રીતે પ્રસ્તુત પુસ્તક એ “પૂર્વરંગની એક વિશિષ્ટ પૂર્તિ જ નહિ પણ ઘણી બાબતોમાં તેનું સ્પષ્ટીકરણ પણ છે. કાકા જેવા બહુશ્રુત પ્રતિભાસંપન્ન અને શ્રી. નરહરિભાઈ જેવા પારદર્શી વિચારક,એ બંનેને તે વખતે પલાંઠી બાંધી બેસવાને અને સ્વસ્થ મને લખવાને જોઈ તે સળંગ સમય મળ્યું હોત તો એ “પૂર્વરંગની ભાત જુદી જ હેત, પણ તે યુગ વિદેશી સત્તા સામે ગાંધીજીએ ફેકેલ સત્યાગ્રહના બ્રહ્માસ્ત્રમાં સાથ દેવાને વીરયુગ હતા. એટલે થવું જોઈતું કામ કાંઈક રહી જ ગયું. પ્રસ્તુત લેખક જેમ એક લેકશાળાના શિક્ષક છે, તેમ એ અધ્યાપન મંદિરના પણ અધ્યાપક છે; એટલું જ નહિ, પણ સાથે સાથે તેમને લેકજીવનનાં બધાં પાસાંને ઠીકઠીક પ્રત્યક્ષ સંપર્ક સાધવાના પ્રસંગે પણ મળતા જ રહે છે. તેથી જ શ્રી. મનુભાઈ એ પલાંઠી વાળી સ્વસ્થ અને પિતાના વર્ગો માટે જે પૂરી તૈયારી કરેલી તેનું સંકલન આ પુસ્તકમાં નજરે પડે છે. પ્રસ્તુત પુસ્તક ૧૩ પ્રકરણમાં પૂરું થાય છે. આગળ આગળનાં પ્રકરણ પહેલાંનાં પ્રકરણ સાથે કાળક્રમની દૃષ્ટિએ તેમ જ વિવાની દષ્ટિએ એવાં સુસંબદ્ધ ગોઠવાયાં છે કે પહેલું પ્રકરણ પૂરું થાય ત્યારે બીજા પ્રકરણમાંના વિષયની જિજ્ઞાસાનાં બીજ નંખાઈ જાય છે, એટલે વાચક સહેલાઈથી આગલું પ્રકરણ વાંચવા લલચાય છે અને તે વાંચ્યા વિના તેને તૃપ્તિ જ થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8