Book Title: Varsanu Vitaran Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ વારસાનું વિતરણ [ ૭૧૫ આપે; વિશ્વામિત્ર અને વસિષ્ણુ ગુરુપદને છાજે તેવું વર્તન તે વસ્ત્ર; જ્યારે દ્રોણ, કૃપાચાય આદિનુ અર્થ તેમ જ ક્ષત્રિયાનું દાસત્વ. મહાભારતમાં કૃષ્ણનું જે ચરિત્ર આલેખાયું છે તે, ને રણાંગણમાં ગીતાના ઉપદેશક તરીકે એની જે ખ્યાતિ છે તે, કૃષ્ણ પ્રત્યે ભક્તિ ઉપજાવ્યા વિના નથી રહેતાં. કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધમાં મહાસહાર માટે અર્જુનને ઉત્તેજે છે, ત્યારે જ સાથે સાથે એક ટિાડીનાં બચ્ચાંને અચાવવા અહિંસક સાધુ જેટલી કાળજી રાખે છે. મહાભારતમાં ગ્રંથકાર વૈશ્ય તુલાધાર જાજલિને ત્રાજવાની દાંડીથી સમતેલ રહેવાના ઉપદેશ આપે છે અને એક કર્તવ્યપરાયણ ગૃહસ્થ બ્રાહ્મણી, માબાપની સેવા છોડી કઠોર તપ તપેલ દુર્વાસા પ્રકૃતિના કૌશિક તાપસને ધર્મવ્યાધ દ્વારા પ્રાપ્ત ધર્મ છોડી વનમાં નીકળી જવા બદલ શીખ આપે છે. આવાં અનેક સુરેખ ચિત્રા આ પ્રકરણમાં છે. * છઠ્ઠા પ્રકરણમાં ઉપનિષદનું વાતાવરણ તાદશ આલેખતાં લેખકે જે તે વખતના વિચારણીય પ્રશ્નો મૂક્યા છે, તે ઉપનિષદના તત્ત્વજ્ઞાનને સમજવા માટે ચાવીરૂપ છે. એ પ્રશ્નો આ રહ્યા : ‘ યનેા શાશ્વત સુખ આપે છે ? દાન-તપ એ આપે છે ? આ સુખની ઇચ્છા એ શું છે? કાણે એ ઇચ્છાને જન્મ આપ્યા ? મૃત્યું શું છે ? પુનર્જન્મ છે ખરે ? કે વાયુ સાથે વાયુ ભળી ગયા પછી કશું રહેતું જ નથી ? ~, જગત ને ઈશ્વર વચ્ચે શા સબધ છે ? આવુ એકાકાર છે કે અલગ અલગ ? કાણુ આ રચે છે? કાણુ ભાંગે છે? શું છે આ બધી ભાંજગડ ? ' ઇત્યાદિ. આવા પ્રશ્નાના ચિંતનને પરિણામે પ્રકૃતિ અને દેવાની બ્રહ્માંડગત વિવિધતામાં એકતા જોવાની વેદકાલીન પ્રાચીન ભાવના પિડામાં એકતા જોવામાં પરિણમી કે જે ‘ તત્ત્વમસિ ’ જેવાં વાકયોથી દર્શાવવામાં આવી છે. આવા ભાવનાપરપાક કૂદકે કે ભૂસકે ભાગ્યે જ થઈ શકે. તેનું ખેડાણ સદીઓ લગી અને અનેક દ્રારા થયેલું છે. એ ખેડાણમાં ક્ષત્રિયવગ ને! ક્રાંતિકારી સ્વભાવ મુખ્ય ભાગ ભજવે છે, અને બ્રાહ્મણા પણ કેવા નવનવિદ્યા-તરસ્યા કે જેએ ગમે તેવા સંકટ વેડીને પણ વિદ્યા મેળવે. આનુ ઉદાહરણ નચિકેતા જેવાં અનેક આખ્યાને પૂરું પાડે છે. તે કાળે યજ્ઞને મહિમા સરતા જતા હતા, છતાં સામાન્ય જનસમાજ ઉપર તેની પકડ હતી જ, એમ કહી લેખકે (૧) યજ્ઞને સહેલે માળે વળવું, પુસ્વાર્થ બાજુ પર રાખવા, (૨) બ્રાહ્મણ પુરાહિતાની સર્વોપરિતા, (૩) યજમાન પુરાહિત મનેનું પરસ્પરાવલ ભન, આદિ જે યજ્ઞયુગનાં ત્રણ પરિણામે સૂચિત કર્યાં છે તે થાય છે. સાતમા પ્રકરણમાં શ્રમણધમના બે સમકાલીન આગેવાના મુદ્ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8