Book Title: Varsanu Vitaran
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ વારસાનું વિતરણ [ ૧૨ ] દેહપાત વિના જ ન જન્મ ધારણ કરવાની–જિત્વ પામવાનીશક્તિ મનુષ્યજાતને જ વરેલી છે. બાળક આંખ, કાન આદિ ધૂળ ઈન્દ્રિય દ્વારા પશુપક્ષીઓની જેમ માત્ર રેજિંદુ જીવન જીવવા પૂરતી તાલીમ મેળવી લે છે, ત્યારે એનો પ્રથમ જન્મ પૂરો થાય છે, અને તે જ્યારે વર્ષો જ નહિ, પણ પેઢીઓ પહેલાંના માનવજાતે મેળવેલા આચારવિચારના વારસાને મેળવવા પગરણ માંડે છે ત્યારથી જ તેને બીજે જન્મ શરૂ થાય છે. સામાન્ય રીતે આવા બીજા જન્મની પૂર્તિ ઘર અને સમાજમાં થાય તે કરતાં વધારે સારી રીતે શાળા-મહાશાળાના વ્યવસ્થિત વર્ગોમાં થાય છે. ત્યાં શિક્ષક કે અધ્યાપક પિતે મેળવેલ અતીત વારસાનું તેમ જ પિતાની કલ્પના અને આવડતથી એમાં કરેલ વધારાનું વિતરણ કરે છે. આમ જિત્વની સાધનાના સમયે જે જ્ઞાનની લેવડ-દેવડ ચાલે છે તે જ ખરું વારસાનું વિતરણ છે. પરંતુ માત્ર વર્ગમાં સામૂહિક રીતે થયેલી એ લેવડ–દેવડ જ્યારે લેખબદ્ધ થઈ વધારે વ્યવસ્થિત અને વધારે સુંદર રીતે સર્વગમ્ય થાય છે ત્યારે એ વિતરણ સમાજવ્યાપી બને છે. પ્રસ્તુત પુસ્તક એ એવા એક વિતરણનું ઉદાહરણ છે. - પુરુષસૂક્તમાં સમાજજીવનને આવશ્યક એવાં કર્મોના ચાર વિભાગ કરી જનસમાજને ચાર વિભાગમાં કહે છે. તે કાળે એ વિભાગો ભલે અભેદ્ય ન હોય, છતાં કાળક્રમે એ વિભાગે જન્મસિદ્ધ મનાતાં અને તે સાથે ઊંચનીચપણની ભાવના જોડાતાં અભેદ્ય નહિ તે દુર્ભેદ્ય બન્યા જ હતા. એ દુભેઘતા ભેદાવાને અને ફરી તે પાછી અસ્તિત્વમાં આવવાને, એવા બે યુગે. પણ વિત્યા. ગુણકર્મ દ્વારા જ વર્ણવિભાગ અને નહિ કે માત્ર જન્મ દ્વારા જ, એ વસ્તુ સિદ્ધ કરવાના કેટલાય પ્રયત્ન થયા ને તેમાં કેટલેક અંશે સફળતા પણ આવી. પરંતુ મહાત્મા ગાંધીજી પહેલાં કોઈ વ્યક્તિએ એ સત્યનું પષ્ટ દર્શન, નિર્ભય પ્રતિપાદન અને સ્વજીવનથી આચરણ કર્યું ન હતું કે પ્રત્યેક જીવંત વ્યક્તિએ જીવનને આવશ્યક એવા ચતુર્વિભાગી કર્મોની તાલીમ મેળવવી જ જોઈએ અથત માત્ર આખા સમાજે નહિ પણ સમાજધટક પ્રત્યેક વ્યક્તિએ ચતુર્વણું થવું જોઈએ. માણસ મુખ્યપણે ભલે કોઈ એક જ વર્ણને લગતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8