Book Title: Varsanu Vitaran Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ - ૭૧૬ ] દર્શન અને ચિંતન મહાવીરનું ચિત્રણ છે. બુદ્ધ અને મહાવીરના આચારવિચારમાં મુખ્ય સામ્ય શું છે તે સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે અને બુદ્ધની જીવનકથા ઠીક ઠીક વિસ્તારપૂર્વક આપી તેનાં અનેક પાસાં દર્શાવવામાં આવ્યાં છે. ઉપનિષદના ‘વિચારમાં ક્ષત્રિયે હતા, પણ તેમને સંઘ અસ્તિત્વમાં આવ્યા જાણ્યા નથી; જ્યારે બુદ્ધ અને મહાવીરના સં માત્ર અસ્તિત્વમાં જ ન આવ્યા, પણ તે દેશના અનેક ભાગોમાં અને દેશ બહાર પણ ફેલાયા, એનું શું કારણ? એ પ્રશ્ન ઉઠાવી લેખકે જે જવાબ આપે છે તે યથાર્થ છે. જવાબ એ છે કે બુદ્ધ અને મહાવીર પોતે સિદ્ધ કરેલ કરુણા અને અહિંસામૂલક આચારને સ્વપર્યાપ્ત ન રાખતાં સમાજવ્યાપી કરવાની વૃત્તિવાળા હતા અને તેથી જ તેમના સંઘોને અનાર્યો, આદિવાસીઓ તેમ જ ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર વગેરે અનેક વર્ગોને ટેકો મળી ગયે. આઠમા પ્રકરણમાં ધ્યાન ખેંચે એવી મુખ્ય ચર્ચા એ છે કે ગણરાજ્યમાંથી મહારા કેવી કેવી રીતે અને કયા કારણથી અસ્તિત્વમાં આવ્યાં. મહારાજ્યના વિચારને મજબૂત પાયે નાખનાર ચાણક્ય કહેવાય છે. તેની ચકેર રાજનીતિનું દિગ્દર્શન તેના અર્થશાસ્ત્રના આધારે કરાવવામાં આવ્યું છે, જે ચાણક્યની અનુભવસિદ્ધ કુશળતાનું પ્રતિબિંબ પાડે છે. ચન્દ્રગુપ્ત પછી વધારે ધ્યાન ખેંચે એવી વ્યક્તિ છે અશક. તેને યુદ્ધવિજય ધર્મવિજયમાં કેવી રીતે પરિણમે, ને તે જોતજોતામાં ચેર કેવી રીતે પ્રસર્યો એનું હૃદયહારી વર્ણન લેખકે આપ્યું છે. નવમા પ્રકરણમાં આર્યોએ આપેલ સંસ્કૃતિનાં અંગોને નિર્દેશ કરી તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તે અંગે આ છે : (૧) અનેમાં એક જોવાની દ્રષ્ટિ અને અહિંસા. (૨) સ્ત્રી સન્માન. (૩) વર્ણાશ્રમવ્યવસ્થા. (૪) તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર કરવાની ટેવ. દશમા પ્રકરણમાં વેદકાળથી માંડી બુદ્ધના સમય સુધીની વિવિધ રાજ્યપ્રણાલીઓનું નિરૂપણ છે, અને ત્યાર બાદ અંતમાં રાજકીય, ધાર્મિક તેમ જ આર્થિક જીવનની સુરેખ છબી આવે છે. જીવનનાં આ ત્રણે પાસાંમાં ગણ અને સંધનું તત્ત્વ મુખ્ય દેખાય છે. રાજ્યમાં ગણવ્યવસ્થા છે, ધર્મોમાં સંધવ્યવસ્થા છે અને ઉદ્યોગધધા આદિમાં નિગમ કે શ્રેણી-વ્યવસ્થા છે. અગિયારમા પ્રકરણમાં હિન્દુસ્તાનની અંદર અને એની બહાર એશિયાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8