Page #1
--------------------------------------------------------------------------
________________
વારસાનું વિતરણ
[ ૧૨ ]
દેહપાત વિના જ ન જન્મ ધારણ કરવાની–જિત્વ પામવાનીશક્તિ મનુષ્યજાતને જ વરેલી છે. બાળક આંખ, કાન આદિ ધૂળ ઈન્દ્રિય દ્વારા પશુપક્ષીઓની જેમ માત્ર રેજિંદુ જીવન જીવવા પૂરતી તાલીમ મેળવી લે છે, ત્યારે એનો પ્રથમ જન્મ પૂરો થાય છે, અને તે જ્યારે વર્ષો જ નહિ, પણ પેઢીઓ પહેલાંના માનવજાતે મેળવેલા આચારવિચારના વારસાને મેળવવા પગરણ માંડે છે ત્યારથી જ તેને બીજે જન્મ શરૂ થાય છે. સામાન્ય રીતે આવા બીજા જન્મની પૂર્તિ ઘર અને સમાજમાં થાય તે કરતાં વધારે સારી રીતે શાળા-મહાશાળાના વ્યવસ્થિત વર્ગોમાં થાય છે. ત્યાં શિક્ષક કે અધ્યાપક પિતે મેળવેલ અતીત વારસાનું તેમ જ પિતાની કલ્પના અને આવડતથી એમાં કરેલ વધારાનું વિતરણ કરે છે. આમ જિત્વની સાધનાના સમયે જે જ્ઞાનની લેવડ-દેવડ ચાલે છે તે જ ખરું વારસાનું વિતરણ છે. પરંતુ માત્ર વર્ગમાં સામૂહિક રીતે થયેલી એ લેવડ–દેવડ જ્યારે લેખબદ્ધ થઈ વધારે વ્યવસ્થિત અને વધારે સુંદર રીતે સર્વગમ્ય થાય છે ત્યારે એ વિતરણ સમાજવ્યાપી બને છે. પ્રસ્તુત પુસ્તક એ એવા એક વિતરણનું ઉદાહરણ છે. - પુરુષસૂક્તમાં સમાજજીવનને આવશ્યક એવાં કર્મોના ચાર વિભાગ કરી જનસમાજને ચાર વિભાગમાં કહે છે. તે કાળે એ વિભાગો ભલે અભેદ્ય ન હોય, છતાં કાળક્રમે એ વિભાગે જન્મસિદ્ધ મનાતાં અને તે સાથે ઊંચનીચપણની ભાવના જોડાતાં અભેદ્ય નહિ તે દુર્ભેદ્ય બન્યા જ હતા. એ દુભેઘતા ભેદાવાને અને ફરી તે પાછી અસ્તિત્વમાં આવવાને, એવા બે યુગે. પણ વિત્યા. ગુણકર્મ દ્વારા જ વર્ણવિભાગ અને નહિ કે માત્ર જન્મ દ્વારા જ, એ વસ્તુ સિદ્ધ કરવાના કેટલાય પ્રયત્ન થયા ને તેમાં કેટલેક અંશે સફળતા પણ આવી. પરંતુ મહાત્મા ગાંધીજી પહેલાં કોઈ વ્યક્તિએ એ સત્યનું પષ્ટ દર્શન, નિર્ભય પ્રતિપાદન અને સ્વજીવનથી આચરણ કર્યું ન હતું કે પ્રત્યેક જીવંત વ્યક્તિએ જીવનને આવશ્યક એવા ચતુર્વિભાગી કર્મોની તાલીમ મેળવવી જ જોઈએ અથત માત્ર આખા સમાજે નહિ પણ સમાજધટક પ્રત્યેક વ્યક્તિએ ચતુર્વણું થવું જોઈએ. માણસ મુખ્યપણે ભલે કોઈ એક જ વર્ણને લગતું
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૨ ]
દર્શન અને ચિંતન જીવન જીવે, પણ તેણે ચારે વર્ણને લગતાં કર્મોની આવડત કેળવવી જોઈએ. એ વિના જેમ સમાજ બહારથી સુરક્ષિત નથી થવાને, તેમ તે ઊંચનીચપણના મિથ્યા અભિમાનથી પણ મુક્ત નથી થવાને. ગાંધીજીની આ અનુભવસિદ્ધ વિચારસરણી આખા દેશમાં થોડાં પણ સમજદાર માણસોએ ઝીલી અને દેશના અનેક ખૂણાઓમાં એને લગતી સાધના પણ શરૂ થઈ. સૌરાષ્ટ્રમાં આવી સાધનાનું એક જાણીતું કેન્દ્ર છે—ગ્રામ દક્ષિણામૂર્તિ. તેના મુખ્ય સૂત્રધાર છે વવૃદ્ધ વિદ્વાન શ્રી. નાનાભાઈ ભટ્ટ. તેમણે સાધનાની જે પરંપરા વિકસાવી છે તેને પિતાનામાં મૂર્ત કરનાર ‘દર્શક’ નામે જાણીતા શ્રી. મનુભાઈ પળી એ જ આ “વારસા'ના લેખક છે.
ઈતિહાસયુગ અને તે પહેલાંના યુગો, એમ એકંદર લગભગ ૫૦૦૦ વર્ષોને માનવજાતે જે વારસો મૂક્યો છે, ને જે ખાસ કરી ભારત સાથે સંબંધ ધરાવે છે તેની ક્રમવાર સુસંબદ્ધ રીતે રજૂઆત આ પુસ્તકમાં થયેલી છે. લેખકે શરૂઆત બહુ પ્રાચીન સમયથી કરી છે, પણ એની સમાપ્તિ ઈ. સ.ના સાતમા સૈકામાં થયેલ હર્ષવર્ધનની સાથે જ થાય છે. હર્ષવર્ધનથી માંડી આજ સુધીનાં ૧૦૦–૧૩૦૦ વષીને, “પૂર્વગના લેખકોની પેઠે, પ્રસ્તુત લેખક પણ સ્પર્યા નથી. ખરી રીતે પ્રસ્તુત પુસ્તક એ “પૂર્વરંગની એક વિશિષ્ટ પૂર્તિ જ નહિ પણ ઘણી બાબતોમાં તેનું સ્પષ્ટીકરણ પણ છે. કાકા જેવા બહુશ્રુત પ્રતિભાસંપન્ન અને શ્રી. નરહરિભાઈ જેવા પારદર્શી વિચારક,એ બંનેને તે વખતે પલાંઠી બાંધી બેસવાને અને સ્વસ્થ મને લખવાને જોઈ તે સળંગ સમય મળ્યું હોત તો એ “પૂર્વરંગની ભાત જુદી જ હેત, પણ તે યુગ વિદેશી સત્તા સામે ગાંધીજીએ ફેકેલ સત્યાગ્રહના બ્રહ્માસ્ત્રમાં સાથ દેવાને વીરયુગ હતા. એટલે થવું જોઈતું કામ કાંઈક રહી જ ગયું. પ્રસ્તુત લેખક જેમ એક લેકશાળાના શિક્ષક છે, તેમ એ અધ્યાપન મંદિરના પણ અધ્યાપક છે; એટલું જ નહિ, પણ સાથે સાથે તેમને લેકજીવનનાં બધાં પાસાંને ઠીકઠીક પ્રત્યક્ષ સંપર્ક સાધવાના પ્રસંગે પણ મળતા જ રહે છે. તેથી જ શ્રી. મનુભાઈ એ પલાંઠી વાળી સ્વસ્થ અને પિતાના વર્ગો માટે જે પૂરી તૈયારી કરેલી તેનું સંકલન આ પુસ્તકમાં નજરે પડે છે.
પ્રસ્તુત પુસ્તક ૧૩ પ્રકરણમાં પૂરું થાય છે. આગળ આગળનાં પ્રકરણ પહેલાંનાં પ્રકરણ સાથે કાળક્રમની દૃષ્ટિએ તેમ જ વિવાની દષ્ટિએ એવાં સુસંબદ્ધ ગોઠવાયાં છે કે પહેલું પ્રકરણ પૂરું થાય ત્યારે બીજા પ્રકરણમાંના વિષયની જિજ્ઞાસાનાં બીજ નંખાઈ જાય છે, એટલે વાચક સહેલાઈથી આગલું પ્રકરણ વાંચવા લલચાય છે અને તે વાંચ્યા વિના તેને તૃપ્તિ જ થતો નથી.
Page #3
--------------------------------------------------------------------------
________________
વારસાનું વિતરણ
[ ૭૧૩ લેખકનો આ ઇતિહાસ શાળા-મહાશાળામાં ચાલતા ઈતિહાસ કરતાં જુદે પડે છે, કેમ કે એ માત્ર રાજાને ન સ્પર્શતાં સમગ્ર પ્રજાજીવન વ્યાપી સંસ્કારને સ્પર્શે છે, અર્થાત્ પ્રસ્તુત ઈતિહાસ સંસ્કૃતિનો ઈતિહાસ છે.
આમુખમાં લેખકે જોડના કથનને આધારે સંસ્કૃતિનો અર્થ દર્શાવી તેનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે ખાસ ધ્યાન ખેંચે છે.
પહેલા પ્રકરણમાં કન્વેના ઉપરથી ફલિત થતી આર્યોની અિહિક જીવનપરાયણ પુરુષાર્થી, તેમ જ સાદી અને નિબંધન જીવનચર્યાનું તાદશ ચિત્ર રજૂ થયેલ છે. તેમ જ આર્યોને દેશના જે મૂળનિવાસીઓના સંપર્કમાં આવવું પડે છે તે મૂળનિવાસીઓને સ્પષ્ટ પરિચય આપવામાં આવ્યો છે. સિંધુસંસ્કૃતિના લેકે, દાવિડિયો અને કોલ, સંથાલ આદિ જને, જે બધા
આ દેશના આદિવાસીઓ, તેમનાં મૂળ સ્થાને કયાં હતાં અને શોધખોળે તે ઉપર શું અજવાળું નાખ્યું છે–વગેરે વિસ્તૃત પરિચય કરાવી લેખકે આ અને અનાર્યો એ બંને વર્ગ વચ્ચે થયેલ સંધર્ષ અને છેવટે થયેલ સમન્વયની પૂર્વભૂમિકા રજૂ કરી છે.
બીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યોનું મિલન, તેના પુરસ્કત કેણ કોણ હતા તે, સમન્વય માટે ચાલેલી ગડમથલે અને સધાયેલ સમન્વયનાં ઈષ્ટ પરિણામે- એ બધું સુરેખ રીતે દર્શાવવામાં આવ્યું છે.
પ્રકરણ ત્રીજામાં આર્ય-અનાર્યના એ સમન્વયકારી મિલનને પડઘો પાડતા રામાયણને લેખકે તલસ્પર્શી મનોરમ પરિચય કરાવ્યો છે. રામાયણના કર્તા વાલમીકિ કેળા લૂંટારા હતા, જ્યારે મહાભારતના કર્તા વ્યાસ એ પરાશર
ઋષિ અને માછણના કૃષ્ણવર્ણ પુત્ર હતા. આ બંને આર્ય-અનાર્યના મિલનના સૂચક છે, અને એમના ગ્રંથે પણ એ મિલન જ સૂચવે છે. સાચા અર્થમાં વ્યાસ અને વાલ્મીકિ ગમે તે હેય. કદાચ આર્યઅનાર્થનું મિલન સૂચવવા ખાતર જ એ બેની એવી જાતિઓ ગ્રંથકારે ચીતરી હેય, જેથી જાતિમદમાં ઝૂલતા આને ગર્વ ગળે ને દીનતામાં રાચનાર અનાર્યોને પાને ચઢે, તેમ જ રામાયણને અને મહાભારતને બધા એકસરખી રીતે સ્વીકારે વાલ્મીકિ પિતે અનાર્ય હોવાથી જ તેમણે અનાર્યના એક એક વર્ગની મદદ દ્વારા જ રામનો મહિમા વધ્યાની વાત ગાઈ છે. અનાર્યોની મદદ વિના રામ ન છતત, ન રામ બનત. એટલે એ સ્પષ્ટ છે કે જેણે ગ્રંથકાર તરીકે કાળી વાલ્મીકિને નિર્દેશ્યા તેને ઉદ્દેશ અનાર્યોનું બળ દર્શાવવાને, આર્યોને માન આપવાને અને એ રીતે બંનેનું અક્ય સાધવાને હતે.
મંદોદરી વિભીષણને પરણે, તારા દિયરને પરણે, રાવણ અને વિભીષણ
Page #4
--------------------------------------------------------------------------
________________
૭૧૪ ]
દર્શન અને ચિંતન જુદા પડે, સુગ્રીવ અને વાલી લડે ત્યારે રામબ્રાતાઓ અખંડ રહે–આ લક્ષણ કદાચ આર્ય-અનાર્યનું ભેદસૂચક હેય.ગ્રંથકારે આર્ય આદર્શ દર્શાવવા ગ્રંથ લખ્યો હેય ને તેમાં અનાર્ય વ્યવહાર કેવો છે એ સાથે સાથે દર્શાવી આર્યજીવનની સુરેખતા ઉપસાવી હેય. જે કવિ ખરેખર કેળી જ હોય તે તેને પિતાની જાતિમાં એટલે કે અનાર્યમાં રહેલા સડાને નિવારવાની દૃષ્ટિ હેવી જોઈએ. અને એ પણ કવિને વસેલું હશે કે આવડા મેટા દેશમાં બહારથી આવેલા આ છેવટે ફાવ્યા તે કૌટુમ્બિક એકતાને કારણે. એટલે એને પિતાની જાતિના કુસંપ અને સુદ્રવૃત્તિ ખટક્યાં હોય અને તેનું ચિત્ર પિતાની જાતના અને દ્વારા રજુ કર્યું હોય.
ચેથા પ્રકરણમાં બ્રાહ્મણયુગનું ચિત્ર છે. લેખકે ઐતરેય આદિ બ્રાહ્મણગ્રંથને આધારે દર્શાવ્યું છે કે ધીરે ધીરે સાદા યજ્ઞોમાંથી ખર્ચાળ અને આડંબરી મહાય કેવી રીતે વિકસ્યા. એ જ રીતે એ પણ દર્શાવ્યું છે કે પુરોહિતવર્ગની ક્ષત્રિય જેવા યજમાનવર્ગ ઉપર કેવી ધાક બેઠી અને તેઓ કેવા દક્ષિણાલુપ તથા મોજીલા બની ગયા. આની સામે કઈ રીતે ક્ષત્રિયોનો વિધવંટોળ ઊડ્યો અને પુરોહિતેની પકડમાંથી છૂટતાં તેઓએ ક્યા પ્રકારની નવસંસ્કૃતિના નિર્માણમાં ભાગ લેવા માંડ્યો, એ બધું લેખકે સાધાર દર્શાવ્યું છે. - પાંચમા પ્રકરણમાં મહાભારતને પરિચય આવે છે. રામાયણના પરિચય કરતાં આ પરિચય કાંઈક વિસ્તૃત છે, તે ગ્રંથનું કદ અને વિષયવૈવિધ્ય જોતાં
ગ્ય જ છે. “વેરથી વેર શમતું નથી' એવી તથાગતની વાણું “ધમ્મપદમાં માત્ર સિદ્ધાંતરૂપે રજુ થઈ છે, જ્યારે મહાભારતમાં એ સિદ્ધાંત અનેક કથા, ઉપકથા અને બીજા પ્રસંગો દ્વારા સુરેખ રીતે વ્યંજિત થયેલે છે, એટલે તે વાચકને પોતાના રસપ્રવાહમાં ખેંચ્યું જ જાય છે, ને જરાય કંટાળો આવવા દેતું નથી. બુદ્ધની એ વાણી અશકે એવું જીવન જીવી શિલાલેખોમાં મૂર્તિ કરી છે, જ્યારે મહાભારતમાં એ વાણી કવિની રસવાહી શૈલી દ્વારા તેમ જ અતિહાસિક, અર્ધ ઐતિહાસિક અને કાલ્પનિક કથા-પ્રસંગો દ્વારા મૂર્ત થઈ છે. આમ મહાભારત અને તથાગતને મૂળ સૂર એક જ છે કે જીતનારના હાથમાં છેવટે પસ્તાવો ને દુઃખ જ રહે છે.
લેખકે મહાભારતનો પરિચય આયમર્યાદાને ઉલટાવી નાખનાર યુદ્ધરૂપે આપેલ છે તે બરાબર છે. રામાયણ અને મહાભારતનાં કેટલાંક પાત્ર ઉપરથી જ આ અંતર સ્પષ્ટ થઈ જાય છે, જેમ કે રામ નિષ્ઠાવાન, તે યુધિષ્ઠિર તક જોઈ હું પણ બેલે; સીતા બધું હસતે મેઢે સહી લે, તે પતિભક્તા છતાં દ્રૌપદી પતિઓ અને બીજા વડીલેને પણ વાઘણની પેઠે ત્રાડી ઊઠી ઠપકે
Page #5
--------------------------------------------------------------------------
________________
વારસાનું વિતરણ
[ ૭૧૫
આપે; વિશ્વામિત્ર અને વસિષ્ણુ ગુરુપદને છાજે તેવું વર્તન તે વસ્ત્ર; જ્યારે દ્રોણ, કૃપાચાય આદિનુ અર્થ તેમ જ ક્ષત્રિયાનું દાસત્વ. મહાભારતમાં કૃષ્ણનું જે ચરિત્ર આલેખાયું છે તે, ને રણાંગણમાં ગીતાના ઉપદેશક તરીકે એની જે ખ્યાતિ છે તે, કૃષ્ણ પ્રત્યે ભક્તિ ઉપજાવ્યા વિના નથી રહેતાં. કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધમાં મહાસહાર માટે અર્જુનને ઉત્તેજે છે, ત્યારે જ સાથે સાથે એક ટિાડીનાં બચ્ચાંને અચાવવા અહિંસક સાધુ જેટલી કાળજી રાખે છે. મહાભારતમાં ગ્રંથકાર વૈશ્ય તુલાધાર જાજલિને ત્રાજવાની દાંડીથી સમતેલ રહેવાના ઉપદેશ આપે છે અને એક કર્તવ્યપરાયણ ગૃહસ્થ બ્રાહ્મણી, માબાપની સેવા છોડી કઠોર તપ તપેલ દુર્વાસા પ્રકૃતિના કૌશિક તાપસને ધર્મવ્યાધ દ્વારા પ્રાપ્ત ધર્મ છોડી વનમાં નીકળી જવા બદલ શીખ આપે છે. આવાં અનેક સુરેખ ચિત્રા આ પ્રકરણમાં છે.
*
છઠ્ઠા પ્રકરણમાં ઉપનિષદનું વાતાવરણ તાદશ આલેખતાં લેખકે જે તે વખતના વિચારણીય પ્રશ્નો મૂક્યા છે, તે ઉપનિષદના તત્ત્વજ્ઞાનને સમજવા માટે ચાવીરૂપ છે. એ પ્રશ્નો આ રહ્યા : ‘ યનેા શાશ્વત સુખ આપે છે ? દાન-તપ એ આપે છે ? આ સુખની ઇચ્છા એ શું છે? કાણે એ ઇચ્છાને જન્મ આપ્યા ? મૃત્યું શું છે ? પુનર્જન્મ છે ખરે ? કે વાયુ સાથે વાયુ ભળી ગયા પછી કશું રહેતું જ નથી ? ~, જગત ને ઈશ્વર વચ્ચે શા સબધ છે ? આવુ એકાકાર છે કે અલગ અલગ ? કાણુ આ રચે છે? કાણુ ભાંગે છે? શું છે આ બધી ભાંજગડ ? ' ઇત્યાદિ. આવા પ્રશ્નાના ચિંતનને પરિણામે પ્રકૃતિ અને દેવાની બ્રહ્માંડગત વિવિધતામાં એકતા જોવાની વેદકાલીન પ્રાચીન ભાવના પિડામાં એકતા જોવામાં પરિણમી કે જે ‘ તત્ત્વમસિ ’ જેવાં વાકયોથી દર્શાવવામાં આવી છે. આવા ભાવનાપરપાક કૂદકે કે ભૂસકે ભાગ્યે જ થઈ શકે. તેનું ખેડાણ સદીઓ લગી અને અનેક દ્રારા થયેલું છે. એ ખેડાણમાં ક્ષત્રિયવગ ને! ક્રાંતિકારી સ્વભાવ મુખ્ય ભાગ ભજવે છે, અને બ્રાહ્મણા પણ કેવા નવનવિદ્યા-તરસ્યા કે જેએ ગમે તેવા સંકટ વેડીને પણ વિદ્યા મેળવે. આનુ ઉદાહરણ નચિકેતા જેવાં અનેક આખ્યાને પૂરું પાડે છે.
તે કાળે યજ્ઞને મહિમા સરતા જતા હતા, છતાં સામાન્ય જનસમાજ ઉપર તેની પકડ હતી જ, એમ કહી લેખકે (૧) યજ્ઞને સહેલે માળે વળવું, પુસ્વાર્થ બાજુ પર રાખવા, (૨) બ્રાહ્મણ પુરાહિતાની સર્વોપરિતા, (૩) યજમાન પુરાહિત મનેનું પરસ્પરાવલ ભન, આદિ જે યજ્ઞયુગનાં ત્રણ પરિણામે સૂચિત કર્યાં છે તે થાય છે.
સાતમા પ્રકરણમાં શ્રમણધમના બે સમકાલીન આગેવાના મુદ્ અને
Page #6
--------------------------------------------------------------------------
________________
- ૭૧૬ ]
દર્શન અને ચિંતન મહાવીરનું ચિત્રણ છે. બુદ્ધ અને મહાવીરના આચારવિચારમાં મુખ્ય સામ્ય શું છે તે સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે અને બુદ્ધની જીવનકથા ઠીક ઠીક વિસ્તારપૂર્વક આપી તેનાં અનેક પાસાં દર્શાવવામાં આવ્યાં છે. ઉપનિષદના ‘વિચારમાં ક્ષત્રિયે હતા, પણ તેમને સંઘ અસ્તિત્વમાં આવ્યા જાણ્યા નથી;
જ્યારે બુદ્ધ અને મહાવીરના સં માત્ર અસ્તિત્વમાં જ ન આવ્યા, પણ તે દેશના અનેક ભાગોમાં અને દેશ બહાર પણ ફેલાયા, એનું શું કારણ? એ પ્રશ્ન ઉઠાવી લેખકે જે જવાબ આપે છે તે યથાર્થ છે. જવાબ એ છે કે બુદ્ધ અને મહાવીર પોતે સિદ્ધ કરેલ કરુણા અને અહિંસામૂલક આચારને સ્વપર્યાપ્ત ન રાખતાં સમાજવ્યાપી કરવાની વૃત્તિવાળા હતા અને તેથી જ તેમના સંઘોને અનાર્યો, આદિવાસીઓ તેમ જ ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર વગેરે અનેક વર્ગોને ટેકો મળી ગયે.
આઠમા પ્રકરણમાં ધ્યાન ખેંચે એવી મુખ્ય ચર્ચા એ છે કે ગણરાજ્યમાંથી મહારા કેવી કેવી રીતે અને કયા કારણથી અસ્તિત્વમાં આવ્યાં. મહારાજ્યના વિચારને મજબૂત પાયે નાખનાર ચાણક્ય કહેવાય છે. તેની ચકેર રાજનીતિનું દિગ્દર્શન તેના અર્થશાસ્ત્રના આધારે કરાવવામાં આવ્યું છે, જે ચાણક્યની અનુભવસિદ્ધ કુશળતાનું પ્રતિબિંબ પાડે છે. ચન્દ્રગુપ્ત પછી વધારે ધ્યાન ખેંચે એવી વ્યક્તિ છે અશક. તેને યુદ્ધવિજય ધર્મવિજયમાં કેવી રીતે પરિણમે, ને તે જોતજોતામાં ચેર કેવી રીતે પ્રસર્યો એનું હૃદયહારી વર્ણન લેખકે આપ્યું છે.
નવમા પ્રકરણમાં આર્યોએ આપેલ સંસ્કૃતિનાં અંગોને નિર્દેશ કરી તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તે અંગે આ છે :
(૧) અનેમાં એક જોવાની દ્રષ્ટિ અને અહિંસા. (૨) સ્ત્રી સન્માન. (૩) વર્ણાશ્રમવ્યવસ્થા. (૪) તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર કરવાની ટેવ.
દશમા પ્રકરણમાં વેદકાળથી માંડી બુદ્ધના સમય સુધીની વિવિધ રાજ્યપ્રણાલીઓનું નિરૂપણ છે, અને ત્યાર બાદ અંતમાં રાજકીય, ધાર્મિક તેમ જ આર્થિક જીવનની સુરેખ છબી આવે છે. જીવનનાં આ ત્રણે પાસાંમાં ગણ અને સંધનું તત્ત્વ મુખ્ય દેખાય છે. રાજ્યમાં ગણવ્યવસ્થા છે, ધર્મોમાં સંધવ્યવસ્થા છે અને ઉદ્યોગધધા આદિમાં નિગમ કે શ્રેણી-વ્યવસ્થા છે.
અગિયારમા પ્રકરણમાં હિન્દુસ્તાનની અંદર અને એની બહાર એશિયાના
Page #7
--------------------------------------------------------------------------
________________
વારસાનું વિતરણુ
[ sG•
ખૂણે ખૂણે ઔદ્ધ ભિક્ષુકાએ, શિલ્પીઓએ, વ્યાપારીઓએ અને રાજાએ વિવિધ રીતે વિસ્તારી,
વી રીતે, કેટલા પ્રમાણમાં તે કયાં કયાં સંસ્કૃતિ વિકસાવી તે અમર ખનાવી તેનું અદ્ન ચિત્ર છે.
અહીં' ફાહિયાન અને હ્યુએનસંગના સમયનું સંસ્કૃતિવિનિમયનું ચિત્ર છે, પણ્ ‘પૂરગ’માં કાહિયાન અને હ્યુએનસંગે કરેલ લાકસ્થિતિનું જેટલું વિસ્તૃત વન છે તેટલું અહીં નથી. તે હાત તો ભારે અસરકારક પુરવણી થાત.
બારમા પ્રકરણમાં અશ્વમેધપુનારયુગ'નું લગભગ સો વર્ષનું ચિત્ર. છે. મૌર્ય યુગ પછી જે પુરાહિતવસ્વના યુગ આવ્યો અને જેમાં બ્રાહ્મણ કે શ્રમણ બધા જ મુખ્યપણે પોતપોતાના ધર્મ પ્રસાર અને પ્રભાવ અર્થે રાજ્યાશ્રય તરફ વળ્યા અને છેવટે શ્રમણા ઉપર પુરાહિતાનું વર્ચસ્વ સ્થાપિત થયું તેનું ઐતિહાસિક ચિત્ર છે. બૌદ્ધસધની સિદ્ધિ અને નબળાઈ એક તેમ જ પુરાહિતવર્ગોની પણ સિદ્ધિઓ અને નબળાઈએ એ મધું વિશ્લેષ્ણુપૂર્વ ક લેખકે દર્શાવ્યું છે, અને શ્રમણુપ્રભાવ કરતાં પુરાહિતપ્રભાવ વધ્યા છતાં તેણે શ્રમણુપર’પરાના કયા કયા સદા અપનાવી લીધા અને નવા પૌરાણિક ધમ ને કુવા આકાર આપ્યા એ બધુ નિરૂપવામાં આવ્યુ છે.
શ્રમણ અને પુરાહિતવર્ગે પોતપાતાની ભાવના તેમ જ સંસ્કૃતિનાં વિવિધ અંગેાના પ્રસાર માટે જે હાડ શરૂ કરેલી તેનાં અનેકવિધ સુંદર અને સુંદરતમ પરિણામા આવ્યાં છે. એ પરિણામે વૈદક, ગણિત, ખગાળ, શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, સાહિત્ય, ભાષા, લિપિ આદિ અનેક રૂપમાં આવેલાં છે. તેનું લેખકે છેલ્લા પ્રકરણમાં પુરુષાર્થ પ્રેરક ચિત્ર રજૂ કર્યું છે અને છેવટે એ પુરુષાર્થાંમાં જે ઓટ આવી તે પણ સૂચવ્યું છે.
આ રીતે વેઃ પહેલાંના યુગથી માંડી મધ્યકાળ સુધીના કાળપટને સ્પર્શતાં સંસ્કૃતિચિત્રો લેખકે આધારપૂર્વક આલેખ્યાં છે.
અવનવી તેમ જ ચક-અરાચક ઘટના અને બનાવાના વર્ણન દ્વારા વિદ્યાર્થીઓના માનસને તૃપ્તિ આપવી એ જ ઇતિહાસના શિક્ષણનુ મુખ્ય પ્રત્યેાજન નથી; એવી તૃપ્તિ તે ચમત્કારી કિસ્સાએ દ્વારા અને બીજી ઘણી રીતે આપી શકાય; પણ ઋતિહાસશિક્ષણનું ખરું અને મૂળ પ્રયેાજન તો એ છે કે ભણનાર વિદ્યાર્થી એ દ્વારા પ્રત્યેક બનાવને ખુલાસે મેળવી શકે કે આ અને આવાં કારણાને લીધે જ એ બનાવ બનવા પામ્યા છે; તેની કાર્યાં. કારણભાવની સાંકળ સમજવાની શક્તિ સાચું ઇતિહાસશિક્ષણ એટલી હદ સુધી કેળવી શકે કે એવા વિદ્યાર્થી અમુક પરિસ્થિતિ જોઈ ને જ કહી શકે કે
Page #8
--------------------------------------------------------------------------
________________ 718 ] દર્શન અને ચિંતન આમાંથી આવું અને આ જ પરિણામ નીપજશે. ખરી રીતે ઈતિહાસશિક્ષણ જૂના અનુભવોને આધારે કેળવેલ કાર્યકારણભાવના જ્ઞાન દ્વારા માણસને સાચે પુરુષાર્થ કરવા પ્રેરે છે, અને ભૂતકાળની ભૂલથી બચી જવાનું જ્ઞાનસામર્થ પણ આપે છે. પ્રસ્તુત પુસ્તક એ માત્ર ઘટનાઓ કે બનાનું વર્ણન નથી કરતું, પણ દરેક ઘટના અને પરિણામની પૃષ્ઠભૂમિકામાં કેવી પરિસ્થિતિ હતી કે જેને લીધે તેવાં પરિણામ આવ્યાં, એવી કાર્યકારણભાવની શંખલા જોડતું એક સંકલિત નિરૂપણ છે. તેથી જ આ પુસ્તક ગુજરાતી એતિહાસિક સાહિત્યમાં એક ગણનાપાત્ર ફાળો ગણવું જોઈએ. લેખકે જે જે મુખ્ય સામગ્રીને આધારે પ્રકરણે લખ્યાં છે તે તે સામગ્રીને પ્રકરણવાર નિર્દેશ અંતમાં કર્યો છે, જેથી પિતાનું કથન કેટલું સાધાર છે એ વાચકને માલૂમ પડે અને વધારામાં જેઓ આ વિષયને મૂળગામી અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેઓને આવી સામગ્રીને પરિચય થાય. એકંદર શ્રી. મનુભાઈને આ પ્રયત્ન બહુ જ સફળ થયો છે, જેની પ્રતીતિ હરકોઈ વાચકને થયા વિના નહિ રહે. એમની ભાષા તે સિદ્ધહસ્ત ગુજરાતી લેખકની ભાષા છે, એ એમનાં લખાણ વાંચનાર સૌ કઈ જાણે છે. પણ એમનું જે વિશાળ વાચન છે, જે વિચારની સમૃદ્ધિ છે અને તેથીયે ચડી જાય એવું તેમનામાં જે મધ્યસ્થતાનું ને નિર્ભયતાનું બળ –એ બધું તેમના આ લખાણને ચિરંજીવી અને સર્વપ્રિય બનાવવા માટે પૂરતું છે. શ્રી. મનુભાઈ મેટ્રિક પણ નથી થયા અને છતાં એમણે જે વ્યવસ્થિત, સાધાર અને તર્કસંગત નિરૂપણું સમતોલપણે કર્યું છે, તે સૂચવે છે કે જેનામાં સહજ પ્રતિભા અને પુરુષાર્થને સુભગ બેગ હોય તે મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયનાં આંગણુમાં ગયા સિવાય પણ ધાય ફળે નિપજાવી શકે છે. જેઓને ગુજરાતી ભાષાની શક્તિ વિશે–અર્થપ્રકટન-સામર્થ્ય વિશે-ડી પણ શંકા હોય તેઓને આ પુસ્તક ખાતરી કરી આપશે કે વિદ્યાનાં વિવિધ ક્ષેત્રો ખેડવાની શક્તિ ગુજરાતી ભાષામાં કેટલી છે ! આ પુસ્તક વિનીત કક્ષાના વિદ્યાર્થીઓને અને શિક્ષકને પણ ઉપયોગી થઈ પડે તેવું છે. એકવાર વાંચવું શરૂ કરીએ કે પૂરું કર્યા સિવાય ઊઠવાનું મન ન થાય એવી સરસ રીલી હોવાથી તે હરકોઈ સંસ્કૃતિપ્રિય જિજ્ઞાસુને આકર્ષ્યા વિના નહિ જ રહે. * * શ્રી મનુભાઈ પંચોળી -- દર્શક’ના પુસ્તક “આપણે વારસો અને વૈભવની પ્રસ્તાવના,