________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થ૭ ઉત્તરાધ્યયનસૂત્ર સાથે કાલમાં સ્વજને બંધુતા બતલાવતા નથી. અર્થાત્ તે કર્મો તે પિતાને એકલાને જ ભેગવવાં પડે છે. (4-118) वित्तेण ताणं न लभे पमत्तो, इमम्मि लोए अदुवा परत्थ / दीवप्पणट्ठे व अणंतमाहे, णेआउअंदठुमदछमेव // 5 // वित्तेन त्राणं न लभते प्रमत्तः, अस्मिल्लेोके अथवा परत्र / दीपप्रणष्ट इव अनन्तमोहः, नैयायिकं दृष्ट्वा अदृष्ट्रवैव // 5 // અર્થ–પ્રમાદમાં ફસેલા જીવને આ જન્મમાં કે પરભવમાં ધન, પોતે કરેલ કર્મોથી રક્ષણ આપતું નથી. જેમ દીવાના બૂઝાઈ જવાથી જોયેલી વસ્તુ નહીં જોયેલી જ બની જાય છે, તેમ મિથ્યાજ્ઞાનરૂપ કે દ્રવ્યાદિ–મેહરૂપ અનંત-મેહ વાળે, સમ્યગદર્શનાદિરૂપ મેક્ષમાર્ગ મેળવનાર છતાં નહીં મેળવનારે જ બની જાય છે. અર્થાત્ ફક્ત ધન, સ્વરક્ષક નથી બનતું, એટલું જ નહીં પણ મુશ્કેલીથી મેળવેલ રક્ષણ હેતુ સમ્યગદર્શન વગેરેને પણ વિનાશ કરે છે. (પ-૧૧૯) सुत्तेसु आवी पडिबुद्धजीवी, न वीससे पडिअ आसुपन्ने। घोरा मुहुत्ताअबलं शरीरं, भारंडपक्खीव चरऽपमत्तो॥६॥ सुप्तेषु चापि प्रतिबुद्धजीवी, न विश्वसेत् पण्डित आशुप्रज्ञः। घोरा मुहूर्ता अबलं शरीर, भारण्डपक्षीव चरेदप्रमत्तः // 6 // અર્થ–ઘણું લેકે દ્રવ્યભાવથી સુષુપ્ત છતાં, વિવેકી જીવ ત્યાં સુધી દ્રવ્યભાવથી જાગૃતિવાળે રહે છે કે-મુહૂર્ત, દિવસ વગેરે કાલવિશેષે, નિરંતર પણ પ્રાણાવહારી હોઈ ભયંકર છે. વળી મૃત્યુદાયી મુહૂર્ત વગેરેને દૂર કરવાને કે For Private And Personal Use Only