Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. તેને ઉછેરવા સોંપે છે અને અગ્રહીતસંકેતા જેવી સખીને ભોળી મનાવે છે; મહાન ચક્રવતીને ચોરનો આકાર આપી વધ્યસ્થાનકે લઈ જતાં તેને સદાગમ પાસે લાવી તેની પાસે ચરિત્ર કહેવરાવે છે અને તેનું ચરિત્ર આઠમા પ્રસ્તાવ સુધી ચાલે છે. બીજા પ્રસ્તાવમાં સર્વથી નીચા નિગેાદ નામના વિભાગમાંથી નીકળી વિકાસક્રમમાં તેને મનુષ્યની ગતિ સુધી ઉપર લઇ આવે છે. એ રચનામાં નિગોદ વિગેરે સ્થાનોના અદ્ભુત વર્ણન આવે છે અને તે સર્વ શાસ્ત્રીલીને અનુરૂપ છે. ત્રીજા પ્રસ્તાવમાં એજ સંસારીજીવ રાજપુત્ર નંદિવર્ધન નામે થાય છે, તેના ઉપર ક્રોધ નામનો મનોવિકાર કેવું કાર્ય કરે છે અને પ્રાણાતિપાત–હિંસા તેને કેવી ભયંકર સ્થિતિમાં મૂકે છે તેનું લખાણ વર્ણન છે. એક મનોવિકાર અથવા દોષ પ્રાણીને કેટલો અધમ મનાવે છે તેનો વિસ્તારથી હેવાલ અત્ર આપ્યો છે. અંતર કથા તરીકે સ્પર્શેન્દ્રિયની આસક્તિ પ્રાણીને કેટલો ત્રાસ આપે છે અને તેનો ત્યાગ પ્રાણીને કેવી ઉચ્ચ સ્થિતિપર મૂકે છે તે પર બાળ મધ્યમ અને મનીષીની વાર્તા એક રાજપુરૂષના મુખમાં મૂકી છે. વિચારીને કાર્ય કરવાપર એક મિથુનયની કથા પણ કહી નાખી છે અને સ્પર્શનનું મૂળ શોધવા પ્રયત્ન કર્યો છે. એક પ્રસંગે ચાર પ્રકારના પ્રાણીઓપર વિસ્તારથી વિવેચન કર્યું છે અને ખાસ પ્રસંગને પ્રાપ્ત કરીને પ્રબોધનતિ નામના આચાર્યના મુખમાં ખાસ ઉ પદેશ મૂકયો છે. એમાં અનેક પાત્રો અને સ્થાનો આવે છે તે સર્વ ગૃઢાર્થ અને બહુ વિચારીને નિર્માણ થયેલાં જણાય છે. ક્રોધનાં ભયંકર પરિણામ–હિંસાના આકરા વિપાકો છેવટે કથાદ્વારા જ બતાવ્યા છે. આ બીજા અને ત્રીજા પ્રસ્તાવની કથાનો ઉપનય બતાવ્યો નથી, પણ મૂળ વાર્તા એટલી સારી રીતે કરી છે કે દરેક વાંચનાર પોતાની યોગ્યતાના પ્રમાણમાં તેની અંદર રહેલો ભાવાર્થ સમજી જ જાય છે. કથાના પ્રવાહમાં તણાતાં પણ ભાવાર્થે મગજપર અસર કર્યા વગર રહે તેમ નથી અને તેની અસર જેટલે દરજ્જે હૃદયપર થાય તેટલે અંશે આ કથાવાંચન સફળ છે. આજા અને ખાસ કરીને ત્રીજા પ્રસ્તાવથી અંતરંગ અને બાહ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 737