Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 12
________________ પ્રસ્તાવના. નાર કે શ્રોતાને તેમાં મજા આવતી નથી અને વિષય તદ્ન લુખ્ખો લાગે છે. આથી તેમણે કથાદ્વારા મનોવિકારો વર્ણવ્યા છે; અને સાથે એમણે અંદર એવા એવા પાત્રા રજુ કરી દીધા છે કે તેમનો કહેવાનો આશય તેઓ બહુ સારી રીતે વ્યક્ત કરી શક્યા છે. આધુનિક પદ્ધતિએ આપણે જેમ પ્રસ્તાવના અને ઉપોદ્ઘાત મોટા ગ્રંથમાં લખીએ છીએ તેમ તેમણે પણ કર્યું છે. આખા ગ્રંથમાં આ પ્રસ્તાવ રાખ્યા છે તે આઠ પ્રસ્તાવમાં આવનારી હકીકતનો ટુંકો સાર પ્રથમ કહી દીધો છે. આવા પ્રકારની ગ્રંથશૈલી આગમપ્રમાણયુક્ત છે તેમ મતાવ્યું છે. ગ્રંથભાષા સંસ્કૃત રાખવાનું કારણુ કહી દીધું છે અને સર્વ વાતનો મેળ આઠમા પ્રસ્તાવમાં મળી જશે એમ જણાવ્યું છે. આટલી પ્રસ્તાવના કરી પ્રથમ પ્રસ્તાવમાં પોતાનું ચરિત્ર કહ્યું છે અને તેના પ્રત્યેક શબ્દમાં રહેલ ઊંડો આશય ખતાવ્યો છે. આ સર્વ હકીકત કથાના ટુંકા સારમાં સાથે આપી છે તેથી અત્ર તેનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. અત્ર વક્તવ્ય એ છે કે તેઓએ આ રીતે આધુનિક પ્રદ્ધત્તિ પ્રમાણે ઉપોદ્ઘાત લખ્યો છે અને પોતાની લઘુતા પોતાને ‘નિપુણ્યક' તરીકે બતાવી જણાવી દીધી છે; સાથે તેઓશ્રીએ આ ગ્રંથને લાકડાની પેટીમાં મૂકવા યોગ્ય ગણાવ્યો છે એટલે સોના રૂપા કે ખીજી મૂલ્યવાન વસ્તુઓની પેટીને યોગ્ય ગ્રંથો તો પૂર્વાચાર્યચિત જ હોય એમ જણાવી દીધું છે. તેમના મનની કેટલી વિશાળતા હશે તે આ પ્રસંગે વિચારવા જેવું છે. આવો અપૂર્વ ગ્રંથ રચી જાહેરને અર્પણ કરતા તેઓ વાંચવા માટે આમંત્રણ કરે છે અને તે પણ તેમના ઉપર ઉપકાર કરવા સારૂ વાંચવા પ્રેરણા કરે છે. અહીં નમ્રતા ગુણ પરાકાષ્ઠાને પામે છે! પ્રથમ પ્રસ્તાવમાં આવી રીતે તેઓ પ્રસ્તાવના અને ઉપોઘાત પૂરા કરે છે. એની રચના ચોક્કસ પ્રકારની હોવાથી મારાથી તેના પ્રકરણો પાડી શકાયા નથી અને ઉપોદ્ઘાતને પ્રકરણ હોઈ શકે પણ નહિ. ખીજા પ્રસ્તાવમાં ખરી વાર્તા શરૂ થાય છે. કર્મપરિણામ રાજા અને કાળપરિણતિ દેવીને ચીતરી તેમને ત્યાં સુમતિ નામના પુત્રને ઉત્પન્ન કરે છે; પ્રજ્ઞાવિશાલા જેવી બુદ્ધિશાળી ધાત્રીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 737