Book Title: Updesh Sarita
Author(s): Nyayavijay
Publisher: Sevantilal Bhogilal Vohra

View full book text
Previous | Next

Page 12
________________ તેઓ શું કરી રહ્યા છે એની તેમને ગમ હોતી નથી, માટે તેઓ ખરી રીતે યાપાત્ર છે. અતઃ તેવાઓના ઉદ્ધત પ્રલાપ કે દૌર્જન્યપૂર્ણ વર્તન તરફ રોષ કર કે રાખવો ન ઘટે. તેમનું પણ ભલું જ ચાહીએ અને પરમાત્મા તેમને બુદ્ધિ આપે એવી જ ભાવના રાખીએ. વેરથી વેર વધે છે અને એનાં વહેણ ભવાન્તરમાં પણ સાથે આવે છે અને એની ભીષણ આગમાં અનેક જન્મ સુધી સળગતા રહી બહુ બહુ દુઃખોમાં પટકાવું પડે છે. ઉદાત્ત માનવતા (સાચી માણસાઈ) ક્ષમા–જલથી વેરને ધોઈ નાખવામાં જ છે. ધીર, ગંભીર, સહિષ્ણુ અને ઉદાર બની મનને મીઠું અને નિર્મળ રાખવામાં જ સાચો પુરુષાર્થ છે. એમાં જ કલ્યાણસાધનની કસોટી છે. ચિત્તની વિશુદ્ધિ, વ્યાપક મંત્રી અને પરોપકારશીલતા એ જ જાગ્રત અને સક્રિય અહિંસા છે, અને એ જ જીવનનું અમૃત છે એક દિવસે મવાનું છે જ, પછી શું કામ માણસ મહેન્મત્ત થઈ ફરે છે ? એ કેમ ધ્યાનમાં લેતે નથી કે દુરાચરણનો જવાબ જરૂર આપવો પડશે? દુઃખપ્રદ અને હિંસાત્મક વિચિત્ર વિકલ્પકલ્પનાની જાળમાં એ અટવાયેલું રહે છે, પણ એ કેમ સમજતો નથી કે કાળને ફટકે લાગતાં * Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Buratagyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 346