Book Title: Updesh Prasad Part_2 Author(s): Vijaylaxmisuriji Publisher: Surendrasurishwarji Jain Tattvagyanshala Ahmedabad View full book textPage 3
________________ અનંત ઉપકારી જ્ઞાની ભગવતેએ ભૂમાતિસૂક્ષ્મ પદાર્થોની પ્રરૂપણા કરી આપણા ઉપર અનહદ ઉપકાર કરેલ છે. સર્વ પદાર્થને સમજવા માટે જ અનુગની આવશ્યકતા જ્ઞાનિ ભગવતેએ કથન કરેલી છે, તે અનુગને સમજવા માટે જુદા જુદા શાસ્ત્રો સિદ્ધાંતો આપણી પાસે મોજુદ છે, જેમ કે, દ્રવ્યાનુયોગ સમજવા સંમતિક ચરણકરણાનુયોગ સમજવા આચારાંગાદિ ગણિતાનુગ સમજવા સૂર્ય પ્રજ્ઞપ્તિ-ચંદ્ર પ્રજ્ઞપ્તિ વિ. કથાનુયોગ સમજવા જ્ઞાતાધર્મ કાંગ–ઉત્તરાધ્યયન, વિવાક સૂત્ર આદિ. શ્રી ઉપદેશ પ્રાસાદ ગ્રંથમાં આ ચારે અનુગની પ્રાપ્તિ થાય છે. તે ખરેખર આ ગ્રંથની મુખ્ય વિશેષતા રહેલી છે. આપણા શાસનમાં ઉપદેશક ગ્રંથે ઘણા ઘણા રહેલા છે. શ્રી ધર્મદાસગણિ મ. વિરચિત ઉપદેશમાવા, સહસાવધાની આ. શ્રી. મુનિસુંદરસૂરિ મ. વિરચિત ઉપદેશરત્નાકર, શ્રી સેમધર્મગણિ કૃત ઉપદેશ સપ્તતિકા, શ્રી કુલ સાચ્ચણિ રચિત ઉપદેશસાર આદિ આદિ. ઉપરોકત ઉપદેશક ગ્રંથની અપેક્ષાએ આ.શ્રી. વિજય લક્ષ્મી સૂરિ મ. નિર્મિત શ્રી ઉપદેશ પ્રાસાદ વિસ્તૃત અને વધુ પદાર્થોની પ્રરૂપણા કરતે ગ્રંથ છે. આ મહાગ્રંથના ગ્રંથકાર મહર્ષિએ વિષયને અતિ સરળતાથી પ્રતિપાદન કરવામાં ખુબ જ કુશળતા વાપરી છે, કઠિનમાં કઠિન વાતને પણ આબાલવૃદ્ધ સમજી શકે તે માટે એકેએક વ્યાખ્યામાં શાસ્ત્રીય, લક્કિ કોત્તર દષ્ટાંતને ઉપયોગ કરે છે. સાથે સાથે દરેક વાતને અતિપુષ્ટ બનાવવા શાસ્ત્રપાઠો, આગમ સાક્ષીઓ પણ ઠેરઠેર જોવા મળે છે આથી આ ગ્રંથરત્નને શાસ્ત્ર-સિદ્ધાંત સંગ્રહ કહેવામાં શું અતિશયોક્તિ લાગશે ? Jain Education International 2010_05 For Private & Personal use only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 354