Book Title: Trishashtishalakapurushcharitammahakavyam Parva 10
Author(s): Hemchandracharya, Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ દયાનો પાલનહાર અને જૈન સાધુના સમાગમને પ્રભાવે વ્યક્તિગત રૂપમાં જૈન આચારનું પાલન અપનાવનાર કુમારપાળ, તેનો કુળધર્મ અને તેનો રાજધર્મ, શૈવ નહોતો, એવું પ્રતિપાદન આચાર્યે ક્યાંય કર્યું નથી. બલ્ક આચાર્ય જ તેને ભગવાન સોમનાથના તીર્થનો અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવા પ્રેર્યો છે તથા તેની પ્રાણપ્રતિષ્ઠાના મુહૂર્તમાં સ્વયં ઉપસ્થિત રહ્યા છે. જો આવી પ્રેરકતા છતાં આચાર્ય “જૈન” મટી જતા ન હોય, તો જૈન આચારનું પાલન કરનાર રાજવીનો કુળધર્મ “શૈવ” શી રીતે મટી જાય ? ટૂંકમાં, પરમ આહત હોવું એ પરમ માહેશ્વર હોવાનું વિરોધી નથી અને તેથી જ આવા વિવાદને કશો જ અવકાશ પણ નથી રહેતો. આપણે ત્યાં એક સ્થાપિત અને માન્ય ધારણા છે કે પુરાતાત્ત્વિક ઉત્નનનની વિદ્યા આપણે ત્યાં અંગ્રેજો લાવ્યા. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં તે ધારણા ખોટી પણ નથી. પરંતુ સૈકાઓ પહેલાં પણ ભારતમાં આવું ઉત્પનન થતું હશે તેનો એક ઐતિહાસિક પુરાવો આ મહાકાવ્યગ્રંથ દ્વારા આપણને સાંપડે છે. વાત એવી છે કે વીતભયપત્તન અર્થાત્ સિધુ દેશના રાજા પાસે, ભગવાન મહાવીરની, તેમના જીવનકાળ દરમિયાન જ નિર્મિત એવી એક કાષ્ઠપ્રતિમા હતી. તે કાળાંતરે, નગરીનો ધ્વંસ થતાં, ધરતીમાં દટાઈ ગઈ હતી. તે પ્રતિમા વિષે આચાર્યના મુખે સાંભળીને કુમારપાળના ચિત્તમાં તે મેળવવાની ઉત્કંઠા જાગી. તેણે પોતાના માણસોને સિન્ધ પ્રદેશમાં મોકલ્યા, અને ત્યાં ઉખ્ખનન કરાવીને તેણે તે પ્રતિમા, તથા તે પ્રતિમા–ચૈત્યના નિભાવ માટે ઉદાયન રાજાએ આપેલ દાનપત્ર (તામ્રપત્ર)- એ બન્ને વાનાં મેળવ્યાં. તે પ્રતિમાને તે પાટણ લાવ્યો, અને તેની પ્રતિષ્ઠા તેણે પોતે નૂતન ચૈત્ય બનાવીને તેમાં કરી. (પૂર્વ ૨૦, સ ૨૨, પ ૮૩-૮૪) પુરાતત્ત્વ ક્ષેત્રના વિદ્વાનોના કથન પ્રમાણે, પુરાતાત્ત્વિક ઉખનનનો આ સૌથી વધુ પ્રાચીન અને વિશ્વસનીય એવો સાહિત્યિક પુરાવો ગણાય. પ્રસ્તુત ગ્રંથ એ ઇતિહાસગ્રંથ પણ છે, એ વિધાનને સાચું ઠરાવવા માટે આનાથી વધુ પ્રબળ પ્રમાણ કયું શોધી શકાય ? ભગવાન વેદવ્યાસે મહાભારત રચ્યું ત્યારપછી, સંસ્કૃત જગતમાં એક ઉક્તિ, વાજબી રીતે જ, પ્રચલિત થઈ કે ‘વ્યાસ®ઈ નત્ સર્વમ્' જે પણ ઉત્તમ વર્ણન, અલંકાર, પ્રસ્તુતિ મહાભારતમાં છે, તેનું જ ઉપજીવન તે પછીના કવિઓ દ્વારા થયું છે; જે વ્યાસે નથી કહ્યું, તેવું - નવીન - કોઈ કહે - કહી શકે તે શક્ય જ નથી. પ્રા. મધુસૂદન મોદીએ કહ્યું છે તેમ, આ જ વાત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ને પણ સારી રીતે લાગુ પડે છે. શ્રીહેમચન્દ્રાચાર્યે પોતાની ઉત્તરાવસ્થામાં રચેલા આ ગ્રંથમાં, પોતાના સમગ્ર જીવનનો અર્ક ઠલવી દીધો છે. પોતાના જીવનના અંત સુધી પોતે કરેલા અધ્યયનનો નિચોડ આમાં એમણે ભરી દીધો છે. સરળ, પ્રસાદમધુર, ગંભીર અને ઓજસ્વી પ્રસ્તુતિ એ આ ગ્રંથની આગવી વિશેષતા છે. આમાં જીવનના ઉલ્લાસની વાતો છે, તો આત્મજ્ઞાનનો ઉજાસ પણ અહીં સાંપડે છે. ઋષભદેવ ભગવાનના લગ્નનું વર્ણન જુઓ તો ત્યાં લગ્નની સમગ્ર વિધિ-વર્ણના જડશે અને એ રીતે જીવનનો ઉલ્લાસ અનુભવાશે. એમાં ધવલમંગલ-ગીતો છે, તો ફટાણાં પણ સાંભળવા મળે છે. વર સાથે અણવરની પણ વાત ત્યાં થાય છે. તો એ જ ઋષભદેવના અધિકારમાં આગળ વધીએ તો તેમની ધર્મદેશના દ્વારા જીવનનું સાફલ્ય જન્માવતું તત્ત્વજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. સમગ્ર ગ્રંથમાં જયાં જ્યાં જિનસ્તુતિઓ છે અને ધર્મપ્રવચનો છે, ત્યાં એક વિશિષ્ટ અને વિશદ, કવચિત તો ઉપનિષદોની આભા ધરાવતી જ્ઞાનધારા કે તત્ત્વધારા વહેતી અવશ્ય અનુભવાય છે. સ્તુતિ અને દેશના એ બન્નેમાં પણ એક, સૂક્ષ્મક્ષિકાથી જ કળાય તેવી પ્રવાહિતા અથવા સળંગસૂત્રતા જોવા મળે છે. જો એ બન્ને બાબતોને મૂળ ગ્રંથમાંથી જુદી તારવીને અલગ ગ્રંથરૂપે યોજવામાં આવે, તો એક અખંડ વિષયની નિરૂપણા અવશ્ય મળે. સદ્ભાગ્યે આ બન્ને બાબતોનાં આવાં સંકલનો થયા છે : વીતર સ્તોત્ર વગેરે રૂપે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 280