Book Title: Trishashtishalakapurushcharitammahakavyam Parva 10 Author(s): Hemchandracharya, Shilchandrasuri Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 9
________________ બહુ ભય લાગે છે; માટે મને અનુમતિ આપો, તો વ્રત લઉં. રાજાના અત્યાગ્રહ છતાં અભય ન માન્યા, ત્યારે રાજાએ પ્રમોદપૂર્વક તેને દીક્ષા લેવા દીધી. (સર્ગ ૧૨, ૯૭-૧૦૨). તો સમગ્ર ગ્રંથમાં આવા તો ઘણા પ્રસંગો મળે છે જેમાં લોકમાન્યતામાં ચલણ પામેલા વૃત્તાન્તમાં અને આ ગ્રંથગત વૃત્તાન્તમાં મહત્ત્વપૂર્ણ કે નોંધપાત્ર તફાવત હોય અને પાછો તે તફાવત એટલે કે ગ્રંથગત વૃત્તાન્ત વધુ વાસ્તવિક, વધુ બુદ્ધિગમ્ય અને વધુ સુગ્રથિત હોય. સાર એ કે આવા ગ્રંથોના સ્વાધ્યાયનો આનંદ અનેરો જ હોય છે. આ ગ્રંથ રાજા કુમારપાળની પ્રાર્થનાથી હેમચન્દ્રાચાર્યે રચ્યો છે. લોકોક્તિ પ્રમાણે તેનું શ્લોકમાન ૩૬૦૦૦ ગણાયું છે. પણ ગણતરી કરતાં તેનું પ્રમાણ ૩૧૨૮૨ જેટલા શ્લોકોનું પ્રસ્થાપિત થયું છે. આ ગ્રંથની અનેક તાડપત્ર તેમજ કાગળ પર લખાયેલી સેંકડો પ્રતો ભારતમાં વિવિધ જ્ઞાનભંડારોમાં આજ પણ ઉપલબ્ધ છે. આ ગ્રંથનું સર્વપ્રથમ મુદ્રણ, ભાવનગરથી શ્રીજૈનધર્મ પ્રસારક સભા તરફથી, વિ.સં. ૧૯૬૫માં, બરાબર ૧૦૩ વર્ષ અગાઉ કરવામાં આવેલું. નિર્ણયસાગર પ્રેસમાં થયેલા આ પ્રકાશનનો લાભ સમગ્ર જૈન સંઘે તેમ સાહિત્યરસિક જગતે ભરપૂર લીધો છે. આ સભાએ આ મહાગ્રંથનો સુંદર ગુજરાતી અનુવાદ કરીને તેના પાંચ ભાગ પણ છાપ્યા છે, જેનાં પુનર્મુદ્રણ આજે પણ સતત થાય છે અને સમાજને ઉપયોગી બની રહ્યાં છે. વર્ષો બાદ આ ગ્રંથનું તાડપત્રીય પોથીઓના આધારે સંપાદન અર્થાતુ ગ્રંથની સમીક્ષિત વાચના, તેનાં પાઠાન્તરોની નોંધ સાથે, કરવાનું શ્રમસાધ્ય કાર્ય પૂજ્યપાદ પંજાબકેસરી આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી મ.ના શિષ્ય વિદ્વાન મુનિવર્ય શ્રીચરણવિજયજી મહારાજે આરંવ્યું હતું અને પહેલું પર્વ પ્રકાશિત કરેલું. તે પછી તેમનો કાળધર્મ થતાં તે કાર્ય આગમપ્રભાકર પૂજ્ય મુનિશ્રીપુણ્યવિજયજીએ હાથમાં લીધું. તેમના હાથે આના ૨-૩-૪ પસ્વરૂપ દ્વિતીય ભાગ પ્રકાશિત થયો. તે બન્નેનું પ્રકાશન ભાવનગરથી જ શ્રીજૈન આત્માનન્દ સભા દ્વારા થયું હતું. આ પછી એનાં બાકીનાં પર્વોનું - ભાગોનું કાર્ય પૂજ્ય. પં.શ્રી રમણીકવિજયજીએ હાથ ધરેલું. ૫ થી ૯ પર્વોની પ્રેસ કોપી, પાઠાન્તરોની નોંધ, અનેક ટિપ્પણો વગેરે સાથે તેમણે તૈયાર કરેલ. જેનો ઉપયોગ આ ગ્રન્થના ૩-૪ ભાગોમાં કરવામાં આવેલ છે. પણ તેનું પ્રકાશન તથા છેલ્લું - દશમું પર્વ તેમજ પરિશિષ્ટ પર્વ એ બેનું કાર્ય સાવ બાકી રહેતું હતું. આથી આ સમગ્ર ગ્રંથની એક શ્રેણી નવેસરથી પ્રકાશિત કરવાનો વિચાર, સં. ૨૦૪પમાં, કલિકાલસર્વજ્ઞની નવમી શતાબ્દીના વર્ષે ફુર્યો. તે સાથે જ તેની સામગ્રી એકત્ર કરવા માંડી. પ્રથમ - દ્વિતીય ભાગ આમ તો તૈયાર જ હતા; માત્ર અલભ્યપ્રાય હતા. છતાં તેના સંપાદનમાં ખંભાતની તાડપત્ર પ્રતનો ઉપયોગ નહોતો થયો. તેથી તેનો ઉપયોગ કરી, બહું થોડાંક પણ મહત્ત્વપૂર્ણ સંશોધનો તથા પાઠાન્તરો લઈને તેનું યથાવતુ પુનઃમુદ્રણ કરવામાં આવ્યું. ત્રીજા-ચોથા ભાગની પ્રેસકોપીમાં પણ ઘણા ફેરફારો કરવાના થયા. કેટલાક પાઠ ટિપ્પણમાં હતા પણ ઉપર લેવાયોગ્ય હતા, તે લીધા. ખંભાતની પ્રતોનો ઉપયોગ કરીને તેને વધુ સમૃદ્ધ કરવામાં આવી. ટિપ્પણીઓમાં સુધારા-ઉમેરા થયા. એ રીતે ૩-૪ ભાગમાં પ થી ૯ પર્વોનું પ્રકાશન, ૫. રમણીકવિજયજી તથા આ લેખકના નામથી કરવામાં આવ્યું. એ પછી વિવિધ, મુખ્યત્વે ખંભાત તથા પાટણ ભંડારની, તાડપત્ર પ્રતિઓના આધારે ૧૦મા પર્વનાં પાઠાન્તરો તથા ટિપ્પણો નોંધ્યાં. તેનું પ્રકાશન કરવામાં જરા વધુ વિલંબ થઇ ગયો છે છતાં, આજે તેનું પ્રકાશન થઈ રહ્યું છે તેનો આનંદ છે. પૂર્વમુદ્રિત આ ગ્રંથમાં ઘણી ક્ષતિઓ હતી, તે આ સંપાદન દરમ્યાન ધ્યાન પર આવતી રહી અને શક્ય હદે સુધારા થતા ગયા છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 280