Book Title: Trishashtishalakapurushcharitammahakavyam Parva 10
Author(s): Hemchandracharya, Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
१०
આ ગ્રંથની આ સમીક્ષિત વાચનાના પ્રકાશનમાં વીતેલાં વર્ષોના ગાળામાં પ્રસારકસભાવાળા પ્રથમ પ્રકાશનના આધારે ગ્રંથના બધા ભાગો, કોઈ કોઈ હાથપોથીઓના આધારે સંપાદિત કરેલ કોઈ કોઈ ભાગ, અનેક મુનિવરોએ પ્રકાશિત કરાવેલ છે. તેનો અર્થ એટલો જ થાય કે આ મહાગ્રંથ જૈન સંઘમાં આજે પણ વ્યાપકપણે માન્ય તથા ઉપાદેય.
ગ્રંથનો આ પાંચમો વિભાગ છે. દરેક ભાગમાં વિવિધ પરિશિષ્ટો તૈયાર કરી મૂકવામાં આવ્યા છે, જેનાથી આની ઉપયોગિતા વધશે તેવી શ્રદ્ધા છે. આ સમગ્ર કાર્યમાં મારા સાથી મુનિરાજોએ મને અનેક રીતે ઉપયોગી સહાયતા આપી છે, જેની નોંધ લેવી જોઇએ.
એક આનુષંગિક વાત : આચાર્યશ્રીએ દરેક સર્ગનો છેલ્લો શ્લોક જુદા છંદમાં મૂક્યો હોય છે. દેશમાં પર્વમાં ત્રીજા સર્ગનો છેલ્લો દર૭મો શ્લોક ક્યા છંદમાં છે તે શોધવા માટે છંદોગ્રંથ તપાસવાના થયા, તો જાણવા મળ્યું તેમ આ શ્લોકનો છંદ પત્નિ નામે મીત્રીસમ છંદ છે. અન્ય સર્ગોના છંદો તો લગભગ જાણીતા જ છે.
અંતમાં, આ કાર્ય માટે હાથે થાય, અને વેલાસર થાય, તેવી તીવ્ર ભાવના મારા પૂજયપાદ ગુરુભગવંતની ૨૦૪૫ના વર્ષથી હતી. એ ભાવના, આજે તેમની અનુપસ્થિતિમાં, મોડે મોડે પણ પૂરી થઈ શકે છે તેનો આનંદ છે. આ ગ્રંથ તેમની પુણ્ય સ્મૃતિમાં અર્પણ કરવાપૂર્વક તેમને અંજલિ આપતો વિરમું છું.
–શીલચન્દ્રવિજય
સં. ૨૦૬૮, અષાડ શુદિ ૧૦
ભાવનગર
આર્થિક સહયોગ
આ ગ્રંથના પ્રકાશનમાં શ્રી મહાવીર જૈન શ્વે.મૂ.પૂ.સંઘે (ઓપેરા સોસાયટી, પાલડી, અમદાવાદ) પોતાના જ્ઞાનદ્રવ્યમાંથી ઉદાર અને સંપૂર્ણ આર્થિક સહયોગ આપેલો છે
તે શ્રીસંઘની જ્ઞાનભક્તિની ઘણી ઘણી અનુમોદના કરીએ છીએ.
LOCAL