SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ १० આ ગ્રંથની આ સમીક્ષિત વાચનાના પ્રકાશનમાં વીતેલાં વર્ષોના ગાળામાં પ્રસારકસભાવાળા પ્રથમ પ્રકાશનના આધારે ગ્રંથના બધા ભાગો, કોઈ કોઈ હાથપોથીઓના આધારે સંપાદિત કરેલ કોઈ કોઈ ભાગ, અનેક મુનિવરોએ પ્રકાશિત કરાવેલ છે. તેનો અર્થ એટલો જ થાય કે આ મહાગ્રંથ જૈન સંઘમાં આજે પણ વ્યાપકપણે માન્ય તથા ઉપાદેય. ગ્રંથનો આ પાંચમો વિભાગ છે. દરેક ભાગમાં વિવિધ પરિશિષ્ટો તૈયાર કરી મૂકવામાં આવ્યા છે, જેનાથી આની ઉપયોગિતા વધશે તેવી શ્રદ્ધા છે. આ સમગ્ર કાર્યમાં મારા સાથી મુનિરાજોએ મને અનેક રીતે ઉપયોગી સહાયતા આપી છે, જેની નોંધ લેવી જોઇએ. એક આનુષંગિક વાત : આચાર્યશ્રીએ દરેક સર્ગનો છેલ્લો શ્લોક જુદા છંદમાં મૂક્યો હોય છે. દેશમાં પર્વમાં ત્રીજા સર્ગનો છેલ્લો દર૭મો શ્લોક ક્યા છંદમાં છે તે શોધવા માટે છંદોગ્રંથ તપાસવાના થયા, તો જાણવા મળ્યું તેમ આ શ્લોકનો છંદ પત્નિ નામે મીત્રીસમ છંદ છે. અન્ય સર્ગોના છંદો તો લગભગ જાણીતા જ છે. અંતમાં, આ કાર્ય માટે હાથે થાય, અને વેલાસર થાય, તેવી તીવ્ર ભાવના મારા પૂજયપાદ ગુરુભગવંતની ૨૦૪૫ના વર્ષથી હતી. એ ભાવના, આજે તેમની અનુપસ્થિતિમાં, મોડે મોડે પણ પૂરી થઈ શકે છે તેનો આનંદ છે. આ ગ્રંથ તેમની પુણ્ય સ્મૃતિમાં અર્પણ કરવાપૂર્વક તેમને અંજલિ આપતો વિરમું છું. –શીલચન્દ્રવિજય સં. ૨૦૬૮, અષાડ શુદિ ૧૦ ભાવનગર આર્થિક સહયોગ આ ગ્રંથના પ્રકાશનમાં શ્રી મહાવીર જૈન શ્વે.મૂ.પૂ.સંઘે (ઓપેરા સોસાયટી, પાલડી, અમદાવાદ) પોતાના જ્ઞાનદ્રવ્યમાંથી ઉદાર અને સંપૂર્ણ આર્થિક સહયોગ આપેલો છે તે શ્રીસંઘની જ્ઞાનભક્તિની ઘણી ઘણી અનુમોદના કરીએ છીએ. LOCAL
SR No.001459
Book TitleTrishashtishalakapurushcharitammahakavyam Parva 10
Original Sutra AuthorHemchandracharya
AuthorShilchandrasuri
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2012
Total Pages280
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy