Book Title: Trishashtishalakapurushcharitammahakavyam Parva 10 Author(s): Hemchandracharya, Shilchandrasuri Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad View full book textPage 5
________________ प्रस्तावना ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત મહાકાવ્ય' એ શ્રીહેમચન્દ્રાચાર્યની ઐતિહાસિક અને પૌરાણિક ઉભય પ્રકારની ગણી શકાય તેવી મહાન રચના છે. આ રચના તેમને મહર્ષિ વેદવ્યાસ અને વાલ્મિકીની પંક્તિમાં મૂકી આપે છે. અનુષ્ટ્ર, છંદમાં રચાયેલા આ મહાન કાવ્યગ્રંથનું ઐતિહાસિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક દૃષ્ટિએ, સમીક્ષાત્મક તથા તુલનાત્મક અધ્યયન, વિસ્તારથી તેમજ ઊંડાણથી થવું જોઈએ. એવા એકાધિક અધ્યયનો થયા પછી જ ખ્યાલ આવે કે આ ગ્રંથમાં કેવી અને કેટલી માતબર સામગ્રી આચાર્ય ભરી છે ! આ ગ્રંથમાં મહાકાવ્યમાં હોવા ઘટતાં સર્વ લક્ષણો જોવા મળે છે. શ્રી ઋષભદેવ વગેરે પુરાણપુરુષોનાં વિસ્તૃત ચરિત્રોને વર્ણવતો હોવાને કારણે આ ગ્રંથ “જૈન પુરાણ” તરીકે ઓળખાય તેમ છે; તો ભગવાન મહાવીરસ્વામી અને મયના વિવિધ રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, સામાન્યજનોના વિશિષ્ટ વૃત્તાંતો તથા પ્રસંગો વર્ણવતો હોવાને કારણે તેને “જૈન ઇતિહાસ ગ્રંથ' તરીકે પણ ઓળખી શકાય તેમ છે. આમ, એક જ મહાકાવ્યમાં પુરાણ તથા ઇતિહાસ - એમ બન્ને પ્રકારનાં લક્ષણો ધરાવતો હોય તેવો આ એકમાત્ર વિલક્ષણ ગ્રંથ છે. આ ગ્રંથ ગુજરાતમાં રચાયો છે. તેના સર્જક એક ગુજરાતી વણિક સાધુ છે. વળી, તે ગુજરાતના રાજવીની વિજ્ઞપ્તિથી પ્રેરણાથી રચાયો છે. ગુજરાતનું આ અસાધારણ ગૌરવ છે, એમ નિઃસંકોચ કહી શકાય. કુમારપાળ એ ગૂર્જર રાષ્ટ્રનો એક અસામાન્ય પરાક્રમી અને વિજેતા સમ્રાટ છે. એણે ૧૮ દેશો પર પોતાનું સામ્રાજ્ય પ્રસરાવેલું, એમ આપણે સાંભળતા રહ્યા છીએ. પ્રસ્તુત ગ્રંથમાં કુમારપાળના શાસન વિષે અધિકૃત નોંધ મળે છે તે જોઈએ : “નિષ્ણુદ્રિ-શા-મસ્તિવ-મહારાષ્ટ્ર-ડુપરાતં વન્ | સિજૂનચતમાંશ સુવિષયાનું ઢોર્વીર્યશસ્યા હરિ: ” અહીં તેણે જીતેલા દેશો કે પ્રદેશોનાં નામો પરથી તેના પરાક્રમનો તેમજ તેના સામ્રાજ્યના વ્યાપનો આપણને અંદાજ સાંપડે છે. તો આ જ પદ્યમાં એક મહત્ત્વપૂર્ણ વિશેષણ, કુમારપાળ માટે, આચાર્યે પ્રયોજ્યું છે તે પણ ધ્યાનાર્ડ છે. આચાર્યે તેને “વૌલુક્ય: પરમાર્ણત:” એમ વર્ણવ્યો છે. એક એવો વિવાદ ક્યારેક અચાનક જગાડવામાં આવે છે કે કુમારપાળનો કુલધર્મ તો “શૈવ હતો. તે “પરમ માહેશ્વર' હતો. તેના ઉપલબ્ધ દાનશાસન અથવા અભિલેખોમાં પણ તેને “પરમ માહેશ્વર' તરીકે જ વર્ણવવામાં આવ્યો છે. તો તે પરમ આહત કેવી રીતે હોઈ શકે ? મને લાગે છે કે આ ‘પરમ આહ’ શબ્દમાં જ આ વિવાદનો ઉકેલ તથા ઉત્તર છે. આચાર્યું ક્યાંય રાજાને પરમ જૈન” તરીકે ઓળખાવ્યો નથી; કે ક્યાંય તેનો કુળધર્મ ‘શૈવધર્મ' નથી પણ “જૈન ધર્મ' છે તેવું વિધાન/પ્રતિપાદન કર્યું નથી. “આહંત' શબ્દનું મૂળ “અહેતુ છે. તેનો સીધો અનુબંધ “કરુણા' અથવા ‘દયા’ સાથે છે. રાજાના મૂળભૂત ક્ષાત્ર-સ્વભાવમાં સહેજે વણાયેલી ક્રૂરતાને નિવારીને, તેના સ્થાને, આચાર્યના સમાગમે, ‘દયા’ની પ્રતિષ્ઠા કરી, અને તે રીતે તથા તે કારણે રાજા “આઉત’ બન્યો – એવો સંકેત આ શબ્દ દ્વારા આપણે તારવવો ઘટે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 280