Book Title: Tirth Saurabh Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 2
________________ પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજી: વ્યક્તિત્વ અને કૃતિત્વ તા. ૨-૧૨-૧૯૩૧નાં રોજ અમદાવાદ મુકામે વૈષ્ણવ કુટુંબમાં આ બાળકનો જન્મ થયો. બાળપણથી. જ આ બાળકમાં પૂર્વસંસ્કારયોગે નિત્ય પ્રભુદર્શન, ભજનકીર્તન તથા એકાન્તચિંતન આદિ પ્રવૃત્તિઓ દષ્ટિગોચર થતી હતી. ૧૯૪૨ ના સ્વાતંત્ર્યસંગ્રામની પ્રવૃત્તિઓની એક બાજુ અસર ચાલુ થઈ હતી તો બીજી બાજુ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની પરીક્ષાઓ આપવાની પ્રેરણા તેમના શિક્ષક આર્ય સાહેબ તરફથી મળતી. આ અરસામાં, ૧૯૪પના પ્રારંભમાં, લગભગ પંદર વર્ષની ઉંમરથી અમદાવાદના યોગસાધન આશ્રમમાં નિયમિત ભક્તિસત્સંગનો લાભ લેવાનું ચાલુ થયું અને સાથે સાથે ધનિષ્ટ સવાંચન તથા સત્સંગવૃદ્ધિ પણ ચાલુ રહ્યા. ઈ.સ. ૧૯૫૪ સુધીમાં, ભારતના તત્કાલીન પ્રસિદ્ધ સંતો સર્વ શ્રી રામદાસ સ્વામી, શ્રી શિવાનંદ સરસ્વતી, શ્રી આનંદમૈયા, શ્રી મનુવર્યજી મહારાજ આદિના પ્રત્યક્ષ સમાગમનો, તેમજ જૈન સોસાયટીના પયુષણના પ્રવચનો સાંભળવાનો પ્રત્યક્ષ લાભ મળ્યો. વળી આ અરસામાં સગ્રંથોના વાંચન-મનનનું જાણે કે તેના જીવનમાં પૂર આવ્યું હોય તેમ શ્રી જ્ઞાનેશ્વરી ગીતા, એકનાથ ભાગવત, શ્રી રામકૃષ્ણ કથામૃત, મુખ્ય ઉપનિષદો અને મધ્યયુગીન સંતોના વિસ્તૃત ભક્તિ-જ્ઞાન-સાધના સભર પ્રેરક સાહિત્યના ડઝનબંધ ગ્રંથોના અવલોકન દ્વારા , અધ્યાત્મપ્રેરક પાથેય, પ્રચુર માત્રામાં અને ધનિષ્ટપણે તેમના જીવનમાં વણાઈ ગયું. એમ. બી. બી. એસના અભ્યાસના ચોથા વર્ષના દિવાળી વેકેશનમાં, એટલે કે ૧૯૫૪ના ઓકટોબરમાં, એમ. જે. લાયબ્રેરીમાંથી તેમના હાથમાં કુંદકુંદાચાર્યના ત્રણ રત્નો એ પુસ્તક આવ્યું. આ પુસ્તકે જાણે કે તેમના ભવાંતરોના સુસંસ્કારોને ઝંકૃત કરી દીધા જેના ફળરૂપે તેમના જીવનની વિચારષ્ટિ પર એક અવિસ્મરણીય પ્રભાવ પડયો અને તેમની વિચારધારા એક જુદી જ દિશામાં વહેવા લાગી. આમાં વળી ૧૯૫૭માં શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનો સુયોગ પ્રાપ્ત થતાં આધ્યાત્મિક જીવન જીવવા માટેની કેટલીક ઉત્તમ અને વ્યવહારૂ કૂંચીઓ તેમને ઉપલબ્ધ થઈ. ત્યાં સુધીમાં તો એમ.બી.બી.એસ.ની પરીક્ષા આવી અને પસાર થઈ ગઈ હતી. ૧૯૫૬ સપ્ટેમ્બરથી ૧૯૬૧ ઓગષ્ટ સુધીના સમય દરમ્યાન તેઓ ખોપોલી (મહારાષ્ટ્ર)માં, મુંબઈની જે.જે. હોસ્પીટલમાં તથા માણસા (જિ.ગાંધીનગર)ની ગોકળદાસ હોસ્પીટલમાં પોતાની ફરજ બજાવવાની સાથે સાથે સતત અનેક ગ્રંથોના ગહન અધ્યયન, આલેખન, મનનમાં પરોવાઈ જતાં. આ સમયગાળામાં તેઓએ અધ્યયન કરેલાં ગ્રંથોમાં મુખ્યમુખ્ય ગ્રંથો નીચે પ્રમાણે હતાં. (૧) શ્રી સમયસાર (૨) શ્રી પ્રવચનાર (૩) શ્રી પંચાસ્તિકાય. (૪) શ્રી નિયમસાર (૫) શ્રી યોગષ્ટિસમુચ્ચય (૬) શ્રીમદ્ રાજચંદ્ર (૧૧) શ્રી રત્નકરંડ શ્રાવકાચાર (૭) શ્રી શાંતસુધારસ (૧૨) શ્રી યોગબિન્દુ (૮) શ્રી ધર્મામૃત | (૧૩) શ્રી સમાધિશતક (૯) શ્રી સ્વામીકાર્તિકયાનું પ્રેક્ષા (૧૦) શ્રી જ્ઞાનાર્ણવ આદિ અનેક... ભારતભરના અનેક આધ્યાત્મિક સામાયિકો, જે મુંબઈના ગુલાલવાડી, કાલબાદેવી તથા ભૂલેશ્વરના મંદિરોમાં નિયમિતપણે આવતાં, તે સર્વેનું આઘોપાત્ત વાંચન સારી રીતે થતું. આ માધ્યમથી સમસ્ત ભારતમાં જૈનધર્મને લગતી વિવિધ પ્રવૃત્તિઓથી તેઓ સારી રીતે માહિતગાર બનતા રહેતા. ગૃહસ્થધર્મમાં પ્રવેશ અને વિશેષ અભ્યાસ અર્થે વિદેશગમના ઈ.સ. ૧૯૬૦માં પેથાપુર (જિ. ગાંધીનગર) ના શેઠશ્રી શંકરલાલ નાથાલાલ ખત્રીના સુપુત્રી (ડૉ.) શર્મિષ્ઠાબેન સાથે તેમના લગ્ન થયાં. શર્મિષ્ઠાબેન તે સમય દરમ્યાન સેકન્ડ એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થિની હોઈ તેઓ તેમના અભ્યાસાર્થે ઘણું ખરું ઈન્દોર જ રહેતાં. મુંબઈના જે.જે. હોસ્પિટલના નિવાસ દરમ્યાન ઘણાં મિત્રો તેમને અનુસ્નાતક અભ્યાસ માટે વારંવાર આગ્રહ કરતાં. તેમાંનાં કેટલાકે ઈગ્લેન્ડ પહોંચીને તેમને તે અર્થે વિશેષ પ્રેરણા કરી, જેના ફળસ્વરૂપે સપ્ટેમ્બર ૧૯૬૧માં તેઓ લંડન જવા રવાના થયા. અહીં તેઓએ M.R.C.P. તથા D.T.M. & H. ની ડીગ્રીઓ પ્રાપ્ત કરી. આ દરમ્યાન ૧૯૬૩ના ડિસેમ્બરમાં ડૉ. શર્મિષ્ઠાબેન પણ વધુ અભ્યાસાર્થે ઈંગ્લેન્ડ આવ્યા. અને D. obst. R.C.O.G. ની ડિગ્રી પ્રાપ્ત કરી. ૧૯૬૫ના અંતે આ દંપતિનો અનુસ્નાતક અભ્યાસ પુરો થતાં થોડા જ સમયમાં તેઓએ ભારત આવવાનો નિર્ણય લીધો અને જુન ૧૯૬ માં સ્વદેશ પાછા ફર્યા. grational Por carers use only aly.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 202