Book Title: Tattvartha Sutra Author(s): Ram Manekchand Doshi Publisher: Kanjiswami Smarak Trust Devlali View full book textPage 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મુરબ્બી શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી વકીલનું સંક્ષિપ્ત જીવન-વૃત્તાંત આપણે તેમને “બાપુજી” તરીખે ઓળખીયે છીએ. પૂ. ગુરુદેવની બાપુજી પ્રત્યે અમીભરી કૃપાદૃષ્ટિ હતી. પૂ. ગુરુદેવ બાપુજીને વાત્સલ્ય ઝરતાં મધુર શબ્દોમાં “ભાઈ ” તરીકે સંબોધતા. બાપુજીનું સાંસારિક જીવન પ્રતિભાશાળી, ઉત્તમનીતિવાળું, પ્રમાણિક અને નીડર હતું. એ બ્રીટીશ જમાનાના અંગ્રેજી ન્યાયાધીશોને “ધોળે દિવસે તારા” દેખાડનારા વકીલ તરીકે પ્રખ્યાત હતા. તેમનું ધાર્મિક જીવન સંધર્મ પ્રત્યે અતિચિવંત અને અસીમ ગુરુભક્તિવાળું છે. સોનગઢની સર્વ પ્રવૃત્તિઓના જન્મદાતા, પોષક અને વર્ધક પિતા તરીકે બાપુજીનું નામ સુવર્ણપુરીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. પૂ. બાપુજી અનેક વર્ષોથી સર્વાર્પણપણે ગુરુભક્તિથી સૂક્ષ્મપણે શાસ્ત્રઅવગાહન કરીને અને સહૃદયપણે નિઃસ્વાર્થ સેવા પૂ. ગુરુદેવની તપોભૂમિ સોનગઢમાં આપી રહ્યા છે. તેઓએ નીતિમત્તા, ઉદારતા, સાદાઈ, નીડરતા, સજ્જનતા, આત્માર્થિતા, ઉધમ પરાયણતા, ધર્મશ્રદ્ધા, વિદ્વતા, ગુરુચરણ ઉપાસના, પિતાતુલ્ય વાત્સલ્યતા એવા અનેક ગુણોથી મુમુક્ષુજનોનાં હૃદય જીતી લીધાં છે. આજે તેઓ ૧૦૩ માં જન્મ દિવસમાં પ્રવેશ કરે છે. તેમણે “મોક્ષશાસ્ત્ર” અથાગ મહેનત લઈને ઘણા વરસો પહેલાં બનાવેલું, તેની ચોથી આવૃત્તિનું પ્રકાશન આજે કરતાં અમને અતિ આનંદ થાય છે. પૂ. બાપુજી આપણી વચ્ચે ઘણા વરસો સુધી રહે અને ધાર્મિક ઉન્નત્તિના ઉત્તમ ઉદાહરણ તરીકે આપણને સૌને પ્રોત્સાહન આપતા રહે તે જ અમારી પ્રાર્થના છે. શ્રી રામજીભાઈ વકીલ શતાબ્દી સ-સાહિત્ય ટ્રસ્ટ વતી -ટ્રસ્ટીઓ Please inform us of any errors on rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 710