Book Title: Tattvartha Sutra Author(s): Ram Manekchand Doshi Publisher: Kanjiswami Smarak Trust Devlali View full book textPage 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમી આવૃત્તિ સબંધમાં પ્રકાશકીય નિવેદન આ શાસ્ત્રની ગુજરાતી ટીકાની ચોથી આવૃત્તિ ૧૨00 પ્રતિ લગભગ છ વર્ષ પહેલાં શ્રી રામજીભાઈ વકીલ શતાબ્દી સત્-સાહિત્ય ટ્રસ્ટ તરફથી છપાયેલ જે થોડા જ વખતમાં ખલાસ થઈ ગઈ. જૈન ધર્મના ચારેય ફીરકાઓ ને માન્ય એવું આ “ તત્ત્વાર્થ સુત્રની ટીકા” પુસ્તક ની એક પણ પ્રત ઉપલબ્ધ ન હોવાથી અને ધણી જ માંગ હોવાથી પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ દેવલાલીના ટ્રસ્ટીઓએ આ પુસ્તક છપાવવાનું નક્કી કર્યું અને મુ. શ્રી નેમચંદકાકા તથા શ્રી રમેશ ભાઈ એ સભામાં આ પુસ્તકની ઉપયોગીતા વિષેની વાત કરી અને લોકોએ એ જ વખતે પૂસ્તકની કિંમત ઘટાડવા માટે સુંદર પ્રતિસાદ આપ્યો. ડૉ. ભારીલ જેઓ તે વખતે દેવલાલી હતા તેમણે સુચન કર્યું કે જયપુર છપાવશો તો ધણું સસ્તુ પડશે. તેથી આ પુસ્તકની છપાવવાની જવાબદારી ભાઈશ્રી અખીલ બંસલને સોંપી અને તેમણે સહર્ષ સ્વીકારી આ પૂસ્તક થોડા સમયમાં છપાવી આપ્યું તે બદલ સંસ્થા તેમની આભારી છે જે જે ભાઈ–બહેનોએ આ પુસ્તકની કિમત ઘટાડવા માટે આર્થિક સહ્યોગ કર્યો છે. તેમનો સંસ્થા અત્યંત આભાર માને છે. તેમના સહયોગ વગર આટલું જલ્દી કામ થાત નહિ. શ્રી રામજીભાઈ વકિલ શતાબ્દી સત્ સાહિત્ય ટ્રસ્ટનો પણ પુરો સહકાર મળ્યો છે જે બદલ ટ્રસ્ટ તેમનો પણ આભાર માને છે. જયપુરના પ્રેસે જલ્દીથી કામ સુંદરરીતે કરી આપ્યું તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ લી. ટ્રસ્ટીગણ પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ દેવલાલી Please inform us of any errors on rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 710