________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૦] એ ત્રણેની એકતાને મોક્ષમાર્ગ તરીકે જણાવીને પછી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું વિવેચન કર્યું છે. બીજા અધ્યાયમાં પ૩ સૂત્રો છે, તેમાં જીવતત્ત્વનું વર્ણન છે. જીવના પાંચ અસાધારણ ભાવો, જીવનું લક્ષણ તથા ઇન્દ્રિય, યોનિ, જન્મ, શરીરાદિ સાથેના સંબંધનું વિવેચન કર્યું છે. ત્રીજા અધ્યાયમાં ૩૯ સૂત્રો છે તથા ચોથા અધ્યાયમાં ૪૨ સૂત્રો છે. આ બન્ને અધ્યાયોમાં સંસારી જીવને રહેવાનાં સ્થાનરૂપ અધો, મધ્ય અને ઊર્ધ્વ એ ત્રણ લોકનું વર્ણન છે અને નરક, તિર્યંચ, મનુષ્ય તથા દેવ એ ચાર ગતિઓનું વિવેચન છે. પાંચમા અધ્યાયમાં ૪૨ સૂત્રો છે અને તેમાં અજીવતત્ત્વનું વર્ણન છે; તેથી પુદ્ગલાદિ અજીવદ્રવ્યોનું વર્ણન કર્યું છે; એ ઉપરાંત દ્રવ્ય, ગુણ, પર્યાયના લક્ષણનું વર્ણન ઘણું ટૂંકામાં વિશિષ્ટ રીતે જણાવ્યું છે-એ આ અધ્યાયની ખાસ વિશેષતા છે. છઠ્ઠી અધ્યાયમાં ૨૭ તથા સાતમા અધ્યાયમાં ૩૯ સૂત્રો છે; આ બને અધ્યાયોમાં આસ્રવતત્ત્વનું વર્ણન છે. છઠ્ઠા અધ્યાયમાં પ્રથમ આસ્રવનું સ્વરૂપ વર્ણવીને પછી આઠ કર્મોના આસ્રવનાં કારણો જણાવ્યાં છે. સાતમા અધ્યાયમાં શુભાસૂવનું વર્ણન છે, તેમાં બાર વ્રતોનું વર્ણન કરીને તેના આસ્રવના કારણમાં સમાવેશ કર્યો છે, આ અધ્યાયમાં શ્રાવકાચારના વર્ણનનો સમાવેશ થઈ જાય છે. આઠમા અધ્યાયમાં ર૬ સૂત્રો છે અને તેમાં બંધતત્ત્વનું વર્ણન છે. બંધના કારણોનું તથા તેના ભેદોનું અને સ્થિતિનું વર્ણન કર્યું છે. નવમા અધ્યાયમાં ૪૭ સૂત્રો છે અને તેમાં સંવર તથા નિર્જરા એ બે તત્ત્વોનું ઘણું સુંદર વિવેચન છે; તથા નિગ્રંથ મુનિઓનું સ્વરૂપ પણ જણાવ્યું છે. એટલે આ અધ્યાયમાં સમ્યક્રચારિત્રના વર્ણનનો સમાવેશ થઈ જાય છે. પહેલા અધ્યાયમાં સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનનું વર્ણન કર્યું હતું અને આ નવમા અધ્યાયમાં સમ્યક્યારિત્રનું (-સંવર, નિર્જરાનું) વર્ણન કર્યું. એ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું વર્ણન પૂરું થતાં છેલ્લે દશમાં અધ્યાયમાં નવસૂત્રો દ્વારા મોક્ષતત્ત્વનું વર્ણન કરીને શ્રી આચાર્યદવે આ શાસ્ત્ર પૂર્ણ કર્યું છે.
સંક્ષેપથી જોતાં આ શાસ્ત્રમાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્રચારિત્રરૂપ મોક્ષમાર્ગ, પ્રમાણ-નય-નિક્ષેપ, જીવ-અજીવાદિ સાત તત્ત્વો, ઊર્ધ્વ મધ્ય-અધો-એ ત્રણ લોક, ચાર ગતિઓ, છ દ્રવ્યો અને દ્રવ્ય-ગુણ-પર્યાય-એ બધાનું સ્વરૂપ આવી જાય છે. એ રીતે આચાર્યભગવાને આ શાસ્ત્રમાં તત્ત્વજ્ઞાનનો ભંડાર ઘણી ખૂબીથી ભરી દીધો છે.
(૪) શાસ્ત્રના કથનનો પ્રકાર આ શાસ્ત્રમાં પર્યાયાર્થિકનયની મુખ્યતાથી વસ્તુસ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે, તેથી તેમાં એક દ્રવ્યનો બીજા દ્રવ્યની સાથે સંબંધ પણ જણાવ્યો છે, પરંતુ વર્તમાન જૈન સમાજમાં “નય'-સંબંધીના યથાર્થજ્ઞાનની પ્રાય: શૂન્યતા દેખાય છે, તેથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com