Book Title: Tapodhan Shrimad Rajendrasuri
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 5
________________ તપોધન શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ પૂર્વાચાર્યોએ માનવજીવનની સફળતા માટે બે મુખ્ય સાધનો બતાવ્યાં છે : સાચા શાનની આરાધના અને સાંયમનું ગ્રહણ તથા પૂર્ણ શક્તિ લગાડીને તેનું પાલન. પૂજ્યશ્રીના સંયમ—તપની હકીકત આપણે જાણી. હવે તેમની જ્ઞાનસાધના અને જ્ઞાનગરિમા પર દૃષ્ટિપાત કરીએ. તેઓએ રચેલા કુલ ૬૧ ગ્રંથો પ્રાપ્ત થયા છે, જેમાં ભાષા, વ્યાકરણ, આગમ, પૂજા, અધ્યાત્મ, સ્તોત્ર, વ્યાખ્યાન, પ્રબંધ, યોગ, પ્રશ્નોત્તર, મંત્રતંત્રાદિ વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. લગભગ ૨૫ ગ્રંથો તો ઈ. સ. ૧૯૫૭ સુધીમાં છપાઈ ચૂકવ્યા છે; બાકીના ગ્રંથો પ્રકાશિત થવામાં છે. અહીં તેમની મુખ્ય રચનાઓનો પરિચય આપવામાં આવે છે: (૧) અભિધાન રાજેન્દ્રકોશ : આ ગ્રંથના સાત વિભાગો છે. તેની કુલ પૃષ્ઠસંખ્યા ૯૨૦૦ (મોટી સાઇઝ) છે. આ શબ્દકોશમાં પ્રાકૃત ભાષાના કુલ ૬૦,૦૦૦ શબ્દોની અકારાદિક્રમથી વિશિષ્ટ સર્વતોમુખી આગમસમ્મત સમજણ આપવામાં આવી છે, જેથી વાંચનારને એક સારામાં સારા અધિકૃત અને વિશાળકાય સંદર્ભગ્રંથની ઉપલબ્ધિ થઈ જાય છે અને સાથે સાથે જૈન દર્શનના લગભગ બધા જ વિષયોનું જ્ઞાન મેળવવામાં સરળતા થઈ જાય છે. આ ગ્રંથનો પ્રારંભ તેમણે ઈ. સ. ૧૮૯૦ ના ચાનુમાંસમાં કર્યો હતો અને અનેક શિષ્યોના સહયોગ-સહકારથી તેની સમાપ્તિ ઈ. સ. ૧૯૦૩ માં સુરતમાં કરી હતી. તેનું મુદ્રણકાર્ય ઈ. સ. ૧૯૧૩ માં પ્રારંભ થયું હતું અને છેલ્લો (સાનો) ભાગ ઈ. સ. ૧૯૩૪માં રતલામથી પ્રકાશિત થયો હતો. તે જમાનામાં આ કાર્ય માટે રૂપિયા ચાર લાખનો સદ્વ્યય થયો હતો. જૈન સમાજે તન-મન-ધનથી આ કાર્યમાં પ્રશંસનીય સહયોગ આપ્યો હતો. આ ગ્રંથને જગતના સમસ્ત વિદ્વાનો તરફ્થી સુંદર આવકાર મળ્યો છે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. ૨૧ (૨) અન્ય મુખ્ય કૃતિઓનાં નામ નીચે પ્રમાણે છે : (૧) પ્રાકૃત વ્યાકરણ ( ૨ ) કલ્પ સૂત્રાર્થ પ્રબોધિની (૩) જિનોપદેશ મંજરી (૪) પ્રશ્નોત્તર પુષ્પવાટિકા (૫) શ્રી તત્ત્વવિવેક (૬) શ્રી સિદ્ધચક્ર પૂજા (૭) શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજા (૮) પ્રભુ-સ્તવન સુધાકર (૯) હોળિકાવ્યાખ્યાન (૧૦) અક્ષયતૃતીયા કથા (૧૧) સ્વરોદય-મંત્રાવલિ (૧૨) ષડાવશ્યક—અક્ષરાર્થ (૧૩) ષડ્દ્ભવ્ય વિચાર. સમાજોપયોગી સંસ્થાઓઃ સૂરિજીની પ્રેરણાથી નીચેની સંસ્થાઓ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યો માટે અસ્તિત્વમાં આવી છે : ( ૧ ) રાજેન્દ્રોદય યુવક મંડળ, જાવરા (મ. પ્ર.) ( ૨ ) શ્રી રાજેન્દ્ર જૈન વિદ્યાલય, આહોર (રાજસ્થાન) (૩) શ્રી રાજેન્દ્ર સૂર્યાભ્યુદયાવલી, રતલામ આ સંસ્થા પૂજા-ગુટકાદિનું પ્રકાશનકાર્ય કરે છે. (૪) શ્રી રાજેન્દ્ર જૈન ગ્રંથમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8