Book Title: Tapodhan Shrimad Rajendrasuri Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 7
________________ તપોધન શ્રીમદ્ રાન્દ્રસૂરિ થતાં, નહીં રહે પૈસો કે નહીં રહે એશ-આરામ. યમરાજનું આમંત્રણ આવતાં દોલન, એશ-આરામ, સગાંવહાલાં કે સ્વજન-મિત્રાદિ કોઈ બચાવી શકશે નહીં. પરલોકમાં જવું પડશે અને બધું અહીં જ પડ્યું રહેશે. પૈસો ભેગો કરવા માટે જે મોટાં પાપ કર્યાં હશે તે જ પરભવમાં સાથે આવીને દુર્ગતિમાં પીડા આપશે. આ વાત નિ:સંદેહ જાણીને પ્રાપ્ત થયેલી દોલતથી સત્કાર્યો કરી લેવાં જેથી તે આગળ ઉપર પણ સહાયક થઈ શકશે. સહધર્મીઓની સેવા : ભગવાને સંધનાં ચાર અંગો કહ્યાં છે : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તેમને શિક્ષણ આપવું અને અપાવવું, વસ્ત્રાદિથી તેમનું સન્માન કરવું, સમાજવિકાસ માટે ધર્મનો પ્રચાર કરવો અને કરાવવો. હાર્દિક ભાવનાથી તેમની સેવામાં કટિબદ્ધ રહેવું અને તેમની સેવા માટે ધન ખર્ચવું. આવાં શુભ કાર્યો નિષ્કામણે કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય’નું ઉપાર્જન થાય છે. આ પુણ્ય દ્રારા સેવાભાવી મનુષ્યનો વિકાસ થાય છે અને તે ઇષ્ટ સ્થાને પહોંચે છે. આ પુણ્ય ભવભ્રમણનાં સર્વદુ:ખોનો અંત કરી નાખે છે. ૨૩ વિનયની ઉપાસના ઃ ગુરુવચનોનો હંમેશાં આદર કરવો, તેમની આજ્ઞાનું યથાવત્ પાલન કરવું અને તેમાં તર્ક, વિતર્ક કે શંકા વગેરે ન કરવાં. આનું નામ ‘વિનમ’ છે. વિનયથી વિદ્યા, યોગ્યતા અને શ્રુત જ્ઞાનનો લાભ, જળમાં ફેલાઈ જનારા તેલબિંદુની જેમ વિસ્તૃતપણે પ્રાપ્ત થાય છે. આનાથી સંસારમાં મનુષ્યની કીર્તિ ચારે તરફ ફેલાઈ જાય છે અને તે સૌના સન્માનનો અધિકારી બની જાય છે. અવિનય કરનારો આત્મા જયાં જયાં જાય છે ત્યાં ત્યાં હડધૂન થાય છે અને દુ:ખ પામે છે. અહંકાર, દુર્ભાવના અને ધનાદિની તૃષ્ણા-આ બધા અવિનય ઉત્પન્ન કરનારા દુર્ગુણો છે. માટે અવિનયને તિલાંજંલ આપી વિનય-ગુણને અપનાવો, જેથી ઉભગલોકમાં સુખસંપત્તિની પ્રાપ્તિ થઈ શકે. વિનય તો માનવજીવનને સર્વોચ્ચ શિખરે પહોંચાડનાર મહાન ગુણ છે. માણસ ગમે તેટલો વિદ્વાન, ચતુર કે નીતિવાન હોય, પરંતુ જયાં સુધી વિનય ગુણનો વિકાસ ન થયો હોય ત્યાં સુધી તે લોકપ્રિયતા કે સન્માન આદરને પ્રાપ્ત કરી શકતો નથી. અવિનયી પુરુષમાં ઉદારતા, ધૈર્ય, પ્રેમ, દયા, ઉચ્ચ આચાર અને પ્રક્ષાદિ ગુણો પ્રગટી શકતા નથી. આ કારણથી તે પોતાના કાર્યકલાપમાં હતાશ રહ્યા કરે છે અને સફળતા સંપાદન કરી શકતો નથી. નીચેનાં આઠ સ્થાનોમાં લજ્જા છોડી દેવી જોઈએ, બાકીના બધા સમયે વિનય ગુણની આરાધના કરવી જોઈએ, એમ પૂર્વાચાર્યોની આશા છે: ( ૧ ) ગાયન ગાતી વખતે (૨) નૃત્ય કરતી વખતે ( ૩ ) ચર્ચા-વિવાદ કરતી વખતે ( ૪ ) અધ્યયન વખતે ( ૫ ) સંગ્રામ કરતી વખતે (૬) દુશ્મનનું દમન કરતી વખતે (૭) ભોજન કરતી વખતે ( ૮ ) વ્યવહારસંબંધ બાંધતી વખતે. સદ્ગુણોનો વિકાસ : માનવની માનવતાનો પ્રકાશ સત્ય, શૌર્ય, ઉદારતા અને સંયમાદિ ગુણો દ્વારા જ થઈ શકે છે. જેના જીવનમાં આ ગુણો નથી તેનામાં માનવતા નથી, પણ અંધકાર માત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8