Book Title: Tapodhan Shrimad Rajendrasuri
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 8
________________ અર્વાચીન જૈન જયોતિર્ધરો માનવમાંથી મહામાનવ થવા માટે દૌર્ય, સહનશીલતા, સરળતા, સુશીલતા, સત્યનો આગ્રહ, ગુણાનુરાગ, ન્યાય, આત્મવિશ્વાસ અને અનાસક્તિ કેળવવાની જરૂર છે. સાચી વિદ્યા અને વિશ્વના : સાચી વિદ્યા કે વિદ્વત્તા તે જ કહેવાય જેમાં આત્મસુધારણા, વિશ્વપ્રેમ અને વિષયાસક્તિનો અભાવ હોય, સાથે સાથે જીવ માત્રમાં આત્મવત્ બુદ્ધિ અને ધર્મનું યથાવત્ પાલન હોય. સ્વાર્થમય પ્રલોભનો અને છેતરવાની વૃત્તિ ન હોવી જોઈએ. આવી વિદ્યા જ સ્વ-પરનું કલ્યાણ સાધવામાં સફળ બને છે, એવું નીતિકારોનું મંતવ્ય છે. જે ઈર્ષા, કલહ અને ઉદ્દેગ ઉપાવે તે વિદ્વત્તા નથી, વિદ્યા નથી, પણ મહાન અજ્ઞાનતા છે. તેથી જે વિદ્રત્તા દ્વારા આત્મકલ્યાણ થઈ શકે તે જ વિદ્રત્તા પ્રાપ્ત કરવા હંમેશાં સમ્યગ ઉદ્યમ કરવો જોઈએ. દુરાચારી સદા દુઃખી થાય છે. વ્યભિચાર સેવવો કદાપિ સુખદાયક નથી. આના પરિણામે અનેક દુ:ખો અને વ્યાધિઓથી ઘેરાઈ જવું પડે છે. તેથી જ મને રામથ’ એમ કહ્યું છે, અને તે પરમ સત્ય છે. દુરાચારપ્રિય લોકો પહેલેથી ચેતતા નથી. જ્યારે તેઓ મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે ત્યારે પોતાના દુરાચારોનું સ્મરણ કરીને ખૂબ પશ્ચાત્તાપ કરે છે. વ્યક્તિ દુરાચારના ફળ સ્વરૂપે પાછલી જિંદગીમાં અસાધ્ય રોગોથી પીડિત અને ચિતિત બની રહે છે. પોતે કરેલાં મહાપાયો માટે અને પરભવની યાતનાના ભયથી તે કાંપવા માંડે છે. પરંતુ તે સમયે તેમનું કોઈ રક્ષક કે ભાગીદાર થતું નથી. અસહાય અવસ્થામાં તેમને આ દુનિયામાંથી રોતાં રોતાં અલવિદા લેવી પડે છે. આવું સત્ય જાણીને જે ધર્મમાર્ગને અપનાવી લે છે તે પરભવમાં પણ સુખ પ્રાપ્ત કરી લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8