Book Title: Tapodhan Shrimad Rajendrasuri
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 1
________________ iાનઝરેન્દ્ર પE . * * * * * ૨. તપોધન શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ ભૂમિકા અને જન્મમંગળ: શૂરવીરોના સંગ્રામની ભૂમિ રાજસ્થાન સંતોની પણ જનેતા રહી છે. આજે પણ રાજસ્થાનમાં જયપુર, જેસલમેર, અજમેર, પુષ્કર, રાણકપુર, આબુન્દેલવાડા, મહાવીરજી, કોટા, પદ્મપુરા, ચિત્તડ, કેસરિયાજી, શ્રીનાથજી, નાકોડા વગેરે સ્થાનોમાં જૈનધર્મ અને ભારતીય સંસ્કૃતિનાં અનેક પ્રતીકો દૃષ્ટિગોચર થાય છે. આન અને શાન માટે જાનની બાજી લગાડનારા આ રાજસ્થાનના ભરતપુર નગરમાં ગુરુવાર, દિનાંક ૩-૧૨-૧૮ર૭ ના રોજ બાળક રત્નરાજનો જન્મ થયો હતો. પિતાજીનું નામ બાબભદાસ પારખ અને માતાજીનું નામ કેસરીબાઈ હતું. તેમના એક મોટા પુત્રનું નામ માણિકદ અને નાની પુત્રીનું નામ પ્રેમાબાઈ હતું. બાળપણના સંસ્કાર અને પાર : બાળક રત્નરાજમાં નાનપણથી જ ઉચ્ચ સંસ્કારો હતા. વડીલો અને માતાપિતા પ્રત્યેનો પૂજ્યભાવ, શાંત સ્વભાવ, લડાઈઝગડા અને કુસંગથી દૂર રહેવું, ગુણવાન પુરુષોનો સંગ કરવો વગેરે સગુણો તેમને જન્મજાત પ્રાપ્ત થયા હતા. બાર વર્ષની ઉંમરે તેમણે મોટાભાઈ અને કુટુંબીઓ સાથે આજુબાજુના જૈન તીથો શ્રી કેસરિયાજી વગેરેની યાત્રા કરેલી. લૌકિક ભણતર કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8