Book Title: Tapodhan Shrimad Rajendrasuri
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ર૦ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો મહત્ત્વપૂર્ણ પાંચ નીર્થોનો જીર્ણોદ્વાર : રાજેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા અને જીર્ણોદ્વારનાં અનેક કાર્યો કર્યાં હતાં. તેમાંય નીચેનાં પાંચ તીર્થો ખાસ પ્રસિદ્ધ છે, કારણ કે આ પાંચ તીર્થોના ર્વાંગી વિકાસની દિશા તેઓએ પોતે સૂચવી હતી : (૧) કોરટા તીર્થ : આ તીર્થનાં કનકાપુર, કોરંટપુર, કોરન્ટી વગેરે અનેક નામો છે. અમદાવાદ-દિલ્હી રેલવેલાઇન પર વાઈબંધ સ્ટેશનથી બાર માઈલ દૂર આ તીર્થ આવેલું છે. અહીં શ્રી મહાવીર, શ્રી આદિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી કેસરિયાનાથ એમ ચાર મંદિરો છે. શ્રી કેસરિયાનાથની શ્વેતરંગની પાંચ ફૂટની ભવ્ય પ્રતિમા વિ. સં. ૧૯૧૧ માં ટેકરો ખોદતાં નીકળી હતી. સૂરિજી દ્વારા વિ. સાં. ૧૯૫૧ માં મોટા સમારોહપૂર્વક, વિશાળ અને મનોહર મંદિરમાં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. (૨) શ્રી માંડવા તીર્થ : માંડવપુર ગામ જોધપુર–રાણીખેડા લાઇન પર મોદરા સ્ટેશનથી ૨૨ માઈલ દૂર છે. મૂળ જિનાલય સાતમી અને બારમી સદીનું ગણાય છે. સૂરિજી અહીં વિ. સં. ૧૯૫૫માં પધારેલા અને જીર્ણોદ્ધાર માટેની પ્રેરણા આપેલી. વર્તમાન મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૦માં થયેલી છે, મોટી ધર્મશાળા અને રહેવાજમવાની આધુનિક સગવડ છે. ( ૩ ) શ્રી સ્વર્ણગિરિ તીર્થ : આ પ્રાચીન તીર્થ જાલોર સ્ટેશન પાસે આવેલ સ્વર્ણગિરિ નામના નાના પર્વત પર વસેલું છે. નીચે, શહેરની અંદર ૧૩ મંદિરો છે. પર્વત ઉપર કિલ્લામાં ત્રણ પ્રાચીન અને બે નવીન મંદિરો છે. શ્રીમદ્ રાજેન્દ્રસૂરિના પદાર્પણ પહેલાં કિલ્લાનાં આ મંદિરોમાં શસ્ત્ર-સરંજામ રહેતો. પરંતુ તેઓશ્રીની તપસ્યા, દેઢ નિશ્ચય અને સતત પુરુષાર્થથી પ્રભાવિત થઈ રાજાએ આ મંદિરો પાછા જૈન સમાજને સોંપ્યા અને વિ. સં. ૧૯૩૩માં ત્યાં પ્રતિષ્ઠા-મહોત્સવ થતાં તીર્થના પુનરુદ્ધારની પ્રક્રિયા પૂરી થઈ. (૪) તાલનપુર તીર્થ : આ તીર્થને તુંગીયા પત્તન પણ કહે છે. મધ્યપ્રદેશમાં, અલીરાજપુરથી ધાર જતી સડકની નજીક આ તીર્થ આવેલું છે. એક ભીલને પોતાના ખેતરમાંથી ૨૫ પ્રતિમાઓ મળેલી જે એક હજાર વર્ષ જૂની માનવામાં આવે છે. અહીં બે મંદિરો છે, જેમાં ગોડી પાર્શ્વનાથના મંદિરની પ્રતિષ્ઠા પૂજયસૂરિજીએ વિ. સં. ૧૯૫૦માં કરી હતી. (૫) શ્રી મોહનખેડા તીર્થ : રાજગઢ(મ. પ્ર.)થી એક માઈલ પશ્ચિમે આ તીર્થ આવેલું છે. શ્રી આદિનાથ ભગવાનની વિશાળ શ્વેત પ્રતિમા વિ. સં. ૧૯૪૦માં અહીં પ્રતિષ્ઠિત થઈ હતી. અહીં શ્રી રાજેન્દ્રસૂરિજીની સમાધિ છે. આ તીર્થના વિકાસ માટેનો શિલાન્યાસ દિનાંક ૧૯-૬-૧૯૭૫ ના રોજ શ્રી વિચંદ્રસૂરિ દ્વારા કરવામાં આવ્યો હતો. અહીં એક વિશાળ પ્રેરણાદાયક તીર્થ બને તેવું આયોજન કરવામાં આવ્યું છે. સાહિત્યસેવા : સુશ્મન ાં સાર યવેતવું જ્ઞાનલેવનમ્ । अनिगूहितवीर्यस्य संयमस्य च धारणम् ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8