Book Title: Tapodhan Shrimad Rajendrasuri
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 3
________________ તપોધન શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ શિષ્યો પ્રમોદરુચિજી અને ધનવિજયજી પણ આ ક્રિયામાં જોડાયા. આ પ્રમાણે તેમણે જાહેરમાં સમારોહપૂર્વક પંચમહાવ્રનધારક ઉત્કૃષ્ટ પદનો સ્વીકાર અને ત્રિસ્તુતિક સંપ્રદાયનો પુનરુદ્વાર કર્યો, જેમાં શ્રાવક-શ્રાવિકાઓનાં ધાર્મિક અધ્યયન અને તીર્થોદ્ધારરૂપી સત્કાર્યોને અગ્રિમતા આપવામાં આવી. આ સમસ્ત ઐતિહાસિક ક્રિયાકલાપ પૂરો થતાં ત્રણ વર્ષ લાગ્યાં. ૧૯ ઉગ્ર તપસ્યા, વિહાર, પ્રતિષ્ઠાઓ અને તીર્થોદ્ધારનાં કાર્યો : સંપૂર્ણ ક્રિયોદ્ધાર પછી ઈ. સ. ૧૮૭૦ નો ચાતુર્માસ રતલામમાં અને ઈ. સ. ૧૮૭૧ નો ચાતુર્માસ કુક્ષીમાં થયો. અહીં તેમણે ૪૫ આગમોની વાચના તથા ‘બદ્રવ્યવિચાર' ગ્રંથની રચના કરી. દિગંબર જૈન અતિશયક્ષેત્ર માંગીનુંગીની પહાડીઓમાં તેમણે ૭૨ દિવસો સુધી એકાસણાં અને ઉપવાસ કરી, મહામંત્રના પ્રથમ પદના સવા કરોડ જપ પૂરા કર્યા અને લગભગ છ માસ ચિંતન, જપ, ધ્યાન અને ઉગ્ર તપશ્ચર્યામાં વિતાવ્યા. કવિવર મુનિશ્રી પ્રમોદરુચિજીએ શ્રી પૂજયની આ દુર્ધર તપસ્યા દરમિયાન ખૂબ સેવા-શુરૂષા કરી હતી. હવે પછીના ચાતુર્માસો માળવા અને મેવાડની ભૂમિમાં રાજગઢ, રતલામ, જાવરા, આહોર, જાલોર, શિવગંજ વગેરે સ્થળોએ થયા. તે દરમિયાન ઈ. સ. ૧૮૭૭માં ૩૧ જિનબિબોની અને ઈ. સ. ૧૮૮૪ માં ૪૧ જિનબિંબોનો પ્રતિષ્ઠા થઈ. ઈ. સ. ૧૮૮૫માં ગુજરાત તરફ વિહાર કરી અમદાવાદ, ધોરાજી, ધાનેરા, થરાદ વગેરેમાં ચાતુર્માસ કરી સૌને ધર્મલાભ આપ્યો. ઈ. સ. ૧૮૯૮ માં આહોરમાં પોતાના હાથે જ ૯૫૧ જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા કરી. ( વિ. સં. ૧૯૫૫ ફાગણ વદ પાંચમ, ગુરુવાર) આ પ્રતિષ્ઠામાં ૩૫૦૦થી પણ વધારે મનુષ્યોએ ઉપસ્થિત થઈને લાભ લીધો હતો. ઈ. સ. ૧૮૯૯ ના શિવગંજના ચાતુર્માસમાં તેમણે ચતુર્વિધ સંઘ માટે વિશિષ્ટ આચારસંહિતાની રચના કરી હતી. આ સંહિતામાં ૩૫ મુખ્ય નિયમો છે, જેનું પાલન આજ સુધી તે પરંપરાના અનુયાયીઓ કરતા આવ્યા છે. ઈ. સ. ૧૯૦૧માં ફરીથી આહોરમાં ૨૦૧ પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા કરી. ઈ. સ. ૧૯૦૨માં જાલોરમાં અનેક પ્રકારનાં ધર્મકાર્યો કરી તેઓશ્રીએ ગુજરાત તરફ વિહાર કર્યો. ઈ, સ. ૧૯૦૩નો ચતુર્માસ સુરતમાં તેમજ કુક્ષી અને ખાચરોદના ચાતુર્માસ પછી છેલ્લો ચાતુર્માસ ઈ. સ. ૧૯૦૬માં વડનગર (મ. પ્ર.) ખાતે થયો. જીવનની સંધ્યા : વડનગરનો વર્ણવાસ પૂરો કરી, યિત સારી ન લાગવાથી તેઓએ રાજગઢ તરફ પ્રયાણ કર્યું. અહીં સમસ્ત સંધ સૂરિજીની તબિયતના સમાચાર સાંભળી ચિતિત થઈ ગયો. પોતે જ શ્રી દીપવિજયજી અને યતીન્દ્રવિજ્યજીને બોલાવી સંઘસંચાલન માટે તથા શ્રી અભિધાન રાજેન્દ્ર કોશ'ના સંપાદન, સંશોધન અને મુદ્રણ માટેની જવાબદારી સોંપી. દિનાંક ૧૯–૧૨–૧૯૦૬ ના રોજ તેઓશ્રીએ અનેશન ગ્રહણ કર્યું અને ૨૧-૧૨-૧૯૦૬ ના રોજ ‘અહૅન્ નમ:’ ‘અર્જુન નમ:’ એ મંત્રનો જપ કરતાં કરતાં પરમ શાંતિથી મહાપ્રયાણ કર્યું. રાજગઢ(મ. પ્ર.)થી એક માઈલ દૂર શ્રી મોહન ખેડાની પવિત્ર તીર્થભૂમિમાં દિનાંક ૨૨-૧૨-૧૯૦૬ ના રોજ વિશાળ જનસમૂહની હાજરીમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8