Page #1
--------------------------------------------------------------------------
________________
iાનઝરેન્દ્ર પE .
* *
*
* *
૨. તપોધન શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ
ભૂમિકા અને જન્મમંગળ: શૂરવીરોના સંગ્રામની ભૂમિ રાજસ્થાન સંતોની પણ જનેતા રહી છે. આજે પણ રાજસ્થાનમાં જયપુર, જેસલમેર, અજમેર, પુષ્કર, રાણકપુર, આબુન્દેલવાડા, મહાવીરજી, કોટા, પદ્મપુરા, ચિત્તડ, કેસરિયાજી, શ્રીનાથજી, નાકોડા વગેરે સ્થાનોમાં જૈનધર્મ અને ભારતીય સંસ્કૃતિનાં અનેક પ્રતીકો દૃષ્ટિગોચર થાય છે. આન અને શાન માટે જાનની બાજી લગાડનારા આ રાજસ્થાનના ભરતપુર નગરમાં ગુરુવાર, દિનાંક ૩-૧૨-૧૮ર૭ ના રોજ બાળક રત્નરાજનો જન્મ થયો હતો. પિતાજીનું નામ બાબભદાસ પારખ અને માતાજીનું નામ કેસરીબાઈ હતું. તેમના એક મોટા પુત્રનું નામ માણિકદ અને નાની પુત્રીનું નામ પ્રેમાબાઈ હતું.
બાળપણના સંસ્કાર અને પાર : બાળક રત્નરાજમાં નાનપણથી જ ઉચ્ચ સંસ્કારો હતા. વડીલો અને માતાપિતા પ્રત્યેનો પૂજ્યભાવ, શાંત સ્વભાવ, લડાઈઝગડા અને કુસંગથી દૂર રહેવું, ગુણવાન પુરુષોનો સંગ કરવો વગેરે સગુણો તેમને જન્મજાત પ્રાપ્ત થયા હતા. બાર વર્ષની ઉંમરે તેમણે મોટાભાઈ અને કુટુંબીઓ સાથે આજુબાજુના જૈન તીથો શ્રી કેસરિયાજી વગેરેની યાત્રા કરેલી. લૌકિક ભણતર કરતાં
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૮
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
ધાર્મિક ગ્રંથો વાંચવા તરફ તેમની વૃત્તિ વધુ ઢળેલી રહેતી. સોળ વર્ષની વયે મોટાભાઈ શ્રી માણેકલાલ સાથે તેઓને વેપાર માટે સિલોન જવાનું બન્યું. અહીં થોડો સમય ૨હીં, કલકત્તા વગેરે નગરોમાં થોડું રોકાઈ તેઓ વતનમાં પાછા ફર્યા. થોડા વખતમાં જ તેમનાં પૂજય માતાપિતા કાળધર્મ પામ્યાં, તેથી વૈરાગ્યવૃત્તિવાળા રત્નરાજને વિશેષપણે ધર્મધ્યાનમાં જોડાવાનો સમય મળ્યો. આ ધર્મભાવના દિવસે દિવસે વધતી ચાલી.
વૈરાગ્યવૃદ્ધિ અને પતિ-દીક્ષા: ઈ. સ. ૧૮૪૫માં શ્રી પ્રમોદસૂરિજીનું અહીં આગમન થયું. તેમના ઉપદેશ-સમાગમથી રત્નરાજને દીક્ષાનો વિચાર આવ્યો. પોતાના અંતરની આ વાત તેમણે મોટાભાઈને જણાવી અને ઈ.સ. ૧૮૪૭માં ઉદેપુર મુકામે શ્રી હેમવિજયજીના હાથે દીક્ષા થઈ. નામ શ્રી રત્નવિજયજી રાખવામાં આવ્યું. પહેલું ચોમાસું અકોલા અને બીજુ ચોમાસું ઇન્દોરમાં થયું. તેમને જ્ઞાનપ્રાપ્તિની વિશેષ લગની હતી. તેથી આગલાં ત્રણ ચોમાસાં દરમિયાન શ્રી સાગરચન્દ્રજીના સાન્નિધ્યમાં તેમણે વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલંકાર ઇત્યાદિમાં કુશળતા પ્રાપ્ત કરી. ઈ. સ. ૧૮૫૨માં તેઓશ્રીને પન્યાસની પદવી આપવામાં આવી. આગળનાં ચાર ચોમાસાંમાં પોતાનો અભ્યાસ સ્વયં તથા શ્રી દેવેન્દ્રસૂરિજીના સાન્નિધ્યમાં વધારતા ગયા. વિસ્તૃત શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિ થતાં શિક્ષાગુરુની આજ્ઞા લઈને ઈ. સ. ૧૮૫૭ થી ઈ. સ. ૧૮૬૨ દરમિયાનમાં શ્રી ધરણેન્દ્રસૂરિના ૫૧ યતિ શિષ્યોને વિવિધ ધર્મશાસ્રોનો અભ્યાસ કરાવ્યો અને દીક્ષાગુરુ શ્રી પ્રમોદસૂરિજીની સેવામાં રહ્યા. ઈ. સ. ૧૮૬૪ માં બીકાનેર-જોધપુરના નરેશો દ્વારા શ્રી ધરણેન્દ્રવિજયજીનું જે સન્માન થયું તેમાં ભાગ લીધો અને ‘દફતરી’નું બિરૂદ પ્રાપ્ત કર્યું. ઈ. સ. ૧૮૬૫૬૬ ના ચાતુર્માસમાં તેમણે ‘દફતરી’ પદનો ત્યાગ કર્યો અને જાલોર તથા ધાણેરાવના ચોમાસામાં યતિઓના શિથિલાચાર, પરિગ્રહબુદ્ધિ ઇત્યાદિ અંગે શ્રી ધરણેન્દ્રવિજયજી સાથેનો વિવાદ સમાપ્ત ન થતાં તેમાં ક્રિયોદ્ધાર કરવાનો નિર્ણય લીધો. ઈ. સ. ૧૮૬૭માં દીક્ષાગુરુ શ્રી પ્રમોદસૂરિ દ્રારા આહોર મુકામે, સમસ્ત શ્રી સંઘની હાજરીમાં પરંપરાગત સૂરિમંત્રની અને ‘શ્રી પૂજ્ય'ની પદવીનું અનુદાન, ભવ્ય સમારોહપૂર્વક સંપન્ન થયું. અહીંથી વિહાર કરી જાવરામાં ચાતુર્માસ દરમિયાન નવાબ તથા મંત્રીમંડળની સાથે શંકા-સમાધાન કર્યું.
અતિ સંસ્થાનો સંપૂર્ણ ક્રિયોદ્ધાર અને કલમનામું : ઈ. સ. ૧૮૬૭ ના જાવરાના ચાતુર્માસ દરમ્યાન યુનિ શ્રી ધરણેન્દ્રસૂરિએ સિદ્ધકુશલ અને મોનીવિજય નામના બે મતિઓને શ્રી પૂજય પાસે મોકલ્યા. આ દૂતો અને શ્રી પૂજય વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ. શ્રી પૂજ્ય ગતિ પરંપરામાં રૂઢ થઈ ગયેલા અંવિશ્વાસોમાં, જનના ઉપરના પ્રભાવ માટેનાં અયોગ્ય સાધનોમાં, તેમજ રૂઢિઓ અને વિવિધ પ્રકારની શિથિલતાઓમાં આમૂલ ક્રાંતિ કરાવવાની બાબતમાં દેઢ હતા. તેઓએ આ માટે નવ કલમોની ‘સુધાર યોજના’ લખીને મોકલી, જેના પર શ્રી ધરણેન્દ્રવિજ્યજીએ અન્ય સર્વ યતિઓની સાથે એકમત થઈ સહી કરી. આ વિધિ પૂરી થતાં જાહેરમાં તેની ધોષણા થઈ. એ વખતે શ્રી પૂજ્યે પોતે પણ પૂર્વે ભેટરૂપે મળેલી સર્વ લૌકિક પદવીઓ અને છડી, ચામર, પાલખી વગે૨ે સમસ્ત પરિગ્રહોનો શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં સંપૂર્ણ ત્યાગ કર્યો. તેમના મુખ્ય બે
Page #3
--------------------------------------------------------------------------
________________
તપોધન શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ
શિષ્યો પ્રમોદરુચિજી અને ધનવિજયજી પણ આ ક્રિયામાં જોડાયા. આ પ્રમાણે તેમણે જાહેરમાં સમારોહપૂર્વક પંચમહાવ્રનધારક ઉત્કૃષ્ટ પદનો સ્વીકાર અને ત્રિસ્તુતિક સંપ્રદાયનો પુનરુદ્વાર કર્યો, જેમાં શ્રાવક-શ્રાવિકાઓનાં ધાર્મિક અધ્યયન અને તીર્થોદ્ધારરૂપી સત્કાર્યોને અગ્રિમતા આપવામાં આવી. આ સમસ્ત ઐતિહાસિક ક્રિયાકલાપ પૂરો થતાં ત્રણ વર્ષ લાગ્યાં.
૧૯
ઉગ્ર તપસ્યા, વિહાર, પ્રતિષ્ઠાઓ અને તીર્થોદ્ધારનાં કાર્યો : સંપૂર્ણ ક્રિયોદ્ધાર પછી ઈ. સ. ૧૮૭૦ નો ચાતુર્માસ રતલામમાં અને ઈ. સ. ૧૮૭૧ નો ચાતુર્માસ કુક્ષીમાં થયો. અહીં તેમણે ૪૫ આગમોની વાચના તથા ‘બદ્રવ્યવિચાર' ગ્રંથની રચના કરી. દિગંબર જૈન અતિશયક્ષેત્ર માંગીનુંગીની પહાડીઓમાં તેમણે ૭૨ દિવસો સુધી એકાસણાં અને ઉપવાસ કરી, મહામંત્રના પ્રથમ પદના સવા કરોડ જપ પૂરા કર્યા અને લગભગ છ માસ ચિંતન, જપ, ધ્યાન અને ઉગ્ર તપશ્ચર્યામાં વિતાવ્યા. કવિવર મુનિશ્રી પ્રમોદરુચિજીએ શ્રી પૂજયની આ દુર્ધર તપસ્યા દરમિયાન ખૂબ સેવા-શુરૂષા કરી હતી. હવે પછીના ચાતુર્માસો માળવા અને મેવાડની ભૂમિમાં રાજગઢ, રતલામ, જાવરા, આહોર, જાલોર, શિવગંજ વગેરે સ્થળોએ થયા. તે દરમિયાન ઈ. સ. ૧૮૭૭માં ૩૧ જિનબિબોની અને ઈ. સ. ૧૮૮૪ માં ૪૧ જિનબિંબોનો પ્રતિષ્ઠા થઈ. ઈ. સ. ૧૮૮૫માં ગુજરાત તરફ વિહાર કરી અમદાવાદ, ધોરાજી, ધાનેરા, થરાદ વગેરેમાં ચાતુર્માસ કરી સૌને ધર્મલાભ આપ્યો. ઈ. સ. ૧૮૯૮ માં આહોરમાં પોતાના હાથે જ ૯૫૧ જિનબિંબોની પ્રાણપ્રતિષ્ઠા કરી. ( વિ. સં. ૧૯૫૫ ફાગણ વદ પાંચમ, ગુરુવાર) આ પ્રતિષ્ઠામાં ૩૫૦૦થી પણ વધારે મનુષ્યોએ ઉપસ્થિત થઈને લાભ લીધો હતો. ઈ. સ. ૧૮૯૯ ના શિવગંજના ચાતુર્માસમાં તેમણે ચતુર્વિધ સંઘ માટે વિશિષ્ટ આચારસંહિતાની રચના કરી હતી. આ સંહિતામાં ૩૫ મુખ્ય નિયમો છે, જેનું પાલન આજ સુધી તે પરંપરાના અનુયાયીઓ કરતા આવ્યા છે. ઈ. સ. ૧૯૦૧માં ફરીથી આહોરમાં ૨૦૧ પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા કરી. ઈ. સ. ૧૯૦૨માં જાલોરમાં અનેક પ્રકારનાં ધર્મકાર્યો કરી તેઓશ્રીએ ગુજરાત તરફ વિહાર કર્યો. ઈ, સ. ૧૯૦૩નો ચતુર્માસ સુરતમાં તેમજ કુક્ષી અને ખાચરોદના ચાતુર્માસ પછી છેલ્લો ચાતુર્માસ ઈ. સ. ૧૯૦૬માં વડનગર (મ. પ્ર.) ખાતે થયો.
જીવનની સંધ્યા : વડનગરનો વર્ણવાસ પૂરો કરી, યિત સારી ન લાગવાથી તેઓએ રાજગઢ તરફ પ્રયાણ કર્યું. અહીં સમસ્ત સંધ સૂરિજીની તબિયતના સમાચાર સાંભળી ચિતિત થઈ ગયો. પોતે જ શ્રી દીપવિજયજી અને યતીન્દ્રવિજ્યજીને બોલાવી સંઘસંચાલન માટે તથા શ્રી અભિધાન રાજેન્દ્ર કોશ'ના સંપાદન, સંશોધન અને મુદ્રણ માટેની જવાબદારી સોંપી. દિનાંક ૧૯–૧૨–૧૯૦૬ ના રોજ તેઓશ્રીએ અનેશન ગ્રહણ કર્યું અને ૨૧-૧૨-૧૯૦૬ ના રોજ ‘અહૅન્ નમ:’ ‘અર્જુન નમ:’ એ મંત્રનો જપ કરતાં કરતાં પરમ શાંતિથી મહાપ્રયાણ કર્યું. રાજગઢ(મ. પ્ર.)થી એક માઈલ દૂર શ્રી મોહન ખેડાની પવિત્ર તીર્થભૂમિમાં દિનાંક ૨૨-૧૨-૧૯૦૬ ના રોજ વિશાળ જનસમૂહની હાજરીમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા.
Page #4
--------------------------------------------------------------------------
________________
ર૦
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
મહત્ત્વપૂર્ણ પાંચ નીર્થોનો જીર્ણોદ્વાર : રાજેન્દ્રસૂરિજીએ પ્રતિષ્ઠા અને જીર્ણોદ્વારનાં અનેક કાર્યો કર્યાં હતાં. તેમાંય નીચેનાં પાંચ તીર્થો ખાસ પ્રસિદ્ધ છે, કારણ કે આ પાંચ તીર્થોના ર્વાંગી વિકાસની દિશા તેઓએ પોતે સૂચવી હતી :
(૧) કોરટા તીર્થ : આ તીર્થનાં કનકાપુર, કોરંટપુર, કોરન્ટી વગેરે અનેક નામો છે. અમદાવાદ-દિલ્હી રેલવેલાઇન પર વાઈબંધ સ્ટેશનથી બાર માઈલ દૂર આ તીર્થ આવેલું છે. અહીં શ્રી મહાવીર, શ્રી આદિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી કેસરિયાનાથ એમ ચાર મંદિરો છે. શ્રી કેસરિયાનાથની શ્વેતરંગની પાંચ ફૂટની ભવ્ય પ્રતિમા વિ. સં. ૧૯૧૧ માં ટેકરો ખોદતાં નીકળી હતી. સૂરિજી દ્વારા વિ. સાં. ૧૯૫૧ માં મોટા સમારોહપૂર્વક, વિશાળ અને મનોહર મંદિરમાં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
(૨) શ્રી માંડવા તીર્થ : માંડવપુર ગામ જોધપુર–રાણીખેડા લાઇન પર મોદરા સ્ટેશનથી ૨૨ માઈલ દૂર છે. મૂળ જિનાલય સાતમી અને બારમી સદીનું ગણાય છે. સૂરિજી અહીં વિ. સં. ૧૯૫૫માં પધારેલા અને જીર્ણોદ્ધાર માટેની પ્રેરણા આપેલી. વર્તમાન મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૦માં થયેલી છે, મોટી ધર્મશાળા અને રહેવાજમવાની આધુનિક સગવડ છે.
( ૩ ) શ્રી સ્વર્ણગિરિ તીર્થ : આ પ્રાચીન તીર્થ જાલોર સ્ટેશન પાસે આવેલ સ્વર્ણગિરિ નામના નાના પર્વત પર વસેલું છે. નીચે, શહેરની અંદર ૧૩ મંદિરો છે. પર્વત ઉપર કિલ્લામાં ત્રણ પ્રાચીન અને બે નવીન મંદિરો છે. શ્રીમદ્ રાજેન્દ્રસૂરિના પદાર્પણ પહેલાં કિલ્લાનાં આ મંદિરોમાં શસ્ત્ર-સરંજામ રહેતો. પરંતુ તેઓશ્રીની તપસ્યા, દેઢ નિશ્ચય અને સતત પુરુષાર્થથી પ્રભાવિત થઈ રાજાએ આ મંદિરો પાછા જૈન સમાજને સોંપ્યા અને વિ. સં. ૧૯૩૩માં ત્યાં પ્રતિષ્ઠા-મહોત્સવ થતાં તીર્થના પુનરુદ્ધારની પ્રક્રિયા પૂરી થઈ.
(૪) તાલનપુર તીર્થ : આ તીર્થને તુંગીયા પત્તન પણ કહે છે. મધ્યપ્રદેશમાં, અલીરાજપુરથી ધાર જતી સડકની નજીક આ તીર્થ આવેલું છે. એક ભીલને પોતાના ખેતરમાંથી ૨૫ પ્રતિમાઓ મળેલી જે એક હજાર વર્ષ જૂની માનવામાં આવે છે.
અહીં બે મંદિરો છે, જેમાં ગોડી પાર્શ્વનાથના મંદિરની પ્રતિષ્ઠા પૂજયસૂરિજીએ વિ. સં. ૧૯૫૦માં કરી હતી.
(૫) શ્રી મોહનખેડા તીર્થ : રાજગઢ(મ. પ્ર.)થી એક માઈલ પશ્ચિમે આ તીર્થ આવેલું છે. શ્રી આદિનાથ ભગવાનની વિશાળ શ્વેત પ્રતિમા વિ. સં. ૧૯૪૦માં અહીં પ્રતિષ્ઠિત થઈ હતી.
અહીં શ્રી રાજેન્દ્રસૂરિજીની સમાધિ છે. આ તીર્થના વિકાસ માટેનો શિલાન્યાસ દિનાંક ૧૯-૬-૧૯૭૫ ના રોજ શ્રી વિચંદ્રસૂરિ દ્વારા કરવામાં આવ્યો હતો. અહીં એક વિશાળ પ્રેરણાદાયક તીર્થ બને તેવું આયોજન કરવામાં આવ્યું છે.
સાહિત્યસેવા : સુશ્મન ાં સાર યવેતવું જ્ઞાનલેવનમ્ । अनिगूहितवीर्यस्य संयमस्य च धारणम् ।।
Page #5
--------------------------------------------------------------------------
________________
તપોધન શ્રીમદ્ રાજેન્દ્રસૂરિ
પૂર્વાચાર્યોએ માનવજીવનની સફળતા માટે બે મુખ્ય સાધનો બતાવ્યાં છે : સાચા શાનની આરાધના અને સાંયમનું ગ્રહણ તથા પૂર્ણ શક્તિ લગાડીને તેનું પાલન. પૂજ્યશ્રીના સંયમ—તપની હકીકત આપણે જાણી. હવે તેમની જ્ઞાનસાધના અને જ્ઞાનગરિમા પર દૃષ્ટિપાત કરીએ.
તેઓએ રચેલા કુલ ૬૧ ગ્રંથો પ્રાપ્ત થયા છે, જેમાં ભાષા, વ્યાકરણ, આગમ, પૂજા, અધ્યાત્મ, સ્તોત્ર, વ્યાખ્યાન, પ્રબંધ, યોગ, પ્રશ્નોત્તર, મંત્રતંત્રાદિ વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. લગભગ ૨૫ ગ્રંથો તો ઈ. સ. ૧૯૫૭ સુધીમાં છપાઈ ચૂકવ્યા છે; બાકીના ગ્રંથો પ્રકાશિત થવામાં છે. અહીં તેમની મુખ્ય રચનાઓનો પરિચય આપવામાં આવે છે:
(૧) અભિધાન રાજેન્દ્રકોશ : આ ગ્રંથના સાત વિભાગો છે. તેની કુલ પૃષ્ઠસંખ્યા ૯૨૦૦ (મોટી સાઇઝ) છે. આ શબ્દકોશમાં પ્રાકૃત ભાષાના કુલ ૬૦,૦૦૦ શબ્દોની અકારાદિક્રમથી વિશિષ્ટ સર્વતોમુખી આગમસમ્મત સમજણ આપવામાં આવી છે, જેથી વાંચનારને એક સારામાં સારા અધિકૃત અને વિશાળકાય સંદર્ભગ્રંથની ઉપલબ્ધિ થઈ જાય છે અને સાથે સાથે જૈન દર્શનના લગભગ બધા જ વિષયોનું જ્ઞાન મેળવવામાં સરળતા થઈ જાય છે. આ ગ્રંથનો પ્રારંભ તેમણે ઈ. સ. ૧૮૯૦ ના ચાનુમાંસમાં કર્યો હતો અને અનેક શિષ્યોના સહયોગ-સહકારથી તેની સમાપ્તિ ઈ. સ. ૧૯૦૩ માં સુરતમાં કરી હતી. તેનું મુદ્રણકાર્ય ઈ. સ. ૧૯૧૩ માં પ્રારંભ થયું હતું અને છેલ્લો (સાનો) ભાગ ઈ. સ. ૧૯૩૪માં રતલામથી પ્રકાશિત થયો હતો. તે જમાનામાં આ કાર્ય માટે રૂપિયા ચાર લાખનો સદ્વ્યય થયો હતો. જૈન સમાજે તન-મન-ધનથી આ કાર્યમાં પ્રશંસનીય સહયોગ આપ્યો હતો. આ ગ્રંથને જગતના સમસ્ત વિદ્વાનો તરફ્થી સુંદર આવકાર મળ્યો છે અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે.
૨૧
(૨) અન્ય મુખ્ય કૃતિઓનાં નામ નીચે પ્રમાણે છે :
(૧) પ્રાકૃત વ્યાકરણ ( ૨ ) કલ્પ સૂત્રાર્થ પ્રબોધિની (૩) જિનોપદેશ મંજરી (૪) પ્રશ્નોત્તર પુષ્પવાટિકા (૫) શ્રી તત્ત્વવિવેક (૬) શ્રી સિદ્ધચક્ર પૂજા (૭) શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજા (૮) પ્રભુ-સ્તવન સુધાકર (૯) હોળિકાવ્યાખ્યાન (૧૦) અક્ષયતૃતીયા કથા (૧૧) સ્વરોદય-મંત્રાવલિ (૧૨) ષડાવશ્યક—અક્ષરાર્થ (૧૩) ષડ્દ્ભવ્ય વિચાર.
સમાજોપયોગી સંસ્થાઓઃ સૂરિજીની પ્રેરણાથી નીચેની સંસ્થાઓ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યો માટે અસ્તિત્વમાં આવી છે :
( ૧ ) રાજેન્દ્રોદય યુવક મંડળ, જાવરા (મ. પ્ર.) ( ૨ ) શ્રી રાજેન્દ્ર જૈન વિદ્યાલય, આહોર (રાજસ્થાન) (૩) શ્રી રાજેન્દ્ર સૂર્યાભ્યુદયાવલી, રતલામ આ સંસ્થા પૂજા-ગુટકાદિનું પ્રકાશનકાર્ય કરે છે. (૪) શ્રી રાજેન્દ્ર જૈન ગ્રંથમાળા
Page #6
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જયોતિર્ધરો
(૫) શ્રી રાજેન્દ્ર પ્રવચન કાર્યાલય, ખંડાલા (ફાયના) (૬) નીચેનાં નગરોમાં શ્રી રાજેન્દ્ર જૈન પાઠશાળાઓ સ્થાપવામાં આવી છે :
મન્દસૌર (ફાલના), ટાંડા, ખાચરોદ, સિયાણા, ધુંધકડા, થરાદ ઈત્યાદિ. શિષ્ય પરિવાર : તેઓ દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ તરીકેનું દ્વિવિધ વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના મુખ્ય શિષ્ય-પ્રશિષ્યોની નામાવલિ નીચે મુજબ છે :
શ્રી વિજય મનીન્દ્રસૂરિ (વર્તમાન પટ્ટધર). શ્રી વિજય ભૂપેન્દ્રસૂરિ શ્રી વિજય ધનચંદ્રસૂરિ ઉપાધ્યાય શ્રી મોહનવિજયજી ઉપાધ્યાય શ્રી ગુલાબવિજયજી મુનિશ્રી દીપવિજયજી મુનિશ્રી સાગરનંદવિજયજી મુનિશ્રી જયંતવિજ્યજી
ઉપરાંત, તેમના અનુયાયીઓમાં અનેક સાધ્વીજીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓનો ઘણો મોટો સમુદાય છે, જે પોતાની શક્તિ-ભક્તિ પ્રમાણે સૂરિજીની આજ્ઞાને આરાધીને જીવન વિકાસ સાધી રહ્યો છે.
રાજેન્દ્ર-કિન-સંગ્રહ : સૂરિજીએ અનેક વિષયો ઉપર જુદા જુદા સમયે આપેલા ઉપદેશની અલ્પ પ્રસાદી આપણા જીવનના વિકાસમાં ઉપકારક જાગવાથી અહીં પ્રસ્તુત કરીએ છીએ.
માનવના : મનુષ્ય માનવતા જાળવી રાખે તો જ સાચો માનવ બની શકે છે. માનવતાના પાલનમાં સર્વધર્મસમભાવ સિદ્ધાંતનો સુવિચાર, કવ્ય, સફાર્ય વગેરેનો સમાવેશ થાય છે. સત્સંગ, સદુવાચન અને સારા સંજોગોમાં રહેવાથી તેની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે. મનુષ્યપણું મળ્યું તો જરૂરથી સાચા માનવ બનીએ. બસ આટલાથી પણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્ત થઈ શકે છે.
સાચી લજજા જીવનમાં કેવી રીતે આવે? સાચી લજજા સદ્ગૃહસ્થની પ્રથમ ગુણ કહ્યો છે. તેને વિકસાવવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખીએ :
(૧) વ્યવહારમાં સત્ય અપનાવીએ. (૨) અપરાધ થઈ જાય તો તરત માફી માગીએ. (૩) લોકવિરુદ્ધ અને શાસ્ત્રવિરુદ્ધ આચરણ ન કરીએ. (૪) ખાનદાનની સોબતમાં રહીએ. (૫) કુસંગથી અવશ્ય બચીએ. (૬) પરમાત્મા અને સંતોના લાભથી વંચિત ન રહીએ. (૭) કાયમ સારું વાચન કરીએ અને સારું વચન સાંભળીએ. (૮) પરસ્ત્રી પરપુરુષ તરફ કુદૃષ્ટિ ન કરીએ.
અન્યાયથી મેળવેલી દોલન : કાળાબજાર, વિશ્વાસઘાત, લૂંટફાટ અને લાંચરુશવતથી કોઈ વ્યક્તિ ભલે ગમે તેટલા પૈસા મેળવે અને ગમે તેટલો એશ-આરામ કરે, પણ એ બધું માત્ર પૂર્વસંચિત પુણ્યની પ્રબળના હશે ત્યાં સુધી જ ટકશે. પુણ્ય ક્ષીણ
Page #7
--------------------------------------------------------------------------
________________
તપોધન શ્રીમદ્ રાન્દ્રસૂરિ
થતાં, નહીં રહે પૈસો કે નહીં રહે એશ-આરામ. યમરાજનું આમંત્રણ આવતાં દોલન, એશ-આરામ, સગાંવહાલાં કે સ્વજન-મિત્રાદિ કોઈ બચાવી શકશે નહીં. પરલોકમાં જવું પડશે અને બધું અહીં જ પડ્યું રહેશે. પૈસો ભેગો કરવા માટે જે મોટાં પાપ કર્યાં હશે તે જ પરભવમાં સાથે આવીને દુર્ગતિમાં પીડા આપશે. આ વાત નિ:સંદેહ જાણીને પ્રાપ્ત થયેલી દોલતથી સત્કાર્યો કરી લેવાં જેથી તે આગળ ઉપર પણ સહાયક થઈ શકશે.
સહધર્મીઓની સેવા : ભગવાને સંધનાં ચાર અંગો કહ્યાં છે : સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. તેમને શિક્ષણ આપવું અને અપાવવું, વસ્ત્રાદિથી તેમનું સન્માન કરવું, સમાજવિકાસ માટે ધર્મનો પ્રચાર કરવો અને કરાવવો. હાર્દિક ભાવનાથી તેમની સેવામાં કટિબદ્ધ રહેવું અને તેમની સેવા માટે ધન ખર્ચવું. આવાં શુભ કાર્યો નિષ્કામણે કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય’નું ઉપાર્જન થાય છે. આ પુણ્ય દ્રારા સેવાભાવી મનુષ્યનો વિકાસ થાય છે અને તે ઇષ્ટ સ્થાને પહોંચે છે. આ પુણ્ય ભવભ્રમણનાં સર્વદુ:ખોનો અંત કરી નાખે છે.
૨૩
વિનયની ઉપાસના ઃ ગુરુવચનોનો હંમેશાં આદર કરવો, તેમની આજ્ઞાનું યથાવત્ પાલન કરવું અને તેમાં તર્ક, વિતર્ક કે શંકા વગેરે ન કરવાં. આનું નામ ‘વિનમ’ છે. વિનયથી વિદ્યા, યોગ્યતા અને શ્રુત જ્ઞાનનો લાભ, જળમાં ફેલાઈ જનારા તેલબિંદુની જેમ વિસ્તૃતપણે પ્રાપ્ત થાય છે. આનાથી સંસારમાં મનુષ્યની કીર્તિ ચારે તરફ ફેલાઈ જાય છે અને તે સૌના સન્માનનો અધિકારી બની જાય છે. અવિનય કરનારો આત્મા જયાં જયાં જાય છે ત્યાં ત્યાં હડધૂન થાય છે અને દુ:ખ પામે છે. અહંકાર, દુર્ભાવના અને ધનાદિની તૃષ્ણા-આ બધા અવિનય ઉત્પન્ન કરનારા દુર્ગુણો છે. માટે અવિનયને તિલાંજંલ આપી વિનય-ગુણને અપનાવો, જેથી ઉભગલોકમાં સુખસંપત્તિની પ્રાપ્તિ થઈ શકે.
વિનય તો માનવજીવનને સર્વોચ્ચ શિખરે પહોંચાડનાર મહાન ગુણ છે. માણસ ગમે તેટલો વિદ્વાન, ચતુર કે નીતિવાન હોય, પરંતુ જયાં સુધી વિનય ગુણનો વિકાસ ન થયો હોય ત્યાં સુધી તે લોકપ્રિયતા કે સન્માન આદરને પ્રાપ્ત કરી શકતો નથી. અવિનયી પુરુષમાં ઉદારતા, ધૈર્ય, પ્રેમ, દયા, ઉચ્ચ આચાર અને પ્રક્ષાદિ ગુણો પ્રગટી શકતા નથી. આ કારણથી તે પોતાના કાર્યકલાપમાં હતાશ રહ્યા કરે છે અને સફળતા સંપાદન કરી શકતો નથી. નીચેનાં આઠ સ્થાનોમાં લજ્જા છોડી દેવી જોઈએ, બાકીના બધા સમયે વિનય ગુણની આરાધના કરવી જોઈએ, એમ પૂર્વાચાર્યોની આશા છે: ( ૧ ) ગાયન ગાતી વખતે (૨) નૃત્ય કરતી વખતે ( ૩ ) ચર્ચા-વિવાદ કરતી વખતે ( ૪ ) અધ્યયન વખતે ( ૫ ) સંગ્રામ કરતી વખતે (૬) દુશ્મનનું દમન કરતી વખતે (૭) ભોજન કરતી વખતે ( ૮ ) વ્યવહારસંબંધ બાંધતી વખતે.
સદ્ગુણોનો વિકાસ : માનવની માનવતાનો પ્રકાશ સત્ય, શૌર્ય, ઉદારતા અને સંયમાદિ ગુણો દ્વારા જ થઈ શકે છે. જેના જીવનમાં આ ગુણો નથી તેનામાં માનવતા નથી, પણ અંધકાર માત્ર છે.
Page #8
--------------------------------------------------------------------------
________________ અર્વાચીન જૈન જયોતિર્ધરો માનવમાંથી મહામાનવ થવા માટે દૌર્ય, સહનશીલતા, સરળતા, સુશીલતા, સત્યનો આગ્રહ, ગુણાનુરાગ, ન્યાય, આત્મવિશ્વાસ અને અનાસક્તિ કેળવવાની જરૂર છે. સાચી વિદ્યા અને વિશ્વના : સાચી વિદ્યા કે વિદ્વત્તા તે જ કહેવાય જેમાં આત્મસુધારણા, વિશ્વપ્રેમ અને વિષયાસક્તિનો અભાવ હોય, સાથે સાથે જીવ માત્રમાં આત્મવત્ બુદ્ધિ અને ધર્મનું યથાવત્ પાલન હોય. સ્વાર્થમય પ્રલોભનો અને છેતરવાની વૃત્તિ ન હોવી જોઈએ. આવી વિદ્યા જ સ્વ-પરનું કલ્યાણ સાધવામાં સફળ બને છે, એવું નીતિકારોનું મંતવ્ય છે. જે ઈર્ષા, કલહ અને ઉદ્દેગ ઉપાવે તે વિદ્વત્તા નથી, વિદ્યા નથી, પણ મહાન અજ્ઞાનતા છે. તેથી જે વિદ્રત્તા દ્વારા આત્મકલ્યાણ થઈ શકે તે જ વિદ્રત્તા પ્રાપ્ત કરવા હંમેશાં સમ્યગ ઉદ્યમ કરવો જોઈએ. દુરાચારી સદા દુઃખી થાય છે. વ્યભિચાર સેવવો કદાપિ સુખદાયક નથી. આના પરિણામે અનેક દુ:ખો અને વ્યાધિઓથી ઘેરાઈ જવું પડે છે. તેથી જ મને રામથ’ એમ કહ્યું છે, અને તે પરમ સત્ય છે. દુરાચારપ્રિય લોકો પહેલેથી ચેતતા નથી. જ્યારે તેઓ મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે ત્યારે પોતાના દુરાચારોનું સ્મરણ કરીને ખૂબ પશ્ચાત્તાપ કરે છે. વ્યક્તિ દુરાચારના ફળ સ્વરૂપે પાછલી જિંદગીમાં અસાધ્ય રોગોથી પીડિત અને ચિતિત બની રહે છે. પોતે કરેલાં મહાપાયો માટે અને પરભવની યાતનાના ભયથી તે કાંપવા માંડે છે. પરંતુ તે સમયે તેમનું કોઈ રક્ષક કે ભાગીદાર થતું નથી. અસહાય અવસ્થામાં તેમને આ દુનિયામાંથી રોતાં રોતાં અલવિદા લેવી પડે છે. આવું સત્ય જાણીને જે ધર્મમાર્ગને અપનાવી લે છે તે પરભવમાં પણ સુખ પ્રાપ્ત કરી લે છે.