SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ધાર્મિક ગ્રંથો વાંચવા તરફ તેમની વૃત્તિ વધુ ઢળેલી રહેતી. સોળ વર્ષની વયે મોટાભાઈ શ્રી માણેકલાલ સાથે તેઓને વેપાર માટે સિલોન જવાનું બન્યું. અહીં થોડો સમય ૨હીં, કલકત્તા વગેરે નગરોમાં થોડું રોકાઈ તેઓ વતનમાં પાછા ફર્યા. થોડા વખતમાં જ તેમનાં પૂજય માતાપિતા કાળધર્મ પામ્યાં, તેથી વૈરાગ્યવૃત્તિવાળા રત્નરાજને વિશેષપણે ધર્મધ્યાનમાં જોડાવાનો સમય મળ્યો. આ ધર્મભાવના દિવસે દિવસે વધતી ચાલી. વૈરાગ્યવૃદ્ધિ અને પતિ-દીક્ષા: ઈ. સ. ૧૮૪૫માં શ્રી પ્રમોદસૂરિજીનું અહીં આગમન થયું. તેમના ઉપદેશ-સમાગમથી રત્નરાજને દીક્ષાનો વિચાર આવ્યો. પોતાના અંતરની આ વાત તેમણે મોટાભાઈને જણાવી અને ઈ.સ. ૧૮૪૭માં ઉદેપુર મુકામે શ્રી હેમવિજયજીના હાથે દીક્ષા થઈ. નામ શ્રી રત્નવિજયજી રાખવામાં આવ્યું. પહેલું ચોમાસું અકોલા અને બીજુ ચોમાસું ઇન્દોરમાં થયું. તેમને જ્ઞાનપ્રાપ્તિની વિશેષ લગની હતી. તેથી આગલાં ત્રણ ચોમાસાં દરમિયાન શ્રી સાગરચન્દ્રજીના સાન્નિધ્યમાં તેમણે વ્યાકરણ, ન્યાય, કાવ્ય, અલંકાર ઇત્યાદિમાં કુશળતા પ્રાપ્ત કરી. ઈ. સ. ૧૮૫૨માં તેઓશ્રીને પન્યાસની પદવી આપવામાં આવી. આગળનાં ચાર ચોમાસાંમાં પોતાનો અભ્યાસ સ્વયં તથા શ્રી દેવેન્દ્રસૂરિજીના સાન્નિધ્યમાં વધારતા ગયા. વિસ્તૃત શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિ થતાં શિક્ષાગુરુની આજ્ઞા લઈને ઈ. સ. ૧૮૫૭ થી ઈ. સ. ૧૮૬૨ દરમિયાનમાં શ્રી ધરણેન્દ્રસૂરિના ૫૧ યતિ શિષ્યોને વિવિધ ધર્મશાસ્રોનો અભ્યાસ કરાવ્યો અને દીક્ષાગુરુ શ્રી પ્રમોદસૂરિજીની સેવામાં રહ્યા. ઈ. સ. ૧૮૬૪ માં બીકાનેર-જોધપુરના નરેશો દ્વારા શ્રી ધરણેન્દ્રવિજયજીનું જે સન્માન થયું તેમાં ભાગ લીધો અને ‘દફતરી’નું બિરૂદ પ્રાપ્ત કર્યું. ઈ. સ. ૧૮૬૫૬૬ ના ચાતુર્માસમાં તેમણે ‘દફતરી’ પદનો ત્યાગ કર્યો અને જાલોર તથા ધાણેરાવના ચોમાસામાં યતિઓના શિથિલાચાર, પરિગ્રહબુદ્ધિ ઇત્યાદિ અંગે શ્રી ધરણેન્દ્રવિજયજી સાથેનો વિવાદ સમાપ્ત ન થતાં તેમાં ક્રિયોદ્ધાર કરવાનો નિર્ણય લીધો. ઈ. સ. ૧૮૬૭માં દીક્ષાગુરુ શ્રી પ્રમોદસૂરિ દ્રારા આહોર મુકામે, સમસ્ત શ્રી સંઘની હાજરીમાં પરંપરાગત સૂરિમંત્રની અને ‘શ્રી પૂજ્ય'ની પદવીનું અનુદાન, ભવ્ય સમારોહપૂર્વક સંપન્ન થયું. અહીંથી વિહાર કરી જાવરામાં ચાતુર્માસ દરમિયાન નવાબ તથા મંત્રીમંડળની સાથે શંકા-સમાધાન કર્યું. અતિ સંસ્થાનો સંપૂર્ણ ક્રિયોદ્ધાર અને કલમનામું : ઈ. સ. ૧૮૬૭ ના જાવરાના ચાતુર્માસ દરમ્યાન યુનિ શ્રી ધરણેન્દ્રસૂરિએ સિદ્ધકુશલ અને મોનીવિજય નામના બે મતિઓને શ્રી પૂજય પાસે મોકલ્યા. આ દૂતો અને શ્રી પૂજય વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ. શ્રી પૂજ્ય ગતિ પરંપરામાં રૂઢ થઈ ગયેલા અંવિશ્વાસોમાં, જનના ઉપરના પ્રભાવ માટેનાં અયોગ્ય સાધનોમાં, તેમજ રૂઢિઓ અને વિવિધ પ્રકારની શિથિલતાઓમાં આમૂલ ક્રાંતિ કરાવવાની બાબતમાં દેઢ હતા. તેઓએ આ માટે નવ કલમોની ‘સુધાર યોજના’ લખીને મોકલી, જેના પર શ્રી ધરણેન્દ્રવિજ્યજીએ અન્ય સર્વ યતિઓની સાથે એકમત થઈ સહી કરી. આ વિધિ પૂરી થતાં જાહેરમાં તેની ધોષણા થઈ. એ વખતે શ્રી પૂજ્યે પોતે પણ પૂર્વે ભેટરૂપે મળેલી સર્વ લૌકિક પદવીઓ અને છડી, ચામર, પાલખી વગે૨ે સમસ્ત પરિગ્રહોનો શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં સંપૂર્ણ ત્યાગ કર્યો. તેમના મુખ્ય બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249002
Book TitleTapodhan Shrimad Rajendrasuri
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size388 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy