Book Title: Tap ane Parishaha e Shu Che Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 4
________________ ૪૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યા તપને કારણે નહિ પણ એ તપને અંતર્જીવનમાં પૂર્ણ ઉપયોગ કરી કારણે જ; એ વાત ભૂલાવી ન જોઈએ. ભગવાન મહાવીરના જીવનક્રમમાંથી જે અનેક પરિપકવ રૂપે આપણને વારસે મળે છે તેમાં તપ પણ એક વસ્તુ ભગવાન પછીના આજ સુધીના ૨૫૦૦ વર્ષમાં જૈનસંધે જેટલો તપ અને તેના પ્રકારેને જીવતો વિકાસ કર્યો છે તેટલે બીજા કે સંપ્રદાયે ભાગ્યે જ કર્યો હશે. એ ૨૫૦૦ વર્ષના સાહિત્યમાં કેવળ તપ અને તેનાં વિધાનને લગતું સાહિત્ય જુદું તારવવા આવે તે એક ખાસ અભ્યાસગ્ય ભાગ જ થાય. જૈન માત્ર ગ્રંથમાં જ નથી રહ્યું, એ તો ચતુર્વિધસંધમાં જીવતા ચ વહેતા વિવિધ તપના પ્રકારનો એક પડ માત્ર છે. આજે ૫ તપ આચરવામાં જૈને એક્કા ગણાય છે. બીજી કોઈ પણ બાબત જૈનો કદાચ બીજા કરતાં પાછળ રહે પણ જે ત૫ની પરીક્ષા, ખા કરી ઉપવાસ આયંબિલની પરીક્ષા લેવામાં આવે તો આખા દેશ અને કદાચ આખી દુનિયામાં પહેલે નંબર આવનાર જન પુરુ નહિ તો છેવટે સ્ત્રીઓ નીકળવાની જ એવી મારી ખાત્રી છે. આ જેમ જ્યાં દેખે ત્યાં લાઠી ખાવાની હરિફાઈ બાળકે સુદ્ધાંમાં નજ પડે છે, તેમ ઉપવાસ કરવાની હરિફાઈ જૈન બાળકોમાં રૂઢ થઈ ગ છે. ઉપવાસ કરતાં કચવાતાં જૈન બાળકને એની મા પચે નબળે એવી જ રીતે કહે છે, કે જેવી રીતે લડાઈમાં જવા નાઉમેદ થતા રજપૂત બાળકને તેની ક્ષત્રિયાણી મા નમાલે કહેતી તપને લગતા ઉત્સ, ઊજમણુએ અને તેવા જ બીજા ઉત્તેજ પ્રકારે આજે પણ એટલા બધા વ્યાપેલા છે કે જે કુટુંબે, ખારા કરી જે બહેને, તપ કરી તેનું નાનું મોટું ઊજમણું ન કર્યું હોય તેને એક રીતે પોતાની ઉણપ લાગે છે. મુગલ સમ્રાટ અકબર આકર્ષણ કરનાર એક કઠોર તપસ્વિની જૈન બહેન જ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14