Page #1
--------------------------------------------------------------------------
________________
તપ અને પરિષહ એ શું છે?
તથા એને ઉપયોગ
અહિંસાના પથ જેટલા જૂના, તેટલું જ તપ પણ જૂનું છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં આપણું દેશમાં તપને કેટલો મહિમા મહત, તપ કેટલું આચરવામાં આવતું, અને તપપૂજા કેટલી હતી એના પુરાવાઓ આપણને માત્ર જૈન આગમ અને બદ્ધ પિટકામાંથી જ નહિ પણ વૈદિક મંત્રો, બ્રાહ્મણો અને ઉષનિષદે સુદ્ધાંમાંથી મળે છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે તપનું અનુષ્ઠાન આવશ્યક મનાતું. તપથી ઈન્દ્રનું આસન કાંપતું, તેને ભય લાગતું કે તપસ્વી મારું પદ લઈ લેશે. એટલે તે મેનકા કે તિલોત્તમા જેવી અપ્સરાઓને, તપસ્વીને ચલિત કરવા મોકલતો. માત્ર મેક્ષ કે સ્વર્ગના રાજ્ય માટે જ નહિ પણ ઐહિક વિભૂતિ માટે પણ તપ આચરાતું. વિશ્વામિત્રનું ઉગ્ર તપ પુરાણમાં પ્રસિદ્ધ છે. મહાભારત અને રામાયણ
દે તો પાને પાને તાપસના મઠ, તપસ્વી ઋષિએ તેમજ તપસ્વિની માતાઓ નજરે પડશે. સ્મૃતિઓમાં જેમ રાજદંડના નિયમો છે તેમ અનેક પ્રકારના તપના પણ નિયમો છે. સૂત્રમાં વર્ણાશ્રમની વ્યવસ્થા વાંચો એટલે જણાશે કે ચારે આશ્રમો માટે અધિકાર પ્રમાણે તપ બતાવવામાં આવ્યું છે; અને ત્રીજો તથા ચેો આશ્રમ તે ઉત્તર વધારે અને વધારે તપનાં વિધાનથી જ વ્યાપેલો છે. આ મિરાંત એકાદશી વ્રત, શિવરાત્રિનું વ્રત, જન્માષ્ટમી અને રામનવમીનું Aત વગેરે અનેક વ્રતાના મહિમાના ખાસ જુદા ગ્રંથો લખાયા છે. બીઓનાં કેટલાંક તપે જુદાં છે. કેટલાંક સ્ત્રીપુરુષ બન્નેનાં સાધારણ
*,
*
*
Page #2
--------------------------------------------------------------------------
________________
૪૨
પર્યુષણ પર્વનાં વ્યાખ્યા છે, જ્યારે કેટલાંક તપે તો માત્ર કન્યાઓનાં છે. આ તે બ્રા સંપ્રદાયની વાત થઈ
પણુ દ્ધ અને જૈન સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ એની એ વાત છે. મજિઝમનિકાય જેવા જૂના બૈદ્ધગ્રંથમાં અને ભગત જેવા પ્રસિદ્ધ જૈન આગમમાં, અનેક પ્રકારના તાપસના, તે મઠના અને તેમના તપની વિવિધ પ્રણાલિઓનાં આકર્ષક વર્ણને જે એટલું જાણવા માટે બસ છે કે, આપણે દેશમાં અઢી હતી વર્ષ પહેલાં પણ તપ અનુષ્ઠાન ઉપર નભતી ખાસ સંસ્થાઓ હો અને લેકે ઉપર તે સંસ્થાઓને ભારે પ્રભાવ હતો. બ્રાહ્મણ, લિ અને શ્રમણ એ ત્રણે નામનું મૂળ તપમાં જ છે. બ્રહ્મ તરફ ઝુકને અને તે માટે બધું ત્યાગનાર તે બ્રાહ્મણ માત્ર ભિક્ષા ઉપર નભનું અને કશે જ સંચય ન કરનાર તે ભિક્ષ. કલ્યાણ માટે બધે જ છે ઈચ્છાપૂર્વક સહનાર તે શ્રમશું. ભગવાન બુદ્ધ ભિક્ષા માટે ? બતાવ્યું છે, પણ તે સખત નથી. એમણે જીવનના નિયમો સખતાઈ કરી છે, પણ તે બાહ્ય નિયમમાં નહિ. મુખ્યપણે તેમ સખતાઈ ચિત્ત શુદ્ધ રાખવાના આંતરિક નિયમમાં છે.
પરંતુ ભગવાન મહાવીરની સખતાઈ તે બાહ્ય અને આત બન્ને પ્રકારના નિયમમાં છે. શ્રૌદ્ધ ગ્રંથમાં જે કાયલેશ એ દેહદમનને પરિહાસ કરવામાં આવ્યા છે તે કાયલેશ અને દેહદમને જૈન આગમે પૂરી હિમાયત કરે છે. પરંતુ આ હિમાયતા પાછળ ભગવાન મહાવીરની જે મુખ્ય શરત છે તે શરત તરફ જ કે અજાણ્યે ધ્યાન ન અપાયાથી જ બૈદ્ધ ગ્રંથમાં જેન તપ પરિહાસ થયેલો દેખાય છે. જે તપને બુદ્ધ પરિહાસ કર્યો છે જે તપને તેમણે નિરર્થક બતાવ્યું છે તે તપને તે મહાવીરે ૫ માત્ર કાયક્લેશ, મિથ્યા તપ કે અકામ નિર્જરા કહી તેની નિરર્થક બતાવી છે. તામસી તાપસ અને પૂરણ જેવા તાપસનાં આ ઉગ્ર અને અતિ લાંબા વખતનાં તપને ભગવાને મિથ્યા તપ ક
Page #3
--------------------------------------------------------------------------
________________
૪૩
તપ અને પરિષહ એ શું છે? . આનું શું કારણ? જે ઉગ્ર તપ જે ઉગ્ર કાયક્લોશ અને જે ગ્ર દેહદમન ભગવાન આચરે તે જ તપ, તે જ કાયકલેશ અને તે જ દમન જે બીજો આચરે તે એનો વિરોધ ભગવાન શા માટે કરે ? શું એમને બીજાની અદેખાઈ હતી? કે બીજાના તપને સમજવાનું અજ્ઞાન હતું ? આ બેમાંથી એકે ભગવાન મહાવીરમાં હોય એમ કલ્પવું એ એમને ન સમજવા બરાબર છે. ભગવાનને વિરોધ એ તાપસના દેહદમન પરત્વે ન હતો. કારણ કે એવાં દેહદમનો તો. તે તેમણે પોતે આચરેલાં છે, અને તેમની સામે વર્તમાન ધના અણગાર જેવા તેમના અનેક શિષ્યએ એવાં જ દેહદમને સેવેલાં છે; જેના પૂરાવાઓ જેન આગમાં મોજુદ છે. ત્યારે જૂની ચાલી, આવતી તાપસ સંસ્થાઓ અને તેમનાં વિવિધ તપ સામે ભગવાનને વિરોધ કઈ બાબતમાં હતો? એમને એમાં શું ઉણપ લાગેલી એ સવાલ છે. એનો ઉત્તર ભગવાનના પિતાના જીવનમાંથી અને જૈન પરંપરામાં ચાલ્યા આવતા એ જીવનની ભાવનાના વારસામાંથી મળી આવે છે. ભગવાને તપની શોધ કાંઈ નવી કરી ન હતી, ત૫ તે એમને કુળ અને સમાજના વારસામાંથી જ સાંપડ્યું હતું. એમની રાધ જે હોય તે તે એટલી જ કે એમણે તપને, કઠોરમાં કઠોર પાપને, દેહદમનને અને કાયકલેશને આચરતા રહી તેમાં આંતરદષ્ટિ. ઉમેરી એટલે બાહ્ય તપને અંતર્મુખ બનાવ્યું. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમંતભદ્રની ભાષામાં કહીએ તો ભગવાન મહાવીરે કઠોરતમ તપ પણ આચર્યું; પરંતુ તે એવા ઉદ્દેશથી કે તે દ્વારા જીવનમાં વધારે ડોકિયું કરી શકાય, વધારે ઉંડા ઉતરાય અને જીવનને અંતર્મળ ફેકી દઈ શકાય. આ જ કારણથી જૈન તપ બે ભાગમાં વહેચાઈ જાય છે. એક બાહ્ય અને બીજું આત્યંતર. બાહ્ય તપમાં દેહને લગતાં બધાં જ દેખી શકાય તેવાં નિયમને આવી જાય છે. અને આત્યંતર તપમાં જીવનશુદ્ધિના બધા જ આવશ્યક નિયમે. આવી જાય છે. ભગવાન દીર્ધ તપસ્વી કહેવાયા તે માત્ર બાહ્ય.
Page #4
--------------------------------------------------------------------------
________________
૪૪
પર્યુષણ પર્વનાં વ્યાખ્યા તપને કારણે નહિ પણ એ તપને અંતર્જીવનમાં પૂર્ણ ઉપયોગ કરી કારણે જ; એ વાત ભૂલાવી ન જોઈએ.
ભગવાન મહાવીરના જીવનક્રમમાંથી જે અનેક પરિપકવ રૂપે આપણને વારસે મળે છે તેમાં તપ પણ એક વસ્તુ ભગવાન પછીના આજ સુધીના ૨૫૦૦ વર્ષમાં જૈનસંધે જેટલો તપ અને તેના પ્રકારેને જીવતો વિકાસ કર્યો છે તેટલે બીજા કે સંપ્રદાયે ભાગ્યે જ કર્યો હશે. એ ૨૫૦૦ વર્ષના સાહિત્યમાં કેવળ તપ અને તેનાં વિધાનને લગતું સાહિત્ય જુદું તારવવા આવે તે એક ખાસ અભ્યાસગ્ય ભાગ જ થાય. જૈન માત્ર ગ્રંથમાં જ નથી રહ્યું, એ તો ચતુર્વિધસંધમાં જીવતા ચ વહેતા વિવિધ તપના પ્રકારનો એક પડ માત્ર છે. આજે ૫ તપ આચરવામાં જૈને એક્કા ગણાય છે. બીજી કોઈ પણ બાબત જૈનો કદાચ બીજા કરતાં પાછળ રહે પણ જે ત૫ની પરીક્ષા, ખા કરી ઉપવાસ આયંબિલની પરીક્ષા લેવામાં આવે તો આખા દેશ અને કદાચ આખી દુનિયામાં પહેલે નંબર આવનાર જન પુરુ નહિ તો છેવટે સ્ત્રીઓ નીકળવાની જ એવી મારી ખાત્રી છે. આ જેમ જ્યાં દેખે ત્યાં લાઠી ખાવાની હરિફાઈ બાળકે સુદ્ધાંમાં નજ પડે છે, તેમ ઉપવાસ કરવાની હરિફાઈ જૈન બાળકોમાં રૂઢ થઈ ગ છે. ઉપવાસ કરતાં કચવાતાં જૈન બાળકને એની મા પચે નબળે એવી જ રીતે કહે છે, કે જેવી રીતે લડાઈમાં જવા નાઉમેદ થતા રજપૂત બાળકને તેની ક્ષત્રિયાણી મા નમાલે કહેતી તપને લગતા ઉત્સ, ઊજમણુએ અને તેવા જ બીજા ઉત્તેજ પ્રકારે આજે પણ એટલા બધા વ્યાપેલા છે કે જે કુટુંબે, ખારા કરી જે બહેને, તપ કરી તેનું નાનું મોટું ઊજમણું ન કર્યું હોય તેને એક રીતે પોતાની ઉણપ લાગે છે. મુગલ સમ્રાટ અકબર આકર્ષણ કરનાર એક કઠોર તપસ્વિની જૈન બહેન જ હતી.
Page #5
--------------------------------------------------------------------------
________________
ડાય તે પણ શબ્દ જ ના પતન
ય અને પરિષહ એ શું છે?
તપને તો જેન ન હોય તે પણ જાણે છે, પરંતુ પરિષહોની [બતમાં તેમ નથી. અરેન માટે પરિષહ શબદ જરા નવા જેવો છે, Kતુ એને અર્થ ન નથી. ઘર છોડી ભિક્ષુ બનેલાને પિતાના યિની સિદ્ધિ માટે જે જે સહવું પડે તે પરિષહ. જૈન આગમોમાં hવા પરિષદે ગણાવવામાં આવ્યા છે, તે ફક્ત ભિક્ષુજીવનને શિીને જ. બાર પ્રકારનું તપ દર્શાવવામાં આવ્યું છે તે તો ગૃહસ્થ * ત્યાગી બધાને જ ઉદ્દેશીને. જ્યારે બાવીશ પરિષહ ગણાવવામાં
વ્યા છે તે ત્યાગી જીવનને ઉદ્દેશીને જ. તપ અને પરિષહ કે મે જુદા દેખાય છે, એના ભેદે પણ જુદા છે, છતાં એ ભૂલાવું તે જોઈએ કે એ બન્ને વસ્તુ એક જ બીમાંથી ઉગેલા એક બીજાથી કટા ન પાડી શકાય એવા બે ફણગા છે. - વ્રતનિયમ અને ચારિત્ર એ બન્ને એક જ વસ્તુ નથી. એ જ રીતે સાન એ પણ એ બન્નેથી જુદી વસ્તુ છે. સાસુ નણંદ અને ધણુ સાથે ઉમેશા ઝઘડનાર વહુ, તેમજ જુઠું બોલનાર અને દેવાળું કાઢનાર
પ્રામાણિક વ્યાપારી પણ ઘણીવાર કઠણ વતનિયમ આચરે છે. નેકનીતિથી સાદુ અને તદ્દન પ્રામાણિક જીવન ગાળનાર કાર્ડ કઈ એવા મળી આવે છે કે જેને ખાસ વ્રતનિયમેનું બંધન નથી હોતું. વતનિયમ ખાચરનાર અને સરલ ઈમાનદાર જીવન ગાળનાર કોઈ કાઈ ઘણીવાર એવા તમને મળશે કે જેમનામાં વધારે વિચાર અને જ્ઞાનની જાગૃતિ મુ હોય; આમ છતાં વ્રતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેને યેગા એક વ્યક્તિના જીવનમાં શક્ય છે, અને જો એ યોગ હોય તો જીવનને વધારે અને વધારે વિકાસ સંભવે છે, એટલું જ નહિ પણ એવા વિગવાળા આત્માને જ વધારે વ્યાપક પ્રભાવ બીજા ઉપર પડે છે, અથવા તો એમ કહે કે એ જ માણસ બીજાઓને દોરી શકે છે; જેમ મહાત્મા છે. આજ કારણથી ભગવાને તપ અને પરિષહેમાં એ ત્રણે તો સમાવ્યાં છે. તેમણે જોયું કે “મનુષ્યને જીવનપંચ લાગે છે, તેનું ધ્યેય અતિ દૂર છે, તે ધ્યેય જેટલું દૂર તેટલું જ
WWW.jainelibrary.org
Page #6
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને સુક્ષ્મ છે, અને તે વ્યયે પહોંચતાં વચ્ચે મોટી મુસીબતો ઉભી થા છે, એ માર્ગમાં અંદરના અને બહારના બન્ને દુશ્મને હુમલો કે છે, એનો પૂર્ણ વિજય એકલા વ્રતનિયમથી, એકલા ચારિત્રથી, એકલા જ્ઞાનથી શક્ય નથી.” આ તત્ત્વ ભગવાને પોતાના જીવન અનુભવ્યા બાદ જ એમણે તપ અને પરિષહોની એવી ગોઠવણી ક કે તેમાં વતનિયમ, ચારિત્ર અને જ્ઞાન એ ત્રણેને સમાવેશ થ જાય. એ સમાવેશ એમણે પોતાના જીવનમાં શક્ય કરી બતાવ્યો.
મૂળમાં તો તપ અને પરિષહ એ ત્યાગી તેમજ ભિક્ષુ જીવનમાં જ ઉત્પન્ન થયેલા છે, જે કે એને પ્રચાર અને પ્રભાવ છે એક અદના ગૃહસ્થ સુધી પણ પહોંચે છે. આર્યાવર્તના ત્યારે -જીવનને ઉદ્દેશ આધ્યાત્મિક શાંતિ જ હતો. આધ્યાત્મિક શાંતિ એટ લેશોની અને વિકારની શાંતિ. આર્ય ઋષિઓને મન લેશેને વિજ એ જ મહાન વિજય હતો તેથી જ તો મહર્ષિ પતંજલિ તપનું પ્રયોજા બતાવતાં કહે છે કે “તપ કલેશને નબળા પાડવા અને સમાધિ સંસ્કારે પુષ્ટ કરવા માટે છે. આ તપને પતજલિ ક્રિયાયોગ કહે છે કારણકે એ તપમાં વ્રતનિયમને જ ગણે છે; તેથી પતંજલિ ક્રિયાગથી જુદો જ્ઞાનયોગ સ્વીકારવો પડયો છે. પરંતુ જેન તપમાં તે ક્રિયાગ અને જ્ઞાનગ બને આવી જાય છે. અને એ પર
સ્મરણમાં રાખવું જોઈએ કે બાહ્ય તપ જે ક્રિયાયોગ જ છે તે અત્યંત તપ એટલે જ્ઞાનયોગની પુષ્ટિ માટે જ છે; અને એ જ્ઞાનયોગની પુષ્ટિ દ્વારા જ જીવનના અંતિમ સાધ્યમાં ઉપયોગી છે, સ્વતંત્રપણે નહિ આ તો તપ અને પરિષહોના મૂળ ઉદ્દેશની વાત થઈ પણ આપ જોવું જોઈએ કે આટઆટલા તપ તપનાર અને પરિષહ સહના સમાજમાં હોવા છતાં આજ સુધીમાં સમાજે ક્લેશ કંકાસ અને ઝઘડ વિખવાદની શાંતિ કેટલી સાધી છે? તમે સમાજનો છેલ્લાં ફક પચીશ જ વર્ષને ઇતિહાસ લેશો તે તમને જણાશે કે એક બાળ તપ કરવાની વિવિધ સગવડે સમાજમાં ઉભી થાય છે અને વધતી
Page #7
--------------------------------------------------------------------------
________________
તપ અને પરિષહ એ શું છે?
૪૭ જાય છે; અને બીજી બાજુ ક્લેશ, કંકાશ અને વિખવાદના કાંટા વધારે ને વધારે ફેલાતા જાય છે. આનું કારણ એ નથી કે આપણે ત્યાં તપ અને ઉદ્યાપ વધ્યાં એટલે જ કલેશ કંકાસ વગે; પણ એનું કારણ એ છે કે આપણે તપનો ઉપયોગ કરવાની ચાવી જ ફેંકી દીધી અથવા હાથ ન કરી. તેથી તપની હજારે પૂજાઓ સતત ભણાવવા છતાં, તપનાં ઉદ્યાપને ભપકાબંધ ચાલુ હોવા છતાં, તેના વરઘોડાનો મામ હોવા છતાં, આપણે જ્યાં અને ત્યાં જ ઉભા છીએ; નથી એકે પગલે બીજા કોઈ સમાજ કે પડોશીથી આગળ વધ્યા, ઉલટું ઘણી બાબતમાં તો આપણે ચાવી વિનાના તપમાં શક્તિ નકામી ખર્ચે બીજા કરતાં પાછા પડયા છીએ અને પાછા પડતા જઈએ છીએ.
જે વસ્તુ ચોથા મેક્ષ પુરુષાર્થની સાધક હોય તે વ્યવહારમાં અનુપયોગી હોય તેમ બનતું જ નથી. જે નિયમો આધ્યાત્મિક જીવનના પિષક હોય છે, તે જ નિયમો વ્યાવહારિક જીવનને પણ પોષે છે. તપ અને પરિવહો જે કલેશની શાંતિ માટે હોય તે તેની એ પણ શરત હોવી જોઈએ કે તેના દ્વારા સમાજ અને રાષ્ટ્રનું હિત સધાય અને તેનું પોષણ થાય. કઈ પણ આધિભૌતિક કે દુન્યવી એવી મહાન વસ્તુ કે શોધ નથી કે જેની સિદ્ધિમાં તપ અને પરિવહની જરૂરિયાત ન હોય. સિકંદર, સીઝર, નેપોલિયનને વિજય , અથવા વૈજ્ઞાનિકની શોધ લ્યો, અથવા બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખનાર અંગ્રેજોને , તો તમને દેખાશે કે એની પાછળે એમની ઢબે તપ હતું અને પરિષહ પણ હતા. આપણે બધા તપ આચરીએ કે પરિષહ સહીએ તો તેને કાંઈક તો ઉદ્દેશ હોવો જ જોઈએ. કાંતો તેનાથી આધ્યાત્મિક શાંતિ સધાય અને કાંતો આધિભૌતિક વિભૂતિ સધાય. આ બેમાંથી એકે ન સધાય તે આપણને મળેલ તપ અને પરિષહેને વિકસિત વારસો વધ્યા છતાં કેટલી વધારે કીંમતનો છે એને વિચાર તમે જ કરે! પરિણામ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે તપ અને પરિષહ મારફત આપણે સમાજે
Page #8
--------------------------------------------------------------------------
________________
૪૮
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને પ્રમાણમાં બીજા કરતાં આધ્યાત્મિક શાંતિ એટલે કલેશોની શાંતિ કેટલી વધારે સાધી છે; અથવા એ વારસા દ્વારા એણે આધિદૈતિક મહત્ત કેટલી વધારે પ્રાપ્ત કરી છે? જે આપણને એવું અભિમાન હોય છે જેને જેવું તપ કેાઈ કરતા નથી, કરી શકતા નથી અને જેન ભિક્ષુ જેટલા ઉગ્ર પરિષહ બીજા કેાઈ સહી શકતા નથી તે આપણે એનું વધારેમાં વધારે પરિણામ બતાવવા તૈયાર રહેવું જોઈએ. દુનિયામાંથી કોઈ આવી આપણને પૂછે “કે ભલા! તમે તપ અને પરિષહોની બાબતમાં બીજા કરતાં પોતાને વધારે ચડિયાતા માની છે તો પછી તમારે સમાજ પણ એનું પરિણામ મેળવવામાં વધારે ચડિયાતો હોવો જોઈએ. તેથી તમે બતાવો કે તમારા સમાજે તપ અને પરિષહ દ્વારા કર્યું પરિણામ મેળવી બીજા સમાજ કરતા ચડિયાતાપણું મેળવ્યું છે ? શું તમે કલેશશાંતિમાં બીજા કરતાં ચડો છે ? કે શું જ્ઞાનની બાબતમાં બીજા કરતાં ચડે છે ? કે શું શોધખોળ કે ચિંતનમાં બીજા કરતાં ચડે છે? કે શું તમે પરાક્રમી શીખ સૈતિક જેવી સહનશીલતામાં બીજા કરતાં ચડો છો ? આ પ્રશ્નને ઉત્તર આપણે હકારમાં પ્રામાણિકપણે ન આપી શકીએ ( અને અત્યારનું સામાજિક પરિણામ એવો ઉત્તર આપવા ના પાડે છે) તે પછી આપણે એકવાર ગમે તેવા કીંમતી નીવડેલા અને વસ્તુતઃ કીંમતી નીવડી શકે તેવા તપ અને પરિષહોના વારસાનું મિથ્યાભિમાન કરવું છોડી દેવું જોઈએ.
તપ અને પરિષહના ખાસ પ્રતિનિધિ મનાતા ગુરુઓ જ આજે મોટે ભાગે આપણું કરતાં વધારે ગૂંચમાં છે, મોટા કલેશમાં છે, ભારે અથડામણના જોખમમાં છે. સાથે સાથે સમાજને મોટે ભાગ પણ એ વાવાઝોડામાં સપડાયેલ છે. કયાં ! એ સુંદર વારસાનાં સુંદરતમ આધ્યાત્મિક પરિણામો અને કયાં ! એ કીંમતી વારસાને વ્યર્થ અને નાશકારક રીતે વ્યય ! જે જૈન સમાજના એ મુખ્ય પ્રતિનિધિઓએ આધ્યાત્મિક વિજય સાધી આપણે સમાજને જીવિત શાંતિ
WWW.jainelibrary.org
Page #9
--------------------------------------------------------------------------
________________
તપ અને પરિષહ એ શું
છે ?
૪૯
અપ હેત, અથવા હજી પણ અર્પતા હતા, તે વ્યાવહારિક ભૂમિકામાં ગમે તેટલું પછાતપણું હોવા છતાં આપણે ઉંચું માંગું કરી એમ કહી રક્ત કે અમે આટલું તે કર્યું છે, પણ એક બાજુ આધ્યાત્મિક શાંતિમાં જગત આપણું દેવાળું જુએ છે અને બીજી બાજુ આપણી સામાજિક અને રાષ્ટ્રીય નબળાઈએ તો આપણે પિતાને મોઢે જ કબૂલ કરીએ છીએ એટલે એકંદર રીતે એમ બન્યું છે કે આપણે તપ અને પરિષહોમાંથી પરિણામ મેળવવાની કૂંચી જ હાથ નથી કરી. તેથી આજે વિચાર ઉપસ્થિત થાય છે કે હવે શું એ વારસો જે હજારો વર્ષો થયાં મળ્યો છે અને જે કીંમતી લેખાય છે તે ફેંકી દે? અગર તો તે મારફત શું કરવું ? તેનાથી પરિણામ સાધવાની શી કુંચી છે? આ પ્રશ્નોના જવાબમાં જ પ્રસ્તુત ચર્ચા પુરી થઈ જાય છે.
સમયે સમયે નવાં નવાં બળે પ્રગટે છે, અને ક્ષેત્રે ખુલ્લાં થાય છે. એક જ વસ્તુનો ભિન્નભિન્ન સમયમાં અને ભિન્નભિન્ન ક્ષેત્રમાં જુદા પિગ થઈ શકે છે, આજે ભારતવર્ષને સાચા તપ અને પરિષહની જરૂર ઉભી થઈ છે. આપણો સમાજ તપ અને પરિષહાથી ટેવાયેલ છે. જે એમની આધ્યાત્મિક આંખ એનાથી ન ઉઘડતી હોય તે પછી એનાથી વ્યાવહારિક આંખ તો ઉઘાડવી જ જોઈએ ! અને કપ કે પરિષહો દ્વારા કોઈ પણ વ્યાવહારિક પરિણામ લાવવું હોય મારે જે દૃષ્ટિ હોય તો તેનાથી આધ્યાત્મિક પરિણામ એ આવે જ છે ભગવાનનું તપ દ્વિમુખી છે. જે એને આચરનારમાં જીવનની કળા Rય તે તે મેટામાં મોટું વ્યાવહારિક પરિણામ આણવા ઉપરાંત રાધ્યાત્મિક પરિણામ પણ આણે જ છે. આની સાબીતી માટે પિીજી બસ છે, એમના તપે અને પરિષહાએ રાજકીય અને સામાજિક તમાં કેવાં કેવાં પરિણામ આણ્યાં છે, કેવી કેવી ચિરસ્થાયી ક્રાંતિઓ
માવી છે અને લેકમાનસમાં કેટલે પલટ કર્યો છે ! તેમ છતાં
તેમણે પોતાના આધ્યાત્મિક જીવનમાંથી કશું જ ગુમાવ્યું નથી.
Page #10
--------------------------------------------------------------------------
________________
૫૦
પર્યુષણ પર્વના વ્યાખ્યાનો ઉલટું એમણે એ તપ અને પરિષહોની મદદથી જ પિતાનું આધ્યાત્મિક જીવન પણ ઉન્નત બનાવ્યું છે. એક જણ તપ અને પરિષહાથી આધ્યાત્મિક તેમજ આધિભંતિક બન્ને પ્રકારનાં પરિણામો સાધે, અને બીજાઓ એ વડે બેમાંથી કશું જ ન સાધે ત્યારે એમાં ખામી તપ–પરિષહની કે એના આચરનારની ? ઉત્તર એ જ છે કે ખામી એના આચરનારની.
આપણે આપણું એ વારસાને ઉપયોગ રાષ્ટ્રના અભ્યદય અર્થે કાં ન કરીએ ? રાષ્ટ્રના અભ્યદય સાથે આપણે આધ્યાત્મિક શાંતિ મેળવવી હોય તે વચ્ચે કાણુ આડું આવે છે? પણ ન નાચનારીને આંગણું વાંકું–એ ન્યાયે આપણું આળસી અંગે આપણી પાસે એમ કહેવરાવે છે કે અમે દેશકાર્યમાં શી રીતે પડીએ? રાષ્ટ્રપ્રવૃત્તિ એ તો ભોગભૂમિકા છે અને અમે તો આધ્યાત્મિક કલ્યાણ સાધવા માગીએ છીએ. ભોગભૂમિકામાં પડીએ તે એ શી રીતે સધાય ? ખરેખર આ કથનની પાછળ પુષ્કળ અજ્ઞાન રહેલું છે. જેનું મન સ્થિર હય, જેને કરી છુટવું હોય એને માટે રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને આધ્યાત્મિક કલ્યાણ વચ્ચે કશો જ વિરોધ નથી. જેમ શરીર ધારણ કરવા છતાં એનાથી આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે; તેમ ઇચ્છા અને આવડત હોય તો રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવા છતાં આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે. અને જે ઇચ્છા અને આવડત ન હોય તે આધ્યાત્મિક કલ્યાણને નામે તપ તપવા છતાં તેનું પરિણામ ઉલટું જ આવેઃ જે આજે દેખાય છે.
બાવીશ પરિષહમાં ભૂખ તૃષા, ટાઢ તડકે, જીવ જંતુ, માન અપમાન વગેરેનાં સંકટ મુખ્ય છે. એ સંકટોથી પોતાને વધારેમાં વધારે ટેવાયેલ માનનાર એક મેટો શ્રમણવર્ગ દેશને સદ્દભાગ્યે મેજુદ છે. સરકાર અને સમાજના અન્યાય સામે થનાર અહિંસક અને સત્યપ્રિય યોદ્ધાઓમાં એ જ ગુણેની વધારે અપેક્ષા રહે છે. આ ગુણે જેન વર્ગને વારસાગત જેવા છે. એટલે જ્યારે દેશને
Page #11
--------------------------------------------------------------------------
________________
તપ અને પરિષહ એ શું છે ?
૫૧ અન્યાયના વિજય માટે સૈનિકોની જરૂર હોય ત્યારે તે ધર્મયુદ્ધમાં એ પરિષહ સહિષ્ણુએ જ મોખરે હોવા જોઈએ. એમ તો કઈ નહિ કહે કે દેશની સ્વતંત્રતા તેમને નથી જોઇતી કે નથી ગમતી ! અગર તો એ સ્વતંત્રતા મળ્યા પછી તેઓ પરદેશમાં ચાલ્યા જશે. વળી એમ પણ કાઈ નહિ કહી શકે કે આવી શાંત સ્વતંત્રતા વધારેમાં વધારે સહન કર્યા વિના મળી શકે. જો આમ છે તે આપણી ફરજ સ્પષ્ટ છે કે આપણે-ખાસ કરી તપ અને પરિષહ સહવાની શક્તિ ધરાવનારદેશકાર્યમાં વધારે ભાગ આપીએ.
લડાઈ મારવાની નહિ પણ જાતે ખમવાની છે. જે હોય કે બીજુ સ્થળ હેય, આજનું યુદ્ધ બધે જ સહન કરવા માટે છે. જે સહન કરવામાં એક્કો અને તપ તપવામાં મજબૂત તે જ આજને ખરે સેવક. બહેન છે કે ભાઈ હો, જે ખમી ન જાણે તે આજ ફાળો આપી ન શકે. જેન ત્યાગી વર્ગ અને ગૃહસ્થ વર્ગ બીજાને મારવામાં નહિ પણ જાતે સહન કરવામાં પિતાને ચડિયાતો માને છે, અને બીજા પાસે મનાવે છે. એટલે તેની આજના યુદ્ધાપરત્વે તેમાં ઝુકાવવાની બેવડી ફરજ ઉભી થાય છે. કોઈ સાચો આચાર્ય કે સામાન્ય મુનિ, કલાલને અને પીનારને સમજાવતાં–શાંતિ અને પ્રેમથી સમજાવતાં– જેલમાં જશે તો ત્યાં તે જેલ મટી એને માટે અને બીજાને માટે તપોભૂમિ બનશે. લૂખૂપાખું ખાવા મળશે, જાડાંપાતળાં કપડાં મળશે તે એ એને અઘરું નહિ પડે, કારણ કે જે ટેવ વલ્લભભાઈ જેવાને કે નહેરુ જેવાને પાડવો પડે છે તે ટેવ જૈન ગુરુને તો સ્વતઃસિદ્ધ છે. વળી જ્યારે તે ઘરથી નીકળે ત્યારે જ કપડાનો પરિષહ તેણે સ્વીકાર્યો છે. હવે જે ખાદી પહેરવી પડે તે એમાં એણે ધારેલું જ થયું છે, વધારે કશું જ નહિ. વધારે તો ત્યારે થયું કહેવાય કે જે એ ખાદીની અછતને લીધે તદ્દન નગ્ન રહે અથવા લંગોટભર રહી ટાઢ, તડકે અને જીવજંતુને ઉપદ્રવ સહન કરે. પણ આ ધાર્મિક દેશની એટલી અપાર ભક્તિ છે કે તે જાતે નગ્ન રહીને પણ
Page #12
--------------------------------------------------------------------------
________________
પર
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન પિતાના ગુરુઓનાં અંગ ઢાંકશે! ખરી વાત એ છે કે આધ્યાત્મિક અને આધિભૌતિક બન્ને પ્રકારને અભ્યદય સાધી શકાય એવી આ અલૌકિક લડાઈ છે અને એમાં તપ તપતાં જેન ભાઈ અને બહેનોને અને ગુરુ વર્ગને જેટલે અવકાશ છે, જેટલી સફળતાની વકી છે, તેટલી બીજા કોઈને નથી.
માત્ર રાજ્ય મેળવવામાં નહિ પણ તેને ચલાવવા સુદ્ધાંમાં પરિષહો સહન કરવા પડે છે. સાચું હોય કે ખોટું એ તેઓ જાણે કે ઈશ્વર જાણે, પણ અંગ્રેજો દલીલ કરે છે કે “હિંદુસ્તાન જેવા ગરમ દેશમાં જઈ રહેવામાં અને ત્યાં જીવન ગાળવામાં અમારે જે મુશ્કેલી છે, જે ખમવું પડે છે, તે હિંદુસ્તાનીઓ ન જાણી શકે. આમ છતાં અમે હિંદુસ્તાનના ભલા ખાતર એ બધું સહન કરીએ છીએ !” એમની આ ફરિયાદને સાચી માની એમનાં બધાં જ સંકટો આપણું દેશના બધા સંપ્રદાયના તપસ્વીઓએ માથે લઈ લેવાં જોઈએ. જે બાવાઓ પંચાગ્નિ તપના ભારે અભ્યાસી છે એમને હિંદુસ્તાનની રક્ષા માટે ઉઘાડે પગે સિંધના રણમાં કે મારવાડના વેરાન પ્રદેશમાં ઉભું રહેવું અને કૂચ કરતાં ચાલવું ભારે નહિ પડે. જે નાગડા બાવાઓ ભભૂતિ લપેટી ભર શિયાળામાં સ્મશાનમાં પડયા રહે છે તેમને દેશરક્ષા માટે અફઘાનિસ્તાનની સરહદ ઉપર કડકડતી ટાઢમાં રહેવું ભારે નહિ પડે. જેઓ અણીદાર ખીલાવાળા પાટિયા ઉપર સુવાના અભ્યાસી છે, તેમને દુશ્મનની બંદુકની સંગીને નહિ ખુંચે. જે પગપાળા ચાલવાના અને લૂખુંચૂકું ખાવાના તેમ જ એકવાર જેવુંતેવું ખાઈ ચલાવી લેવાના અને દિવસના દિવસો સુધી ઉપવાસ અને આયંબિલ કરવાના અભ્યાસી છે, તેમને કાંઈ પણ મુશ્કેલી આવવાની નથી. એટલે અંગ્રેજ સોલજોને કે કે વાઈસરોય સાહેબ સુધીના અમલદારને આપણે આપણું માટે શા સારુ આપણું દેશમાં મુશીબત સહન કરવા દેવી જોઈએ? ભલે તેઓ ઇંગ્લેંડમાં જઈ શાંતિ ભેગવે. ખાસ કરી આપણે બધા જ
Page #13
--------------------------------------------------------------------------
________________
તપ અને પરિષહ એ શું છે?
૫૩ સમાજમાં સ્ત્રી અને પુરુષમાં તપ કરવાનું અને ખમીખાવાનું અસાધારણ બળ પડયું હોય ત્યારે આપણે આપણું માટે પરદેશના લોકેાને શા માટે હેરાન કરવા જોઈએ ?
એટલે આજે સ્વરાજ્ય મેળવવામાં કહે કે તેને સાચવવામાં કહે, જેટલા બળની દરકાર છે તે બધું જ આપણી પાસે છે. ફક્ત ખામી હોય તો એટલી જ છે કે તેને ઉપયોગ કેઈ નિશ્ચિત ઉદેશમાં વ્યવસ્થિત રીતે થતો નથી. ફક્ત આપણું દેશની સ્ત્રીઓમાં જ જે તપ કરવાનું અને આફતો સહન કરવાનું બળ છે અને જેટલું બળ આજકાલ તેઓ તેમાં વાપરે છે, તે બહેને ધારે તો એટલા જ બળના વ્યવસ્થિત અને વિચારપૂર્વક ઉપયોગથી પુરુષોની જરાપણું મદદ સિવાય સ્વરાજ મેળવી શકે. કારણ કે આજની રાષ્ટ્રીય પ્રવૃત્તિની સફળતા માત્ર તપસ્યા ઉપર જ, અને સહનશીલતા ઉપર જ અવલંબેલી છે,–જે પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં છે. એટલે આજે આપણે હજાર વર્ષના વારસાને સુંદરતમ ઉપગ કરવાની તક પ્રાપ્ત થઈ છે, એને ઉપયોગ કરો અને એ દિશામાં વિચાર કરવો એમાં જ આપણું આ પર્યુષણની આંશિક સફળતા છે.
કોઈ એમ ન ધારે કે અત્યારે આ જે મેજું ચાલી રહ્યું છે, તેનો લાભ લઈ બોલનારાઓ તપ અને પરિષહ જેવી આધ્યાત્મિક કીંમતી વસ્તુઓને વેડફી નાખવા માગે છે. ખાત્રીથી માનજે કે અહીં એ વાત જ નથી. અહીં તે ઉદ્દેશ એટલી છે કે જે બળ આપણુમાં છે, અસ્તવ્યસ્ત થયેલું છે અને જેનો અત્યારે આધ્યાત્મિક, કે આધિભૌતિક ક્ષેત્રમાં કશો જ ઉપયોગ નથી થતા તે બળને ચાલુ પ્રવૃત્તિમાં લગાડી તેની વધારે કીંમત સિદ્ધ કરવી. જે એમ થાય તે દુનિયાની દષ્ટિમાં જૈન તપ અને પરિષહનું કેટલું મહત્વ વધે? ફક્ત મહાત્માજીએ પિતાના આચરણદ્વારા ઉપવાસનું કેટલું મહત્ત્વ વધારી મૂકયું છે? આજે એમના ઉપવાસની અનેક દૃષ્ટિએ
Page #14
--------------------------------------------------------------------------
________________ 54 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો કીંમત છે કારણ કે એમના ઉપવાસની પાછળ ચારિત્ર અને જ્ઞાન એ બને આત્યંતર તપ છે. તો પછી આપણે સમાજમાં ઉપવાસ અને બીજાં તેવાં અનેક તપે ચાલે છે તે બધાંની સાથે ચારિત્ર અને જ્ઞાનનો સુયોગ કરી, એનો લેકગમ્ય ઉપયોગ કરીએ તો શું એ તપની કીંમત ઘટવાની કે વધવાની? એટલે તપનું ખરું ઊજમણું દેખાવ અને ભપકાઓમાં નથી. ગાંધીજીએ પોતાના સાત, ચૌદ કે એકવીશ ઉપવાસનું એક પાઈના ખર્ચનું ઉજમણું નથી કર્યું અને છતાં એમના ઉપવાસોએ મોટામેટા દૂતને આકર્ષ્યા. કારણ શું છે? કારણ એ કે એ ઉપવાસની પાછળ લોકકલ્યાણની અને ચિત્તશાંતિની શુદ્ધ દૃષ્ટિ હતી. આજે આપણે આશા રાખીએ કે આપણું તપસ્વિવર્ગમાં અને પરિષહ ખમનાર, માથામાંથી વાળ ખેંચી કાઢવા જેવી સખત મુશ્કેલી સહનાર, ઉધાડે પગે ચાલનાર અને ઉઘાડે માથે ફરનાર ત્યાગવર્ગમાં એ શક્તિ તેમ જ ભાવના ઉતરે ! તા. 23-9-30 સુખલાલ