SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને પરિષહ એ શું છે ? ૫૧ અન્યાયના વિજય માટે સૈનિકોની જરૂર હોય ત્યારે તે ધર્મયુદ્ધમાં એ પરિષહ સહિષ્ણુએ જ મોખરે હોવા જોઈએ. એમ તો કઈ નહિ કહે કે દેશની સ્વતંત્રતા તેમને નથી જોઇતી કે નથી ગમતી ! અગર તો એ સ્વતંત્રતા મળ્યા પછી તેઓ પરદેશમાં ચાલ્યા જશે. વળી એમ પણ કાઈ નહિ કહી શકે કે આવી શાંત સ્વતંત્રતા વધારેમાં વધારે સહન કર્યા વિના મળી શકે. જો આમ છે તે આપણી ફરજ સ્પષ્ટ છે કે આપણે-ખાસ કરી તપ અને પરિષહ સહવાની શક્તિ ધરાવનારદેશકાર્યમાં વધારે ભાગ આપીએ. લડાઈ મારવાની નહિ પણ જાતે ખમવાની છે. જે હોય કે બીજુ સ્થળ હેય, આજનું યુદ્ધ બધે જ સહન કરવા માટે છે. જે સહન કરવામાં એક્કો અને તપ તપવામાં મજબૂત તે જ આજને ખરે સેવક. બહેન છે કે ભાઈ હો, જે ખમી ન જાણે તે આજ ફાળો આપી ન શકે. જેન ત્યાગી વર્ગ અને ગૃહસ્થ વર્ગ બીજાને મારવામાં નહિ પણ જાતે સહન કરવામાં પિતાને ચડિયાતો માને છે, અને બીજા પાસે મનાવે છે. એટલે તેની આજના યુદ્ધાપરત્વે તેમાં ઝુકાવવાની બેવડી ફરજ ઉભી થાય છે. કોઈ સાચો આચાર્ય કે સામાન્ય મુનિ, કલાલને અને પીનારને સમજાવતાં–શાંતિ અને પ્રેમથી સમજાવતાં– જેલમાં જશે તો ત્યાં તે જેલ મટી એને માટે અને બીજાને માટે તપોભૂમિ બનશે. લૂખૂપાખું ખાવા મળશે, જાડાંપાતળાં કપડાં મળશે તે એ એને અઘરું નહિ પડે, કારણ કે જે ટેવ વલ્લભભાઈ જેવાને કે નહેરુ જેવાને પાડવો પડે છે તે ટેવ જૈન ગુરુને તો સ્વતઃસિદ્ધ છે. વળી જ્યારે તે ઘરથી નીકળે ત્યારે જ કપડાનો પરિષહ તેણે સ્વીકાર્યો છે. હવે જે ખાદી પહેરવી પડે તે એમાં એણે ધારેલું જ થયું છે, વધારે કશું જ નહિ. વધારે તો ત્યારે થયું કહેવાય કે જે એ ખાદીની અછતને લીધે તદ્દન નગ્ન રહે અથવા લંગોટભર રહી ટાઢ, તડકે અને જીવજંતુને ઉપદ્રવ સહન કરે. પણ આ ધાર્મિક દેશની એટલી અપાર ભક્તિ છે કે તે જાતે નગ્ન રહીને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249641
Book TitleTap ane Parishaha e Shu Che
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size654 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy