Book Title: Tap ane Parishaha e Shu Che Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 1
________________ તપ અને પરિષહ એ શું છે? તથા એને ઉપયોગ અહિંસાના પથ જેટલા જૂના, તેટલું જ તપ પણ જૂનું છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં આપણું દેશમાં તપને કેટલો મહિમા મહત, તપ કેટલું આચરવામાં આવતું, અને તપપૂજા કેટલી હતી એના પુરાવાઓ આપણને માત્ર જૈન આગમ અને બદ્ધ પિટકામાંથી જ નહિ પણ વૈદિક મંત્રો, બ્રાહ્મણો અને ઉષનિષદે સુદ્ધાંમાંથી મળે છે. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે તપનું અનુષ્ઠાન આવશ્યક મનાતું. તપથી ઈન્દ્રનું આસન કાંપતું, તેને ભય લાગતું કે તપસ્વી મારું પદ લઈ લેશે. એટલે તે મેનકા કે તિલોત્તમા જેવી અપ્સરાઓને, તપસ્વીને ચલિત કરવા મોકલતો. માત્ર મેક્ષ કે સ્વર્ગના રાજ્ય માટે જ નહિ પણ ઐહિક વિભૂતિ માટે પણ તપ આચરાતું. વિશ્વામિત્રનું ઉગ્ર તપ પુરાણમાં પ્રસિદ્ધ છે. મહાભારત અને રામાયણ દે તો પાને પાને તાપસના મઠ, તપસ્વી ઋષિએ તેમજ તપસ્વિની માતાઓ નજરે પડશે. સ્મૃતિઓમાં જેમ રાજદંડના નિયમો છે તેમ અનેક પ્રકારના તપના પણ નિયમો છે. સૂત્રમાં વર્ણાશ્રમની વ્યવસ્થા વાંચો એટલે જણાશે કે ચારે આશ્રમો માટે અધિકાર પ્રમાણે તપ બતાવવામાં આવ્યું છે; અને ત્રીજો તથા ચેો આશ્રમ તે ઉત્તર વધારે અને વધારે તપનાં વિધાનથી જ વ્યાપેલો છે. આ મિરાંત એકાદશી વ્રત, શિવરાત્રિનું વ્રત, જન્માષ્ટમી અને રામનવમીનું Aત વગેરે અનેક વ્રતાના મહિમાના ખાસ જુદા ગ્રંથો લખાયા છે. બીઓનાં કેટલાંક તપે જુદાં છે. કેટલાંક સ્ત્રીપુરુષ બન્નેનાં સાધારણ *, * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 14