Book Title: Tap ane Parishaha e Shu Che
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 7
________________ તપ અને પરિષહ એ શું છે? ૪૭ જાય છે; અને બીજી બાજુ ક્લેશ, કંકાશ અને વિખવાદના કાંટા વધારે ને વધારે ફેલાતા જાય છે. આનું કારણ એ નથી કે આપણે ત્યાં તપ અને ઉદ્યાપ વધ્યાં એટલે જ કલેશ કંકાસ વગે; પણ એનું કારણ એ છે કે આપણે તપનો ઉપયોગ કરવાની ચાવી જ ફેંકી દીધી અથવા હાથ ન કરી. તેથી તપની હજારે પૂજાઓ સતત ભણાવવા છતાં, તપનાં ઉદ્યાપને ભપકાબંધ ચાલુ હોવા છતાં, તેના વરઘોડાનો મામ હોવા છતાં, આપણે જ્યાં અને ત્યાં જ ઉભા છીએ; નથી એકે પગલે બીજા કોઈ સમાજ કે પડોશીથી આગળ વધ્યા, ઉલટું ઘણી બાબતમાં તો આપણે ચાવી વિનાના તપમાં શક્તિ નકામી ખર્ચે બીજા કરતાં પાછા પડયા છીએ અને પાછા પડતા જઈએ છીએ. જે વસ્તુ ચોથા મેક્ષ પુરુષાર્થની સાધક હોય તે વ્યવહારમાં અનુપયોગી હોય તેમ બનતું જ નથી. જે નિયમો આધ્યાત્મિક જીવનના પિષક હોય છે, તે જ નિયમો વ્યાવહારિક જીવનને પણ પોષે છે. તપ અને પરિવહો જે કલેશની શાંતિ માટે હોય તે તેની એ પણ શરત હોવી જોઈએ કે તેના દ્વારા સમાજ અને રાષ્ટ્રનું હિત સધાય અને તેનું પોષણ થાય. કઈ પણ આધિભૌતિક કે દુન્યવી એવી મહાન વસ્તુ કે શોધ નથી કે જેની સિદ્ધિમાં તપ અને પરિવહની જરૂરિયાત ન હોય. સિકંદર, સીઝર, નેપોલિયનને વિજય , અથવા વૈજ્ઞાનિકની શોધ લ્યો, અથવા બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખનાર અંગ્રેજોને , તો તમને દેખાશે કે એની પાછળે એમની ઢબે તપ હતું અને પરિષહ પણ હતા. આપણે બધા તપ આચરીએ કે પરિષહ સહીએ તો તેને કાંઈક તો ઉદ્દેશ હોવો જ જોઈએ. કાંતો તેનાથી આધ્યાત્મિક શાંતિ સધાય અને કાંતો આધિભૌતિક વિભૂતિ સધાય. આ બેમાંથી એકે ન સધાય તે આપણને મળેલ તપ અને પરિષહેને વિકસિત વારસો વધ્યા છતાં કેટલી વધારે કીંમતનો છે એને વિચાર તમે જ કરે! પરિણામ ઉપરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે તપ અને પરિષહ મારફત આપણે સમાજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14