Book Title: Tap ane Parishaha e Shu Che
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
View full book text
________________ 54 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો કીંમત છે કારણ કે એમના ઉપવાસની પાછળ ચારિત્ર અને જ્ઞાન એ બને આત્યંતર તપ છે. તો પછી આપણે સમાજમાં ઉપવાસ અને બીજાં તેવાં અનેક તપે ચાલે છે તે બધાંની સાથે ચારિત્ર અને જ્ઞાનનો સુયોગ કરી, એનો લેકગમ્ય ઉપયોગ કરીએ તો શું એ તપની કીંમત ઘટવાની કે વધવાની? એટલે તપનું ખરું ઊજમણું દેખાવ અને ભપકાઓમાં નથી. ગાંધીજીએ પોતાના સાત, ચૌદ કે એકવીશ ઉપવાસનું એક પાઈના ખર્ચનું ઉજમણું નથી કર્યું અને છતાં એમના ઉપવાસોએ મોટામેટા દૂતને આકર્ષ્યા. કારણ શું છે? કારણ એ કે એ ઉપવાસની પાછળ લોકકલ્યાણની અને ચિત્તશાંતિની શુદ્ધ દૃષ્ટિ હતી. આજે આપણે આશા રાખીએ કે આપણું તપસ્વિવર્ગમાં અને પરિષહ ખમનાર, માથામાંથી વાળ ખેંચી કાઢવા જેવી સખત મુશ્કેલી સહનાર, ઉધાડે પગે ચાલનાર અને ઉઘાડે માથે ફરનાર ત્યાગવર્ગમાં એ શક્તિ તેમ જ ભાવના ઉતરે ! તા. 23-9-30 સુખલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org