Book Title: Tap ane Parishaha e Shu Che
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
View full book text
________________
૫૦
પર્યુષણ પર્વના વ્યાખ્યાનો ઉલટું એમણે એ તપ અને પરિષહોની મદદથી જ પિતાનું આધ્યાત્મિક જીવન પણ ઉન્નત બનાવ્યું છે. એક જણ તપ અને પરિષહાથી આધ્યાત્મિક તેમજ આધિભંતિક બન્ને પ્રકારનાં પરિણામો સાધે, અને બીજાઓ એ વડે બેમાંથી કશું જ ન સાધે ત્યારે એમાં ખામી તપ–પરિષહની કે એના આચરનારની ? ઉત્તર એ જ છે કે ખામી એના આચરનારની.
આપણે આપણું એ વારસાને ઉપયોગ રાષ્ટ્રના અભ્યદય અર્થે કાં ન કરીએ ? રાષ્ટ્રના અભ્યદય સાથે આપણે આધ્યાત્મિક શાંતિ મેળવવી હોય તે વચ્ચે કાણુ આડું આવે છે? પણ ન નાચનારીને આંગણું વાંકું–એ ન્યાયે આપણું આળસી અંગે આપણી પાસે એમ કહેવરાવે છે કે અમે દેશકાર્યમાં શી રીતે પડીએ? રાષ્ટ્રપ્રવૃત્તિ એ તો ભોગભૂમિકા છે અને અમે તો આધ્યાત્મિક કલ્યાણ સાધવા માગીએ છીએ. ભોગભૂમિકામાં પડીએ તે એ શી રીતે સધાય ? ખરેખર આ કથનની પાછળ પુષ્કળ અજ્ઞાન રહેલું છે. જેનું મન સ્થિર હય, જેને કરી છુટવું હોય એને માટે રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને આધ્યાત્મિક કલ્યાણ વચ્ચે કશો જ વિરોધ નથી. જેમ શરીર ધારણ કરવા છતાં એનાથી આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે; તેમ ઇચ્છા અને આવડત હોય તો રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવા છતાં આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે. અને જે ઇચ્છા અને આવડત ન હોય તે આધ્યાત્મિક કલ્યાણને નામે તપ તપવા છતાં તેનું પરિણામ ઉલટું જ આવેઃ જે આજે દેખાય છે.
બાવીશ પરિષહમાં ભૂખ તૃષા, ટાઢ તડકે, જીવ જંતુ, માન અપમાન વગેરેનાં સંકટ મુખ્ય છે. એ સંકટોથી પોતાને વધારેમાં વધારે ટેવાયેલ માનનાર એક મેટો શ્રમણવર્ગ દેશને સદ્દભાગ્યે મેજુદ છે. સરકાર અને સમાજના અન્યાય સામે થનાર અહિંસક અને સત્યપ્રિય યોદ્ધાઓમાં એ જ ગુણેની વધારે અપેક્ષા રહે છે. આ ગુણે જેન વર્ગને વારસાગત જેવા છે. એટલે જ્યારે દેશને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org