Book Title: Swarup Avalokan Author(s): Sunandaben Vohra Publisher: Sunandaben Vohra View full book textPage 5
________________ તેને મૂકી રાખ્યું. એકવાર આ ફાઈલ હાથમાં આવી. આ કાગળો જરૂરના નથી તેમ માની ફાડી નાંખવા વિચારતી હતી. પણ તે પહેલા આ કાગળો મેં બે ત્રણ બહેનોને વાંચવા આપવા તેઓ કહે કે અમે આ લખાણ વાંચ્યું તમે આજે જે સ્વાધ્યાય આપો છો તેમાં આ લખાણનો રણકાર અને સંસ્કાર તાર્દશ્ય થાય છે. સ્વરૂપ અવલોક્ત જણાવતું આ લખાણ માર્મિક છે. તેમાં સત્સંગી પ્રીતમબહેન કહે તમે આ લખાણનું પ્રકાશન કરો અને મને લાભ આપો. તેઓ કોઈ સત્સંગી અનુભવી બહેનની શોધમાં હતા. કોઈ આચાર્યશ્રીના કહેવાથી તેમણે મને શોધી કાઢી, પણ જાણે પુરાણો પરિચય હોય તેમ તેઓ અમારી સાથે ભળી ગયા છે. તેઓ ઉદારચિત્ત અને તત્ત્વબોધના ગ્રાહક છે, લેખક છે. તેઓ મને વારંવાર પૂછે કે તમે કેવી રીતે તત્ત્વબોધ પામ્યા અને જીવન વિકાસ કર્યો. એવો વિકાસ મારો કયારે થશે ? હું કહેતી પ્રીતમ ! આમા મારું કંઈ નથી. દેવગુરુકૃપા, પૂ. આચાર્ય ભગવંતોનું તત્ત્વરૂપ કૃપા પ્રદાન, પૂ. પંડિતવર્યોના યોગનું આ પુણ્યપરિણામ છે. તેમણે મારી મંગલયાત્રા વાંચી છે તેથી ખૂબ આદર ધરાવે છે. આમ આદાન પ્રદાન પૂરાણુ હોય તેવું પ્રતીત થાય છે. પુનઃ પૂછે કે આટલા પુસ્તકો છપાવ્યા અંતે આ કેમ રહી ગયું ? માટે સત્વરે પ્રકાશન કરો. તેમાં વળી અન્ય સત્સંગી બહેનોએ સાથ આપ્યો અને આ લેખન પ્રકાશિત થવાની તક મળી. તમારા સૌના વરદ હસ્તમાં પુસ્તક આવશે. આ લેખનના પ્રકાશન સમયે જયારે ભૂતકાળમાં નજર કરું છું ત્યારે એ ધટનાની તાર્દશ્યતા અનુભવું છું. પૂ. પંડિતવર્ય પાનાચંદભાઈ બેઠી દડીનો બાંધો. ધોતિયા ઉપર ખમીશ, લાંબો કોટ, માથે કાળી ટોપી પહેરતા. તેમના મુખ પર સરળતા, ગંભીરતા, નિર્લોભતા અને મધ્યસ્થતા જેવા ગુણોનું દર્શન થતું. તેથી હાર્દિકતાયુક્ત તેમની બોધની સરવાણી અમને શીતળતા આપતી. મારા જીવનના કપરા, દુઃખદાયક દિવસોમાં ખરેખર આ સ્વાધ્યાય મારે માટે અત્યંત આશ્વાસનરૂપ હતો. ત્રણ વાગવાની સવારથી રાહ જોઉં કે પૂ. પંડિતજી કયારે આવે અને મારું મન હળવું બને. એટલે અભ્યાસ સાથે મારે મન આ પુણ્યસંયોગનું મહત્વ હતું. આજે પણ તેનું સંવેદન અનુભવું છું. અને કાળનું અંતર વિસરી જાઉં છું. ૪ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 274