Book Title: Swarup Avalokan Author(s): Sunandaben Vohra Publisher: Sunandaben Vohra View full book textPage 4
________________ 000000000000000 પ્રસ્તુત પ્રકાશન પ્રસંગે અનંતકાળના પ્રવાહમાં નવું શું અને જૂનું શું? છતાં આપણે કાળને અનુસરવું પડે છે. આ પુસ્તક પ્રકાશન પ્રસંગે પુરાણી ઘટના સ્મરણમાં આવે છે. લગભગ ૬૦ વર્ષ પહેલાં એટલે લગભગ ૧૯૫૦માં મુંબઈમાં અમે સ્વર્ગસ્થ પંડિતવર્યશ્રી પાનાચંદ શાહ પાસે પ્રથમ કર્મગ્રંથનો અભ્યાસ કરતા હતા. પૂ. પંડિતજીની શિક્ષણ પદ્ધતિ ગ્રંથની ગાથા કે ગાથાર્થ સુધી સિમીત ન હતી, કે ગાથાઓ મોઢે કરવા પૂરતી ન હતી, પરંતુ તે ગાથાર્થમાંથી બોધની સરવાણી વહેતી. તે વિધેયક અને નિષેધક બંને પાસાથી વિસ્તારપૂર્વક સમજાવતા. તેઓ અભ્યાસ સાથે જીવનની અંતરંગદશામાં કેવી રીતે સુધારણા થાય તેને મહત્વ આપતા હતા આથી આ લેખનમાં ગાથા કે ગાથાર્થને ગૌણ કરી અંતર અવલોકનની મુખ્યતા રહી છે. તેમાં કયાંક પુનરાવર્તન જણાશે તે બોધને લૂંટવાની પદ્ધતિ છે. આ પ્રકાશનમાં ગાથા અને ભાવાર્થ વિસ્તારના ભયથી ગૌણ કર્યા છે. અનેકવિધ પાસાઓથી જીવનની વાસ્તવિકતાઓનો ઉલ્લેખ થયો છે. તે જોતાં આ લેખનમાં તત્ત્વરૂપ વિચારણા સાથે સ્વરૂપ અવલોકનની વિશેષતા છે. જે આજે ૬૦ વર્ષે જોતાં પણ જણાય છે કે જ્ઞાનીજનો ત્રણે કાળને વિષે જીવનવિષયક કેવું ઉંડાણ ધરાવતા હોય છે. તેમાં ગુરુપરંપરાનું માહભ્ય છે. પૂ. પંડિતજી અભ્યાસ કરાવતા ત્યારે હું તેની નોંધ કરતી હતી. પછી રાત્રે શ્રી ભરતભાઈ અને નિર્મળાબહેન આવતા ત્યારે તેનું પુનરાવર્તન કરતા. પછી અમારા જીવનમાં કેટલાક પ્રવાહો બદલાયા. પૂ. પંડતજી અવસાન પામ્યા. એકવાર ભરતભાઈ કહે તમે આ બધુ લખાણ વ્યવસ્થિત કરો. લગભગ ૧૫૪માં મેં આ લખાણ વ્યવસ્થિત કર્યું જે લગભગ ૨૫૦ પાના જેવું થયું. તે મેં ભરતભાઈને સોંપ્યું. પછી અન્ય પ્રવૃત્તિઓને કારણે એ વાત પણ વિસારે પડી. વળી ૨૦૦૮માં નિર્મળાબહેનને તેમના ઘરના પુસ્તકાલયમાંથી આ લખાણ મળ્યું તે તેમણે મને મોકલી આપ્યું. વધારાના કાગળ સમજી મેં સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 274