________________ કળાએ દિપતી દેદીપ્યમાન શાશ્વતી ઓળીમાં સં. 1985 ચૈત્ર સુદ ૮ની સુભગ પળે એક લાવણ્ય, રૂપવંતી બાળકીને જન્મ દિવાળીબેને આપે. શાશ્વતી ઓળીમાં જન્મ એટલે આ લાડકી શાશ્વતી જ માનવી રહી. દિવાળીબેન એક ભાગ્યશાળી પુત્રીના માતા બન્યા. જો કે દિવાળીબેન નામે એક ગુલાબબેન પુત્રી ને એક પુત્ર ઠાકરભાઈને માતા બની ચૂકયા હતા. પણ પુન્યશાળીના માતા બનવું એ પુન્યને રોગ હોય તે જ થાય. ઘરમાં તે આજે આનંદની સીમા નહોતી ! આજે જ દિલને બહેલાવનારી અનુપમ દિવાળી આવી. ઉરમાં આનંદની ઉર્મિઓ છલકી રહી. આવી લાડલીને દેખી કેણ આનંદની લહેરમાં ન લહેરે? અરે! મંદ મંદ મધુર સમીરથી વૃક્ષો પણ હર્ષથી લે છે તે સ્વગૃહે તે સાક્ષાત પુત્રીરત્ન પ્રાપ્ત થતા માતાના હદયમાં આનંદ માય શકે? અરે ! ઓહ! એ તે ઉર બહાર આનંદ છલકી જ જાય. કણ માતા એવી હેય કે પુત્રીને દેખી આનંદ ન પામે ! માતા પુત્રીરત્નને જોઈ શું વિચારે? માતાનું વાત્સલ્ય ઝરણું અનેખું છે-અનેરું છે. માતા પત્રી વદન નીરખી હરખાય છે–મલકાય છે. ઘડીક ગમગીન બની જાય છે. દિલમાં વિચાર શ્રેણથી ગુંથાય છે. વિચારોના વમળમાં અટવાય છે. ભલે ! આ પુષ્પ પરાગ આવ્યું છે, પણ એક દિન એ વીરે પ્રરૂપેલા માર્ગે જશે અને વીરના સંદેશને દેશ-વિદેશ વિહરી ધર્મ વજને લહેરાવશે. બાળકીનું રૂપ કેવું? શું એનું રૂપ! જાણે કેઈ વર્ગમાંથી અપ્સરા કે