________________
આલંબન આપો !” એમ વારંવાર અમારી પર અનુરોધો આવવાથી જિજ્ઞાસુ વર્ગના સંતોષ માટે... સન્માર્ગની ચાલુ કોલમોને ગૌણ કરીને ય પાલીતાણાના વ્યાખ્યાનોનો આંશિક રસાસ્વાદ કરાવવાનો શુભ નિર્ણય લેવાયો હતો. આશા જ નહિ, વિશ્વાસ હતો કે સુજ્ઞો તેને વધાવશે અને બન્યું પણ એવું જ. ત્યારબાદ થોડો સમય એનું પ્રકાશન અટક્યું. ફરી આગ્રહી વિનંતિઓનો મારો થતાં એનાં અવતરણો પૂરેપૂરાં આપવાની શરૂઆત કરાઈ. એ પ્રવચનો ખૂબ જ લોકપ્રિય બન્યાં. અંકમાં છપાયેલાં પ્રવચનો પુસ્તકાકારે થાય તો ઘણો લાભ થાય. એમ વિચારી એનું પુનઃ સંપાદન, અવલોકન, પરિમાર્જન, શુદ્ધિ-વૃદ્ધિકરણ તેમજ જેટલાં પ્રવચનો તૈયાર કરી શકાયાં ન હતાં, તેમનું પણ સંપાદનાદિ કરીને અત્રે તેને પુસ્તકાકાર આપવામાં આવ્યો છે.
પાલીતાણામાં પહેલા શ્રુતસ્કંધના પહેલા સમય અધ્યયન ઉપર જ પ્રવચનો થયાં હતાં. એ પૈકીનાં કુલ ૩૩ પ્રવચનો આ પ્રથમ ત્રણ પુસ્તકોના સેટ રૂપે છપાયાં છે. પ્રથમ ભાગમાં ૧૩ પ્રવચનો, બીજા ભાગમાં ૧૪ થી ર૩ એમ ૧૦ પ્રવચનો અને ત્રીજા ભાગમાં ર૪ થી ૩૩ એમ ૧૦ પ્રવચનો છપાયાં છે.
પાલીતાણા પછી વિ. સં. ૨૦૫૯માં અમદાવાદ-પાલડી-ભગવાનનગરના ટેકરે શ્રી વિશ્વનંદિકર જૈન સંઘના આંગણે આ જ આગમ ગ્રંથ પર પ્રવચનો થયાં, જેમાં પહેલું અધ્યયન વંચાયું. ત્યારબાદ વિ. સં. ૨૦૬૦માં સુરત-અઠવાલાઈન્સ ખાતેના ચાતુર્માસમાં બીજું-વૈતાલીક અધ્યયન વંચાયું; અને વિ. સં. ૨૦૬૧માં અમદાવાદપાલડી-વસંતકુંજ ખાતે ત્રીજા-ઉપસર્ગ પરજ્ઞા અધ્યયન પર માર્મિક પ્રવચનો થયાં હતાં. તે પ્રવચનો હવે પછી તૈયાર કરી પ્રકાશિત કરવા ભાવના રાખીએ છીએ.
પરમાત્મા શ્રી મહાવીરદેવે પટ્ટશિષ્ય ગણધર શ્રી સુધર્માસ્વામીજીને સોપેલો, શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી જંબુસ્વામીજીને સમર્પેલો અને ત્યારપછીના પટ્ટધરોની પરંપરાએ જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સુધી આવી પહોંચેલો આ શ્રુતવારસો તેઓશ્રીજીના આજીવન અંતેવાસી વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના ચરણોની સેવા કરતાં કરતાં આત્મસાત્ કરનાર પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના માધ્યમથી આપણા સુધી આવી પહોંચ્યો છે. આપણા કર્ણપટલ સુધી આવેલ આ યુતવહેણને હૃદયકમળમાં સ્થાપિત કરી આત્મમહેલમાં પ્રતિષ્ઠિત કરીએ એ જ શુભકામના.
- જન્માર્શ પ્રકાશન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org