________________
પૂ. આ. શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય અજિતસેનસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ
પૂ. આ. શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ ૧૪-૧૪ સૂરિભગવંતો, શતાધિક સાધુ અને ૪૫૦ થી વધુ સાધ્વીજી ભગવંતોએ રામસણપૂના નિવાસી ધર્મબેન વિચંદ ટુકમાજી પરિવાર તથા મોકલસર નિવાસી સમરથમલ જીવાજી વિનાયકીયા પરિવાર આયોજિત ભવ્ય ચાતુર્માસ પ્રસંગે શુભનિશ્રા આપી હતી. તેઓશ્રીની નિશ્રા-ઉપસ્થિત તેમજ ત્રણ-ચાર હજાર જેટલા દૈનિક શ્રોતાવર્ગની સમક્ષ એ વિનંતીને સાકાર કરવારૂપ શ્રી સૂયગડાંગજી પરનાં વેધક પ્રવચનો શરૂ થતાં મયુરો મેઘ ગાજતાં નાચી ઉઠે તેમ ભવ્ય જીવો નાચી ઉઠ્યા હતા.
સમ્યગ્દર્શનની શુદ્ધિ માટેનો શ્રી સૂયગડાંગ સૂત્ર અપૂર્વ ગ્રંથરાજ છે. તો એ સૂત્ર પર વ્યાખ્યાનો ફરમાવતા વ્યાખ્યાતા પણ વર્તમાન સમયના પ્રવર પ્રવચનક તેમજ પ્રવચનોપરાંત અન્ય વિવિધ શાખાવિષયક પ્રગર્ભ જ્ઞાનદાનથી શ્રીસંઘમાં અત્યંત આદરણીય વ્યક્તિત્વ ધરાવે છે.
શાશ્વત તીર્થાધિરાજની છાયા ને ભવનસ્તારક ચાતુર્માસિક માહોલ વગેરે ભાવવર્ધક આલંબનો મળવાથી આ મહાન આગમના ભાવો અપૂર્વ ખૂલ્યા હતા, સુવાસી ગુલાબની જેમ ખીલ્યા હતા. જેની સુવાસથી હજારો ભવ્યાત્માઓએ બંધનને જાણી એ બંધનને તોડી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાનો પુરુષાર્થ પ્રારંભ્યો હતો.
સન્માર્ગના હજારો વાચકો તેમજ ત્યાંના શ્રોતાઓ તરફથી વારંવારની માંગ આવતી હતી કે – “આ પ્રવચનોને સન્માર્ગનાં પૃષ્ઠો પર સમાવવામાં આવે.” આગ્રહ એટલો બધો થતો હતો કે – “પૂરાં પ્રવચનો ન જ છાપી શકો તોય સારગ્રાહી અવતરણ તો જરૂર આપો. અમારાં જુગજૂનાં અંધારાં આ પ્રવચનોથી ઓગળે છે. અમે કાંઈક પ્રકાશ પામીએ છીએ. તે પ્રકાશ કિરણ લૂંટાઈ ન જાય માટે અમને પ્રવચન-સાહિત્યનું
5.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org