Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ 9 પણ સાથે સાથે સંયમને સમુજ્વળ બનાવવા સતત શાસ્ત્રાભ્યાસ કરવાની પ્રેરણા અને સગવડો પણ આપી. આજે જીવનમાં જે કાંઈ યત્કિંચિત સારું જોવા મળે છે તે તેમની પ્રેરણારૂપ સિંચનનું ફળ છે. આ તેમના ઉપકારનો બદલો તો હું ક્યારેય વાળી શકું તેમ નથી. આ સૂત્રના ઊંડાણ સુધી પહોંચવામાં, અને શંકાઓનું સમાધાન કરી આપવામાં મને પંડિતવર્ય સુ.શ્રા. પ્રવીણભાઈ મોતાની ખૂબ સારી સહાય પ્રાપ્ત થઈ છે. અવસરે અવસરે શ્રૃતમાં સહાય કરનાર તેમનો ઉપકાર પણ ક્યાંય વિસરાય તેવો નથી. આ ભાગનું લખાણ લભગભ ત્રણ વર્ષથી તૈયાર થઈ ગયેલ, પરંતુ તેમાં ચિંતન કરતાં ઊઠેલા અનેક પ્રશ્નો અણુકેલ્યા રહેતા હતાં. અનેક મહાત્માઓને મળી સમાધાનો મેળવવામાં કાર્યમાં વિલંબ થતો ગયો. વચ્ચે વળી ‘વંદિત્તુ ’સૂત્રના વિવરણ સહિતનો ‘સૂત્ર સંવેદના’ શ્રેણીનો ચોથો ભાગ પણ પ્રકાશિત થયો. વિવિધ સમાધાનો મેળવી લખાણ પૂર્ણ કર્યું. પુસ્તકનું સાદ્યંત લખાણ થયા પછી તેમાં આલેખાયેલ પદાર્થોની શાસ્ત્રાનુસારીતા તપાસી આપવા મેં સન્માર્ગદર્શક ૫.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજને વિનંતી કરી. અનેકવિધ શાસનરક્ષા અને પ્રભાવનાના કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ આ કાર્યને શીઘ્ર હાથમાં લઈ શકયા નહિ. પરંતુ છેલ્લે છેલ્લે વિહાર દરમ્યાન નડેલા ગોઝારા અકસ્માત્ પછી અત્યંત પ્રતિકૂળ શારીરિક પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે શબ્દશઃ લખાણ તપાસી આપ્યું, અને સુધારા-વધારા સાથે ઘણા સ્થળે નવી જ દિશાઓના દર્શન કરાવ્યા. પરાર્થ પરાયણ પંન્યાસપ્રવર ૫.પૂ.ભવ્યદર્શન વિજય મ.સા.એ આ અગાઉ સૂત્ર સંવેદના ભાગ-૨ જોઈ આપ્યો હતો. જેના લીધે ઘણી ઘણી ભાષાકીય ભૂલો સુધારી શકાઈ અને પદાર્થની સચોટતા પણ આવી શકી. તેથી આ ભાગ પણ તેઓ જોઈ આપે તેવી મારી અંતરની ભાવના હતી. તેઓશ્રીએ તેને સહર્ષ સ્વીકારી આખું લખાણ ઝીણવટથી તપાસી આપ્યું. નાદુરસ્ત તબિયતમાં પણ પ.પૂ. રોહિતાશ્રીજી મ.સા.ના સમુદાયના પૂ. ચંદનબાલાશ્રીજી મ.સાહેબે પણ મને ઘણીવાર પ્રેરણા અને પ્રૂફરીડીંગના કાર્યમાં સારી એવી સહાય કરી છે. વિશિષ્ટ ક્ષયોપશમવાળી વ્યક્તિ માટે લખાણનું કાર્ય ઘણું સહેલું હોય છે. તેઓ તો લેખીની લઈને બેસે અને સુંદર લેખો આલેખી શકે છે, પરંતુ ક્ષયોપશમના અભાવના કારણે મારા માટે આ કાર્ય સહેલું ન હતું. અંતરમાં ભાવોના ઝરા તો સતત ફૂટ્યા કરે પરંતુ મારા ભાષાકીય જ્ઞાનની મર્યાદાને કારણે આ ભાવોને શબ્દમાં

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 176