Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ પ્રાણૂકથન 7 અવર અનાદિની ચાલ નિત નિત ત્યજીએજી... આત્મા અનંત જ્ઞાનમય છે, અનંત આનંદનો પિંડ છે, અનંતું સુખ તેનો સ્વભાવ છે, તોપણ અનાદિની અવળી ચાલના કારણે આત્માનું આ સ્વરૂપ કર્મથી આવ૨ાઈ ગયું છે. આવરાયેલાં આ સ્વરૂપને પ્રગટ કરવા જ પ્રભુએ સાધનામાર્ગ બતાવ્યો છે. વિવિધ પ્રકારની આ સાધનામાં સર્વ શ્રેષ્ઠ સાધના સામાયિક અને પ્રભુ વંદનાની છે. તેને આપણે સૂત્ર સંવેદના ભા. ૧-૨ માં જોઈ આવ્યા. સાધક આત્મા સામાયિક, ચૈત્યવંદન વગેરે અનુષ્ઠાન દ્વારા પરમાત્મા જેવા જ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો સતત યત્ન કરે છે, પરંતુ તેને ભાગ્યે જ સફળતા મળે છે કેમકે પોતાની ક્યાં ભૂલ થાય છે તે સાધક શોધી શકતો નથી. મૂળમાં તેની પાસે જાતનું નિરીક્ષણ કરી શકે તેવી અંતર્દ્રષ્ટિ નહિ હોવાને કા૨ણે તે સ્વભાવભણી વેગપૂર્વક ચાલી શકતો નથી. ‘પ્રતિક્રમણ’ની ક્રિયા સાધકને આ દૃષ્ટિ આપે છે. જૈન શાસનની આ અનેરી ક્રિયા સાધકને દોષોનું દર્શન કરાવી શુદ્ધિનો માર્ગ બતાવે છે. સૂત્ર સંવેદનાના હવેના ત્રણ ભાગોમાં તે પ્રતિક્રમણને જ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રતિક્રમણની ક્રિયા માટે જ્ઞાની ભગવંતોએ એક નહીં પણ નાના મોટા અનેક સૂત્રોની રચના કરી છે. આ સર્વે સૂત્રો માટે ‘સૂત્ર સંવેદના'ના ત્રણ ભાગો (ભાગ ૩૪-૫) ફાળવ્યા છે. તેમાં પણ ‘વંદિત્તુ’ સૂત્રની વાચના ચાલુ હોવાને કારણે અનેક જિજ્ઞાસુ સાધકોની માંગને લક્ષમાં લઈ, ‘વંદિત્તુ’ સૂત્રના વિસ્તૃત અર્થને સમજાવતો ચોથો ભાગ પૂર્વે જ પ્રકાશિત થઈ ગયો છે. પ્રતિક્રમણ શું છે ? તેના અધિકારી કોણ છે ? વગેરે પ્રતિક્રમણ સંબંધી અનેક વિગતો ભાગ-૪માં સાંકળી લેવાઈ છે. તેથી આ ભાગમાં તેનું પુનરાવર્તન કર્યું નથી. આ ત્રીજા ભાગમાં તો પ્રતિક્રમણની ક્રિયા કરવા જરૂરી એવા ‘વંદિત્તુ’ સૂત્ર પૂર્વેનાં સાત સૂત્રોનું જ વિવરણ છે. આ સૂત્રો કદમાં નાનાં છે પણ અર્થથી અત્યંત ગંભીર છે, પરિણામે સાધક તેનાં દ્વારા ઊંડાણથી પોતાના નાનામાં નાના પણ દોષોની ગવેષણા કરી શકે છે. સદ્ગુરુ સમીપે વિનયપૂર્વક આ સૂત્રનાં હાર્દ સુધી પહોંચવા પ્રયત્ન કરાય તો અનાદિ કાળથી અવળી ચાલે ચાલતી આપણી ગાડીને U-turn મારી સવળા માર્ગે

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 176