________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:
શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રી સિદ્ધિ-વિનય-ભદ્ર-વિલાસ-ૐકારઅરવિંદયશોવિજય-જિનચન્દ્રવિજયાદિભ્યો નમઃ
ચોર અનુયોગમાં કથાનુયોગનું સ્થાન મહત્ત્વનું છે. ઉપદેશના તમામ પ્રકારોને કથા દ્વારા રજૂ કરવાથી સાધારણમાં સાધારણ માણસને સરસ રીતે સમજાઈ જાય છે.
કથા વાંચવામાં સાંભળવામાં થાકનો અનુભવ થતો નથી માટે કથાનો રસ લગભગ બધાને પ્રિય હોય છે.
જૈન શ્રમણોએ હજારો કથા રચીને કથા સાહિત્યને સમૃદ્ધ કર્યું છે.
આ. ઉદ્યોતનસૂરિ મહારાજ કુવલયમાળા'ના પ્રારંભમાં કહ્યું છે કે – “સ્વ પરનું આત્મકલ્યાણ કરવાની ભાવના વાળા નિગ્રંથોએ કથાસુંદરીએ નવોઢાની જેમ અલંકારોથી વિભૂષિત, સુભગ, લલિતપદોવાળી, મૃદુ અને મંજુલ ઉલ્લાસવાળી બનાવી સહૃદયના મનને આનંદિત કર્યું છે.”
સંસ્કૃત છાયા સાથે “સુરસુંદરી ચરિય” વિદુષી સાધ્વી મહાયશાશ્રી દ્વારા સંપાદિત અને સંસ્કૃતછાયાથી અલંકૃત સુરસુંદરી ચરિયું' પ્રકાશિત થઈ રહ્યું છે તે ઘણાં હર્ષનો વિષય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org