________________
આ પ્રાકૃત ચરિત્રની રચના ધનેશ્વરમુનિએ આબુની તળેટીમાં આવેલા અાવલી (ચન્દ્રાવતી)માં વિ.સં ૧૦૯પમાં કરી છે. આ કથા ઘણી લોકપ્રિય બની છે આના ઘણાં સંસ્કરણો અનુવાદો વગેરે થયા છે. આ ચરિયું મુંબઇના અભ્યાસક્રમમાં પણ દાખલ કરવામાં આવેલ.
ગ્રંથકાર ગ્રંથકાર ધનેશ્વરજીએ પોતાનો ઉલ્લેખ દરેક પરિચ્છેદના અંતમાં “સહુ થળસર વિર' એ પ્રમાણે કર્યો છે. ગ્રંથના અંતે પ્રશસ્તિમાં ‘તૈયું સીસવરી ધUસરમુખી' એમ સ્પષ્ટ પણે પોતે મુનિપદે હોવાનો ઉલ્લેખ કર્યો છે. એટલે જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ (ભા.૬ પૃ. ૩૪૮) વગેરેમાં “ધનેશ્વરસૂરિ' લખ્યું છે તે બરોબર જણાતું નથી.
આ. અજિતસાગરસૂરિજીએ એમના “સુરસુંદરી ચરિત્ર' ગુજરાતી અનુવાદની વિ.સં. ૧૯૮૧માં લખેલ પ્રસ્તાવનામાં (પૃ. ૬૮)માં એક સંભાવના એવી કરી છે કે- પાછળથી ધનેશ્વર મુનિને આચાર્યપદવી અપાઈ હોય અને તેમનું નામાંતર ‘જિનભદ્ર' રાખવામાં આવ્યું હોય. - પ્રો. હીરાલાલ કાપડિયાએ પણ પાઇઅ ભાષા અને સાહિત્ય' (પૃ. ૧૦૭)માં ધનેશ્વરમુનિ જિનભદ્રસૂરિ) એમ લખી આ જ બાબત જણાવી છે.
પોતાની ગુરુ પરંપરામાં પણ ગ્રંથકારે પ્રશસ્તિમાં બતાવી છે. જિનેશ્વરસૂરિ અલકોપાધ્યાય વર્ધમાનસૂરિજિનેશ્વરસૂરિ (બુદ્ધિસાગરસૂરિ) ધનેશ્વરમુનિ
૧. સુરસુંદરી ચરિય. સંપા. રાજવિજય પ્ર. જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા વિ.સં. ૧૯૭૨ આનું પુનર્મુદ્રણ ઇ.સ. ૧૯૭૨માં પ્રવચનપ્રકાશ પુનાથી થયું છે.
આ. અજિતસાગરસૂરિ મ. એ કરેલા ગુજરાતી અનુવાદ વિ.સં. ૧૯૮૧માં કરેલો. આ અનુવાદની બીજી આવૃત્તિ વિ.સં. ૨૦૪૩માં મહુડી જૈન શ્વ. મૂ. પૂ. ટ્રસ્ટ પ્રગટ કરી છે. લે. સુશીલ દ્વારા આ કથા રસાળ શૈલીમાં ‘સતી સુરસુંદરી'નામે આ. ભદ્રગુપ્તસૂરિ મ.સા. એ ‘પ્રિત કિયે દુઃખ હોયએ નામે આ કથાન હૃદયંગમ શૈલિથી આલેખી છે.
આ પ્રાકૃત મહાકાવ્યના આધારે નયસુંદરજીએ સંસ્કૃતમાં ‘સુરસુંદરી ચરિત્ર' રહ્યું છે. (જુઓ જિનરત્નકોશ પૃ. ૪૪૭) આનો હિંદી કથાસાર સંપતલાલ લુણાવતે લખેલ સંભવનાથ જૈન પુસ્તકાલય ફલોદીથી વિ.સં ૨૦૧૩માં પ્રગટ થયો છે.
મુનિશ્રી વિશ્રુતવિજય કૃત સંસ્કૃત-છાયા હિંદી અને ગુજરાતી અનુવાદ સાથે આ ચરિયનો ૧ પરિચ્છેદ શ્રમણ'ના જાન્યુ-જુન ઇ.સં. ૨૦૦૪ના અંકમાં પ્રગટ થયો છે. આગળના અંકમાં બીજો પરિચ્છેદન કેટલોક અંશ પ્રગટ થયો છે.
૨. શ્રી કાપડિયાએ આ જ પુસ્તકમાં લખ્યું છે કે- ‘પોતાની મોટીબેન કલ્યાણમતિના આદેશથી ઉપમા, શ્લેષ અને રૂપકથી અલંકૃત આ કથા ધનેશ્વરમુનિ દ્વારા તૈયાર કરાઇ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org