________________
આમા ભી પણ અટવી, ભીલોનું આક્રમણ, વર્ષાકાલ, વસંતઋતુ , મદનમહોત્સવ, સૂર્યોદય, સૂર્યાસ્ત, પુત્રજન્મ મહોત્સવ, વિવાહ, યુદ્ધ, વિરહ, સ્ત્રીસ્વભાવ, સમુદ્રયાત્રા,જૈનમુનિઓનો નગર પ્રવેશ, ઉપદેશ જૈનધર્મનું તત્ત્વજ્ઞાન, સમુક્યાત્રા વગેરે નું વર્ણન સરસ રીતે કર્યું છે.
“સુરસુંદરી ચરિયું ' ના સંપાદક વિદ્વાન મુનિરાજ શ્રી રાજવિજય મ. સા. વિ.સં. ૧૯૭૨માં સંસ્કૃતભાષામાં પ્રસ્તાવનામાં જણાવે છે કે,
પ્રાકૃતભાષાની વ્યુત્પત્તિની જાણકારી મેળવવા ઇચ્છતા અભ્યાસીઓને અને કથારસના ચાહકોને આગ્રંથ ઘણો ઉપકારી છે.
આવી રસકથાને સંસ્કૃત-છાયાથી મઢીને રજૂ કરવા માટે વિદુષી સાધ્વીજી ધન્યવાદના અધિકારી છે.
વિષી શ્રમણીઓ શ્રુત-સેવા માટે આગળ આવે. તોપસનાનું બહુ-વિશાળ ક્ષેત્ર એમની રાહ જોઈ રહ્યું છે.
પ્રસ્તુત “સુરસુંદરી ચરિય” ના અધ્યયન દ્વારા સહુ પ્રાકૃત ભાષાના સંગીન અભ્યાસની સાથે સાથે વૈરાગ્યરસથી ભીન-ભીના બની આત્મકલ્યાણને વરે એજ મંગલકામના.
ચિ.સુ.૬
વિ.સં. ૨૦૬૧ વિજય હીરસૂરીશ્વરજી ઉપાશ્રય
સિરોહી રાજસ્થાન
પૂ. આ.ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા.
ના શિષ્યરત પૂ. મૂનિરાજશ્રી જિનચંદ્રવિજય મ.સા.
ના વિયા આ. વિજય મુનિચન્દ્રસૂરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org