Book Title: Sulabh Charitrani Part 01
Author(s): Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકીય સ્વાધ્યાયથી સિદ્ધિ...! આપણા પૂર્વાચાર્ય ભગવંતોએ શાસ્ત્રોમાં ઉલ્લેખ કર્યો છે “સ્વાધ્યાય દ્વારા આત્મા સિદ્ધિની પ્રાપ્તિ કરે છે.” એ શાસ્ત્રવચનોને લક્ષ્યમાં રાખીને...સ્વાધ્યાયની લગનીપૂર્વક પોતાની નાદુરસ્ત તબીયત હોવા છતાં પરમપૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિવર્યને જે પ્રાચીન ગ્રંથોનું તથા સાથો-સાથ પરમપૂજ્ય, પરમોપકારી, અધ્યાત્મયોગી,પરમગુરુદેવપંન્યાસ પ્રવર ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રીનાં ચિંતનો-લેખો-પત્રો આદિનું સંપાદન-સંકલન કરીને સંઘ સમક્ષ મૂકીને સાધુસાધ્વીજી ભગવંતોને સ્વાધ્યાય-અભ્યાસની તક આપી રહ્યા છે. તેમજ શ્રાવકોને અણમોલચિંતનોના વાંચન દ્વારા તેમના આત્માને શુભભાવનાઓ દ્વારા ભાવિત કરાવી વિકાસ સધાવી રહ્યા છે. એમાં આ “સુલભ ચરિત્રાણિ” ગ્રંથ એટલે પૂર્વાચાર્ય ભગવંતોના ચરિત્રો જે સંસ્કૃત બુકના અભ્યાસ પછી સંસ્કૃત-વાંચનમાં ઉપયોગી વાંચન તરીકે પુરવાર થયા છે... આ બીજી આવૃત્તિમાં લાભ લેનાર દાતાઓની અમે અનુમોદના કરીએ છીએ. ઉપકારી સાધુ-સાધ્વીજી ભગવંતોના પઠન-પાઠન માટે ઉપયોગી આ ગ્રંથને પ્રકાશન કરતાં આજે આનંદ અનુભવીએ છીએ.” આવા અન્ય ઉપકારક ગ્રંથોના સંપાદન દ્વારા પૂજ્ય પંન્યાસ શ્રી વજસેનવિજયજી ગણિ હજુ પણ શ્રી સંઘ ઉપર ઉપકાર કરતા રહે તેવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ.... પ્રાંતે આ ગ્રંથના અધ્યયન દ્વારા મુમુક્ષુઓ આત્મ કલ્યાણકારી સર્વ સુખના ભોક્તા બને એજ અપેક્ષા સાથે... શ્રી ભદ્રંકર પ્રકાશન

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 246