________________
સંપાદકીય
(પ્રથમ આવૃત્તિ) માનવનું મન કંઈને કંઈ વિચારોમાં, ચિતનોમાં પડ્યું હોય છે. જો સારા નિમિત્તો મળે તો સારા વિચારો કરે...ખરાબ નિમિત્તો મળે તો ખરાબ વિચારો આવે.
સારા વિચારો દ્વારા સારા પદાર્થોનું સર્જન થાય તે સહજ છે. આ નાનકડા પણ વિશાળ ગુણગરિમાંથી સમૃદ્ધ ગ્રંથના સર્જનમાં સદ્વિચાર જ કારણ બની ગયો.
સંવત ૨૦૪૪નું રાધનપુર ચાતુર્માસ પૂર્ણ કરી પરમ કૃપાળુ શ્રીશંખેશ્વર દાદાની યાત્રા કરી રાધનપુરથી ભીલડીયાજીનો છ'રિપાલિત સંઘ પૂર્ણ કરીને મારા નાના ગુરબાંધવ હેમપ્રભવિજયના સંસારી કુમ્બિઓની વિનંતીથી દીક્ષા પછી સૌ પ્રથમવાર કચ્છ તરફ જઈ રહ્યા હતા.
એક દિવસ વિહારમાં મુનિ હેમપ્રભવિજય એકદમ મૌનપૂર્વક ચાલી રહ્યા હતાં, કંઈક વિશેષ ઊંડા ચિંતનમાં હોય તેમ મને લાગ્યું. પ્રશ્ન કર્યો કે આજે શું ચિંતન ચાલે છે? અરસ-પરસના ગુરુભાઈ હોવા છતાં ગુરુ-શિષ્ય જેવા સંબંધ બંધાયેલા હેમપ્રભ મહારાજે વાત કરી કે, આજે રાત્રે વિચારો આવ્યા તેમાં થયું કે નાના-નવા સાધુ-સાધ્વીજી ભગવંતોને પ્રારંભિક પ્રયત્નોથી સંસ્કૃતની બે બુકોનું અધ્યયન તો થઈ જાય છે, પણ ત્યારપછી કેટલાકને પંડિતજી આદિ તથા વડીલોના સમયાભાવે કાવ્ય આદિ નથી થઈ શકતા તો કેટલાકને ખ્યાલ પણ નથી આવતો કે હવે શું વાંચન કરવું. તો એના વિકલ્પ તરીકે નાના-નાના ગદ્ય ચારિત્રોને શુદ્ધ કરી તેમાં આવતા અઘરા શબ્દોનો અર્થ કરી અને સમાસોને ખોલીને, સરલ કરી આપવામાં આવે તો ખૂબ ઉપયોગી થાય અને દરેક ચરિત્રમાં અંતે અભ્યાસ મુજબ પ્રશ્નો કરવામાં આવે. જેથી વાંચન દ્વારા શું સમજ્યા તે જણાવી શકે.
આ કાર્ય માટે વ્યાકરણ કાવ્યનો વિશેષ અભ્યાસ કરનાર જુદા જુદા મહાત્માઓને ચરિત્રની ઝેરોક્ષો કરાવીને મોકલી આપવી અને તેઓ જે