________________
११
આજે આનંદ થાય છે કે પૂજ્ય ઉપકારીઓની અત્યંત અમીભરી કૃપાદૃષ્ટિથી આ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે.
આ ચરિત્રોના વાંચનમાં એ લાભ છે કે પ્રથમ તો સરલ સંસ્કૃત ભાષાનો બોધ થશે. જેથી વિશેષ વાંચનમાં પ્રગતિ થશે. ચરિત્રલેખક મહાપુરુષોના ભાવો મૂળ શબ્દોથી જાણવા મળશે. અવસરે ચરિત્રનાયકો જેવું જીવન જીવવા પ્રેરણા મળશે. ઉપરાંત પર્વોના ચરિત્રધારા પર્વોની વિશેષતા તથા તેના દ્વારા લાભાન્વિત થયેલા મહાપુરુષોના જીવન વાંચીને એ પર્વો પ્રત્યે શ્રદ્ધા વધશે અને એ પર્વોની આરાધના કરવાનું પ્રેરક બળ મળશે.
ગ્રુપના વડીલો તથા પંડિતજીઓને એક નમ્ર ભલામણ......!
બાહ્ય-અત્યંતર બન્ને દૃષ્ટિથી ઉપકારક ઉપયોગી આ ગ્રંથનાં અધ્યયન અધ્યાપન દ્વારા આપશ્રીઓ આપના ગ્રુપમાં થતા કલાસમાં આ નાનકડા ગ્રંથમાં આવેલા રપ જેટલા નાના મોટા ચરિત્રોનું વાંચન કરાવીને નૂતન અભ્યાસીને વિશેષ પ્રોત્સાહિત કરશો.
હવે પછી..
આ ગદ્ય વિભાગ પછી પદ્ય તરીકે સૌ પ્રથમ ખંડાન્વય, દંડાન્વય, પદચ્છેદ, સમાસ, વિગ્રહ, અર્થ કરવાની પદ્ધતિ-સામાન્ય સરલ નિમયો દ્વારા બતાવીને સકલાર્ડનું કાવ્યની રીતે સંપાદન કરીને પછી અન્ય પદ્ય ચરિત્રોનું કાર્ય કરવાની ભાવના છે. જેમાં એ ચરિત્રોમાં આવતા અઘરા શબ્દો, સમાસો ખોલવા સાથે સંધિના નિયમો કે અન્ય ઉપયોગી નિયમોનું, રૂપોનું માર્ગદર્શન આપવાનું છે.
તો આ ગ્રંથનાં અધ્યયન માટે આપ સર્વે આપના શિષ્યોવિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહિત કરશો.
આપણે સૌ આવા મહાપુરુષોના જીવન વાંચન દ્વારા એ પ્રમાણેનું સુંદરજીવન જીવી મોક્ષની સાધના કરતાં કરતાં અંતે સર્વકર્મથી મુક્ત બની મોક્ષ સુખનાં અધિકારી બનીએ એ જ અભિલાષા. શ્રી દાનસૂરિ જ્ઞાનમંદિર
પં. વજસેનવિજય અમદાવાદ